- આજથી 10 દિવસ સુધી ચાલનારા આ ફૂડ ફેસ્ટિવલમાં મહેમાનો થાઈ, ચાઈનીઝ, જાપાનીઝ, કોરિયન અને સાઉથઈસ્ટ એશિયાઈ વાનગીઓનો એક શાનદાર પાન-એશિયન રસોઈકળાનો અનુભવ કરશે
પથિક લીંબાચિયા, અમદાવાદ:
30 જાન્યુઆરી 2026:
ધી લીલા ગાંધીનગર દ્વારા એશિયાના અલગ-અલગ અને લિજ્જતદાર સ્વાદોની ઉજવણી કરતા ‘પાન-એશિયન ફૂડ ફેસ્ટ’ શરૂ કરવામાં આવ્યો છે. તેના વૈભવી અને ઉમદા ફૂડ સ્ટાન્ડર્ડ માટે જાણીતી આ હોટેલ, આ ફૂડ ફેસ્ટ સાથે ફરી એકવાર પ્રામાણિકતા, કલાત્મકતા અને નવીનતાથી ભરપૂર મેનૂ સાથે ભોજનનો અનુભવ વધારવા માટે આતુર છે. સ્વાદિષ્ટ ફૂડ વેરાઈટીના શોખીન લોકોને આ ફૂડ ફેસ્ટમાં ચટાકેદાર વાનગીઓનો આનંદ માણવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

આયોજનપૂર્વક રચવામાં આવેલો આ ફૂડ ફેસ્ટિવલ થાઈ, ચાઈનીઝ, જાપાનીઝ, કોરિયન અને સાઉથઈસ્ટ એશિયાઈ વાનગીઓના શ્રેષ્ઠ મિશ્રણને એકસાથે લાવે છે, જે પૌરાણિક વાનગીઓ અને આજના જમાનાની આધુનિક પદ્ધતિ પ્રદર્શિત કરે છે. દરેક ડીશ પાન-એશિયન બોલ્ડ ફ્લેવર, શુદ્ધ તકનીકો, સ્વાદ, ટેક્સચર અને સુગંધનું એકદમ પરફેક્ટ બેલેન્સ રસોઈનો સાર દર્શાવે છે.
આ ફૂડ ફેસ્ટમાં મહેમાનો હલકાં મસાલેદાર એપેટાઇઝર્સ અને આરામદાયક શોરબાથી લઈને સ્વાદથી ભરપૂર મેઈન કોર્સ અને સ્વાદિષ્ટ મીઠાઈઓ સુધીની વિવિધ પ્રકારની સિગ્નેચર વાનગીઓનો આનંદ માણી શકે છે. ફ્રેશ ઈન્ગ્રેડિયન્ટ્સ, ઉમામી-સોસ, સુગંધિત જડીબુટ્ટીઓ અને પરંપરાગત રસોઈ પદ્ધતિઓ જેમ કે વોક-ટોસિંગ, સ્ટીમિંગ અને સ્લો સીમરિંગ ફોર્મ, આ વાનગી તૈયાર કરવાનો મુખ્ય આધાર છે.

પાન-એશિયન ભોજનની ફિલસૂફીને ધ્યાનમાં લેતાં, વિવિધ ફૂડ મેનુ હળવા, આરોગ્યપ્રદ અને સંતુલિત વાનગીઓ પર પણ ભાર મૂકે છે. જે સ્વાદ સાથે સમાધાન કર્યા વગર સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવતા લોકોને ખુબજ પસંદ આવે છે.
ધી લીલા ગાંધીનગરનું વાતાવરણ એક ભવ્ય અને શાંત ડિઝાઇનથી વધુ આહલાદક લાગે છે, જે પ્રવાસને વધુ સુંદર બનાવે છે. તે હોટેલની વિશિષ્ટતા જાળવી રાખીને એશિયાના સૂક્ષ્મ આકર્ષણને પ્રતિબિંબિત કરવા માટે વિચારપૂર્વક ડિઝાઈન કરવામાં આવ્યું છે. ભલે તે એક ડિનર હોય, ફેમિલી ફંક્શન હોય, કે પછી કોર્પોરેટ ઈવેન્ટ હોય, પેન-એશિયન ફૂડ ફેસ્ટ એક યાદગાર રસોઈ-ભોજનનું અનુભવનું વચન આપે છે.

આ ખાસ ઓફર સાથે ધી લીલા ગાંધીનગર, વર્લ્ડ-ક્લાસ ડાઇનિંગ અનુભવ આપવાની તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે, જે વિશ્વસ્તરીય ઉમદા આતિથ્ય સાથે મેળ ખાય છે. ‘પાન એશિયન ફૂડ ફેસ્ટ’ 30 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી દરરોજ સાંજે 7 થી 11 વાગ્યા સુધી ધી લીલા ગાંધીનગરના આખો દિવસ ખુલા રહેતા ડાઇનિંગ રેસ્ટોરન્ટ, ધ સાઇટ્રસ જંકશન ખાતે યોજાશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #bestofThai #Chinese #Japanese #Korean #SoutheastAsiancuisines #trending #ahmedaba #Gandhinagar #The Leela Gandhinagar Presents an Exquisite Pan-Asian Culinary Experience #TheLeela #Pan-AsianCulinaryExperience #Pan-AsianFoodFest #Pan-Asiancooking



