પથિક લીંબાચિયા, અમદાવાદ:
03 જાન્યુઆરી 2026:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ જીંદાલ સ્ટીલ લિમિટેડ (JSL) નાચેરમેન અને માનનીય સાંસદ શ્રી નવીન જીંદાલ સાથે એક વિશેષ સંવાદ કાર્યક્રમ “એન ઇવનિંગ ઓફ ઇનસાઇટ” નું આયોજનકરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓએ ભારતના ઔદ્યોગિક ભવિષ્ય અંગે વ્યુહાત્મક માર્ગદર્શન મેળવ્યુંહતું.

GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે શ્રી નવીન જીંદાલનું ઉષ્માભર્યું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, એક દીર્ઘદ્રષ્ટા ઉદ્યોગપતિ,સમર્પિત રાજકીય નેતા, ઉત્કૃષ્ટ રમતવીર અને પરોપકારી વ્યક્તિત્વ તરીકે તેમની કારકિર્દી પ્રશંસનીય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, શ્રીનવીન જીંદાલનું બહુમુખી નેતૃત્વ વૈશ્વિક સ્તરે નામના મેળવવા ઈચ્છતા ભારતીય સાહસિકો માટે એક આદર્શ બ્લુપ્રિન્ટ સમાન છે.

નવા વર્ષના આર્થિક પડકારો વચ્ચે તેમના અનુભવો સભ્યો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.આ પ્રસંગે સંબોધન કરતા શ્રી નવીન જીંદાલએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત ૨૦૪૭” ના વિઝનનેસાકાર કરવામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની મહત્વની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી. તેમણે ગુજરાતની ઉષ્માભરી મહેમાનગતિ ની પ્રશંસાવ્યક્ત કરી અને શૂટિંગ તથા ઘોડેસવારી જેવા ખેલકૂદમાં પોતાની રસપ્રતિક્રિયા સાથે પોતાના રાષ્ટ્રીય સ્તરના સિદ્ધિઓ અંગે વિચારરજૂ કર્યા.

તેમણે પોતાના માતા-પિતાએ સંસ્કારિત કરેલા મજબૂત મૂલ્યો અને નૈતિકતાઓનો સ્વીકાર કર્યો, જેણે તેમના જીવનનાઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. નવીનતા, આત્મવિશ્વાસ અને સહનશક્તિ પર ભાર મૂકી, તેમણે ઝડપથી વિકસતી ડિજિટલઅને ગ્રીન અર્થવ્યવસ્થામાં સ્પર્ધાત્મક રહેવા માટે ભારતીય વ્યવસાયો દ્વારા વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવાની જરૂરિયાત પર પ્રકાશપાડ્યો.પ્રશ્નોત્તરી સેશન દરમિયાન મહેમાન વક્તા અને GCCIના સભ્યો વચ્ચે જીવંત અને સક્રિય સંવાદ યોજાયો, જેમાં CSR પ્રવુત્તિઓઅને નવનીકરણીય ઊર્જા અને ન્યુક્લિયર પાવર ક્ષેત્રમાં દૃષ્ટિપૂર્ણ ધ્યેય તેમજ દેશના ટકાઉ અને દીર્ઘકાળીન વિકાસ માટે એકતા અનેસહકારના મહત્વ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા.શ્રી સંદીપ એન્જિનિયર, GCCIના પ્રમુખે શ્રી નવીન જિંદાલનું સન્માન કર્યું.

શ્રી રાજેશ ગાંધી, ઉપ પ્રમુખે ઇન્ડિયા–ઓસ્ટ્રેલિયાસ્ટ્રેટેજિક એલાયન્સના ચેરમેન શ્રી જવિંદર સિંહ વિરકનું સન્માન કર્યું, જ્યારે શ્રી ગૌરાંગ ભગત, માનનીય ખજાનચીએ કોમેટ ગ્રુપઓફ કંપનીઝના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રોહન ગુપ્તાનું સન્માન કર્યું.અંતમાં, GCCI ના સિનિયર ઉપ પ્રમુખ શ્રી રાજેશ ગાંધીએ આભારવિધિ કરતા મુખ્ય અતિથિ વિશેષ અને તમામ સહભાગીઓનોઆ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #GCCIHostsAnEveningofInsight #IndustryStalwartShriNaveenJindal #JindalSteelLimited #NaveenJindal #jsl #gcci #SandeepEngineer # pm-modi #PrimeMinisterShriNarendrabhaiModi #ViksitBharat2047 #trending #ahmedaba



