પથિક લીંબાચિયા, અમદાવાદ:
20 જાન્યુઆરી 2026:
GCCI બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી દ્વારા GCCI MSME ટાસ્ક ફોર્સ ના સહયોગથી CRISIL રેટિંગ્સ વિષય પર એક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો વિષય મજબૂત રેટિંગ ફ્રેમવર્ક દ્વારા કોર્પોરેટ ક્રેડિટ વિશ્વસનીયતાને મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત પ્રમુખ વક્તા હતા CRISIL રેટિંગ્સ લિમિટેડના એસોસિયેટ ડિરેક્ટર શ્રી નિલેશ અગ્રવાલ અને CRISIL લિમિટેડના એસોસિયેટ ડિરેક્ટર શ્રી પ્રતિક્ષા પરમાર કે જેઓએ ઓનલાઈન આ સત્ર માટે પ્રેઝન્ટેશન કર્યું હતું.

આ પ્રસંગે બોલતા GCCI બેંકિંગ અને ફાઇનાન્સ કમિટીના કો. ચેરમેન CA શ્રી નિલય શાહે ઉલ્લેખ કર્યો હતો કે કોઈ પણ સફળ વ્યવસાય, ઉદ્યોગ અથવા સંગઠન નો આધાર સ્તંભ તેને પ્રાપ્ત કરેલ “ગુડવિલ અને વિશ્વસનીયતા” હોય છે અને CRISIL આ બાબતો અંગે સચોટ મૂલ્યાંકન કરવા મદદરૂપ થાય છે તેમજ તે અંગેનું રેટિંગ પ્રદાન કરે છે. તેઓએ ઉમેર્યું હતું કે CRISIL કેવી રીતે વિવિધ વૈશ્વિક ઘટનાઓ તેમજ ઉદ્યોગો અને અર્થતંત્ર પર આવા બનાવોની અસર વિશે પણ સચોટ વિશ્લેષણ કરી માર્ગદર્શન પૂરું પાડે છે. તેઓએ CRISIL ની ભૂમિકાની પ્રશંસા કરી હતી તેમજ જણાવ્યું હતું કે આ સંસ્થા સમગ્ર કોર્પોરેટ જગતમાં અને સમગ્ર વિશ્વમાં પણ અપાર વિશ્વાસ સંપાદન કરી શકેલ છે. તેઓએ ઉમેર્યું હતું કે CRISIL દ્વારા પ્રદાન કરવામાં આવતું “એનાલિટિકલ ફ્રેમવર્ક” ખૂબ જ ઉપયોગી સાબિત થયેલ છે અને વર્ષોથી તેના સુંદર ટ્રેક રેકોર્ડ થકી આ સંસ્થાએ સાર્વત્રિક વિશ્વાસ સંપાદન કરેલ છે. તેઓએ CRISIL દ્વારા ઉપયોગમાં લેવાતા વિશ્લેષણાત્મક માળખા વિશે વાત કરી હતી અને સ્થાનિક અર્થતંત્ર અને વ્યવસાય પર વૈશ્વિક ઘટનાઓની અસર વિશે CRISIL કેવી રીતે સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે બોલતા, CRISIL રેટિંગ્સ લિમિટેડના એસોસિયેટ ડિરેક્ટર શ્રી નિલેશ અગ્રવાલે ઉલ્લેખ કર્યો કે ક્રેડિટ રેટિંગ એ કંપનીની વિવિધ નાણાકીય જવાબદારીઓને સંપૂર્ણ અને સમયસર ચૂકવવાની ક્ષમતા અને આવી ચુકવણી કરવા તેની તત્પરતા બાબતનો અભિપ્રાય છે. આવું રેટિંગ આપવા માટે ક્રેડિટ રેટિંગ કંપની વ્યવસાયિક જોખમ, નાણાકીય જોખમ અને સંચાલન જોખમ જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને કંપનીની ક્રેડિટ ગુણવત્તાનું મૂલ્યાંકન કરે છે. વ્યવસાયિક જોખમમાં બજારની સ્થિતિ, સંચાલન કાર્યક્ષમતા અને રોકડ ઉત્પાદન ક્ષમતા નો સમાવેશ થાય છે. નાણાકીય જોખમ માં કંપની પોતાના દેવા ની ચુકવણી કરવા કેટલી સક્ષમ છે, તેની નાણાકીય સ્થિતિ અને તે કંપની દ્વારા રાખવામાં આવતા એકાઉન્ટિંગ ગુણવત્તાનો સમાવેશ થાય છે. મેનેજમેન્ટ બાબતના જોખમમાં કંપનીની મેનેજમેન્ટ ટીમ અને તેમના ટ્રેક રેકોર્ડ નું મૂલ્યાંકન શામેલ છે. તેમણે એ બાબતે પણ વિસ્તૃત માહિતી આપી હતી કે વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા રેટિંગ, બેંકિંગ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ (CRAs) થી કેવી રીતે અલગ હોય છે. આ સત્ર ક્રેડિટ રેટિંગ બાબતે વિવિધ બાબતો અને ક્રેડિટ રેટિંગ માટે ધ્યાનમાં લેવામાં આવતા વિવિધ ફેક્ટરને સમજવામાં ખૂબ મદદરૂપ સાબિત થયું હતું.
CRISIL રેટિંગ્સ લિમિટેડના એસોસિયેટ ડિરેક્ટર શ્રીમતી પ્રતિક્ષા પરમારે તેમના પ્રેઝન્ટેશનમાં CRA ના એક મોનિટરિંગ એજન્સી તરીકે રોલ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે મોનિટરિંગ એજન્સીઓની ભૂમિકા વિષે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી અને SEBI નિયમો હેઠળ ઇશ્યૂની આવકના મોનિટરિંગને નિયંત્રિત કરતા નિયમનકારી માળખા વિશે પણ છણાવટ કરી હતી. સમગ્ર સત્ર દરમિયાન વિવિધ ઇક્વિટી સાધનોમાં મોનિટરિંગ એજન્સીઓની ઉપયોગિતા વિશે રૂપરેખા આપવામાં આવી હતી અને ભંડોળના ઉપયોગ મોનિટરિંગ સાથે સંકળાયેલ કાર્યક્ષેત્ર, જવાબદારીઓ અને રિપોર્ટિંગ અંગે જવાબદારી વિશે વિગતવાર પ્રેઝન્ટેશન કર્યું હતું.
પ્રશ્નોતરી દરમિયાન એક નાણાકીય ઇશ્યૂ બહાર પાડતી વખતે કંપની માટે જરૂરી વિવિધ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા અને પારદર્શિતા, જવાબદારી અને નિયમનકારી પાલન સુનિશ્ચિત કરવામાં રેટિંગ એજન્સીના સ્વતંત્ર દેખરેખના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે એક ક્રેડિટ રેટિંગ એજન્સી કેવી રીતે પોતાનો ફાળો આપી દેશના સમગ્ર કેપિટલ માર્કેટના ઇકોસિસ્ટમમાં વિશ્વાસને મજબૂત બનાવે છે.
GCCI MSME સમિતિના ચેરમેન શ્રી શૈલેષ પટેલ દ્વારા આભાર વિધિ પછી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #CRISILRATINGS #Banking-FinanceCommittee&supported #gcci #msme #CrisilRatings #CrisilLimited #GcciBanking&FinanceCommitteeCo.



