પથિક લીંબાચિયા, અમદાવાદ:
12 જાન્યુઆરી 2026:
આર્ટ અને ક્રાફ્ટ સોલ્યુશન્સ ક્ષેત્રે અગ્રેસર ફેવિક્રીલ (Fevicryl) દ્વારા ‘ધ આર્ટ ચેપ્ટર – સેલિબ્રેટિંગ ધ લોકલ આર્ટિસ્ટ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં સ્થાનિક સર્જનાત્મક પ્રતિભાઓને સશક્ત બનાવવાનો અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો.

ફેવિક્રીલના કેટેગરી હેડ, માનન ચંદરાનાએ જણાવ્યું હતું કે, “‘ધ આર્ટ ચેપ્ટર’ એ ભારતના સ્થાનિક કલા જગતને પોષવાની ફેવિક્રીલની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આવા અર્થપૂર્ણ પ્લેટફોર્મ બનાવીને અમારો હેતુ કલાકારોની ઉજવણી કરવાનો, તેમના કાર્યને વ્યાપક ઓળખ અપાવવાનો અને તેમને તે સન્માન અને આત્મવિશ્વાસ પ્રદાન કરવાનો છે જેના તેઓ ખરેખર હકદાર છે.”

આ પ્રસંગે ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) ના સ્થાપક અને પ્રમુખ ડૉ. ભંવર રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી. સાંસ્કૃતિક સમૃદ્ધિ અને કલાત્મક પ્રેરણા માટે જાણીતી એવી પ્રતિષ્ઠિત અમદાવાદની ગુફા ખાતે આ પ્રદર્શન યોજાયું હતું. જેમાં 50થી વધુ કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં ફેવિક્રીલ સર્ટિફાઈડ પ્રોફેશનલ્સ અને પસંદગીના ઉભરતા કલાકારોનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનમાં વિવિધ શૈલીઓ અને માધ્યમોની કલાની ઝલક જોવા મળી હતી. છ દિવસમાં 5,000થી વધુ મુલાકાતીઓની હાજરી નોંધાઈ હતી, જે સ્થાનિક કલા પ્રત્યેની વધતી જતી લોકપ્રિયતા અને કદર દર્શાવે છે.
‘ધ આર્ટ ચેપ્ટર’ દ્વારા કલાકારોને પોતાની કૃતિઓ રજૂ કરવા માટે એક સમર્પિત મંચ મળ્યું, જેનાથી કલાપ્રેમીઓ, સંગ્રહકર્તાઓ અને સંભવિત ગ્રાહકો સાથે સીધો સંવાદ સ્થાપિત થયો. આ દરમિયાન ઘણા કલાકારોની કૃતિઓનું વેચાણ થયું હતું, જ્યારે અન્યને કમિશન-આધારિત કામ માટે પૂછપરછ મળી હતી, જેનાથી ભવિષ્યના વ્યવસાયિક વિકાસના નવા દ્વાર ખુલ્યા છે.
પ્રદર્શનની સાથે સાથે ખાસ ક્યુરેટેડ ‘ભારતીય કલા વર્કશોપ’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સહભાગીઓને પરંપરાગત ભારતીય કલા સ્વરૂપોનો ગહન અનુભવ મળ્યો હતો, જેનાથી સાંસ્કૃતિક આદાનપ્રદાન વધુ સમૃદ્ધ બન્યું હતું.
કાર્યક્રમમાં સહભાગી કલાકારોએ આ પહેલની પ્રશંસા કરી હતી અને સ્થાનિક પ્રતિભાઓને ઓળખ તથા વ્યાવસાયિક તકો પૂરી પાડવા બદલ ફેવિક્રીલની કટિબદ્ધતાને બિરદાવી હતી. આ પ્રદર્શન સ્થાનિક કલા સમુદાય માટે એક ઉત્સવ સમાન બની રહ્યું, જેણે ભારતના આર્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની ફેવિક્રીલની નેમને વધુ વેગ આપ્યો છે.
ફેવિક્રીલ સતત આવા નવતર કાર્યક્રમો દ્વારા કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપે છે અને ભારતની ગતિશીલ સર્જનાત્મક દુનિયાને સહયોગ આપવા માટે સૌને આમંત્રિત કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #Fevicryl #ArtChapter–Celebrating #Artistsa #ArtofIndia #exhibitionfeatures #brds #BhanwarRathoreDesignInstitute



