- આ અનોખા એઆઇ ટુલ અને કિડનીના 360 ડિગ્રી કેર રિપોર્ટથી કિડનીની બિમારી થવાના ચાન્સીસ છે કે નહી તે અંગે ત્રણ-ચાર વર્ષ પહેલેથી જ ખબર પડી જશે
- નેટીવ એઆઇ ટુલની મદદથી વ્યકિતનો ૩૬૦ ડિગ્રી રિપોર્ટ અને નિદાન કરાશે, કિડનીના રોગમાંથી મુકિત માટે બહુ મોટી મદદ મળશે
અમદાવાદ: 27 જાન્યુઆરી 2026:
ગુજરાત સહિત દેશભરમાં દર વર્ષે જેના લાખો દર્દીઓ વધી રહ્યા છે તેવા કિડનીના રોગ વિશે પહેલેથી સચોટ જાણકારી અને રામબાણ નિદાન માટે અમદાવાદના એક યુવા તબીબ ડો. રવિ કમલેશભાઇ બ્રહ્મભટ્ટે ૩૬૦ ડિગ્રી નિદાન કરતું નેટીવ એઆઇ ટુલ વિકસાવ્યું છે. માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર ભારતમાં આ પ્રથમ એવું એ આઇ ટુલ છે, જેના મારફતે કિડનીની બિમારી થવાની શકયતાઓ ચકાસી ત્રણ-ચાર વર્ષ પહેલાં આગોતરી જાણકારી પ્રાપ્ત થઇ જાય છે કે, વ્યકિતને કિડનીની બિમારી કે રોગ થવાના કેટલા ચાન્સીસ છે. કિડનીના સંભવિત દર્દીઓ માટે આ નેટીવ એઆઇ ટુલ રામબાણ ઇલાજ સમાન સાબિત થશે કારણ કે, કિડનીની બિમારી થતાં પહેલાં જ તેની જાણકારી મેળવી શકાતાં તેનો અસરકારક ઇલાજ શકય બનશે અને દર્દીઓને બહુ મોટી તકલીફ, પીડા અને લાખો રૃપિયાના આર્થિક ખર્ચાઓમાંથી મુકિત મેળવવામાં બહુ મોટી મદદ મળશે.

લગભગ એકાદ વર્ષની ભારે મહેનત, રિસર્ચ અને સંશોધન બાદ યુવા કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝીશીયને આ અંગે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશમાં હાલની સ્થિતિએ કિડનીની બિમારી કે તેની સંભાળ એક બહુ મોટો પડકાર છે. ભારતમાં દર વર્ષે ૨૩ લાખ કરતાં વધુ દર્દીઓ કિડનીની બિમારીના વધી રહ્યા છે. કિડનીની બિમારી અને તેને સંબંધિત રોગો પીડાદાયક, ખર્ચાળ અને માનસિક રીતે દર્દી તેમ જ તેના પરિવારને તોડી નાંંખનારા બની રહેતા હોય છે, તેથી કિડનીની બિમારી આવે તે પહેલાં જ કેવી રીતે જાણી શકાય અને કિડનીના રોગોની વ્યકિતના શરીર પર શું અસરો થાય છે..?? તેવા વિચારમંથન સાથે મેં આ નેટીવ એઆઇ ટુલ વિકસાવ્યું છે, જેમાં વ્યકિતના ૩૬૦ ડિગ્રી કેર રિપોર્ટ અને નિદાન કરવામાં આવે છે. જેમોે બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ સહિત કુલ ૩૦થી વધુ પેરામીટર્સનુ બારીકાઇથી વિશ્લેષણ કરી વ્યકિતની કિડનીનું સપૂર્ણ અને સચોટ સ્વાસ્થ્ય બતાવે છે. આ ૩૬૦ ડિગ્રી કેર રિપોર્ટ વ્યકિતની કિડનીનું ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન આપે છે તેમ જ કિડનીની હાલની સ્થિતિ સાથે સાથે ભવિષ્યમાં કિડનીના રોગ કે બિમારી થવાના કેટલા ચાન્સીસ કે જોખમ રહેલું છે તે સ્પષ્ટ કરે છે. કિડનીની બિમારી ના થાય તે માટે પહેલેથી જાણકારી આપતો આ ૩૬૦ ડિગ્રી રિપોર્ટ કહી શકાય.

દર પંદર દિવસે લવ કિડની કલીનીકમાં મફત રિપોર્ટ થશે
ડો. રવિ કમલેશભાઇ બ્રહ્મભટ્ટે ઉમેર્યું કે, લોકોને કિડની સંબંધી રોગોમાં આગોતરી જાણકારી અને માર્ગદર્શન મળી રહે તેમ જ તેઓનો ૩૬૦ ડિગ્રી રિપોર્ટ કરી તેઓને કિડનીના રોગો થવામાંથી બચાવી શકાય તેવા હેતુથી અમારા લવ કિડની સુપર સ્પેશ્યાલિટી કલીનીક (પુષ્ટી ક્રોસ રોડ કોમ્પલેક્ષ, નવી પાસપોર્ટ ઓફિસની બાજુમાં, વિજય ચાર રસ્તા)ખાતે દર પંદર દિવસે બિલકુલ મફત એટલે કે, વિનામૂલ્યે આ રિપોર્ટ કરી આપવામાં આવશે. અમારો લક્ષ્યાંક દસ હજાર લોકોના આ પ્રકારે વિનામૂલ્યે રિપોર્ટ કરી સામાજિક સેવા પૂરી પાડવાનો છે. કોઇપણ વ્યકિત તેનો લાભ લઇ શકે છે.
કોઇપણ વ્યકિત મફતમાં વોટ્સ અપ બુકીંગ-રિપોર્ટ કરાવી શકશે
ડો. રવિ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કોઇપણ વ્યકિત તેને કિડનીની બિમારી ના થાય અને તે થવાના તેને ભવિષ્યમાં ચાન્સીસ છે કે કેમ તેની જાણકારી અને માર્ગદર્શન માટે અમારા વોટ્સ અપ નંબર – ૬૩૬૩૩૩૬૭૬૭ માત્ર હાય લખીને બુકીંગ કરાવી શકે છે અને બિલકુલ વિનામૂલ્યે આ ૩૬૦ ડિગ્રી રિપોર્ટ કરાવી કિડની સંબંધી તેની તમામ સંભવિત શકયતાઓ વિશે તેમ જ આ બિમારી વિશે પૂરેપૂરું જાણકારી, માર્ગદર્શન અને સચોટ નિદાન મેળવી શકશે.
ગરીબ અને જરૃરિયાતમંદ દર્દીઓ સેવા એ જ ડોકટર દિકરાને શીખ
સમગ્ર દેશમાં કિડનીના રોગ વિશે આગોતરી જાણકારી અને માહિતી આપતું અનોખુ નેટીવ એઆઇ ટુલ વિકસાવનાર ડો.રવિ બ્રહ્મભટ્ટના પિતા કમલેશભાઇ બ્રહ્મભટ્ટને પોતાના દિકરાની આ સિધ્ધિ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, કિડનીનો રોગોમાં લોકો બહુ હેરાન થતા હોય છે અને પીડાતાહોય છે, તેથી સમાજના લોકોને બહુ ઉપયોગી થવા અને તેઓને આ રોગને નાથવામાં મોટી મદદ મળી રહે તેવા આશયથી પુત્ર રવિએ આ ચમત્કારિક એઆઇ ટુલ વિકસાવ્યું છે, જે તમામ લોકો માટે એક બહુ મોટા આશીર્વાદસમાન સાબિત થશે. જો કે, તબીબી ક્ષેત્રના આ ઉમદા વ્યવસાયમાં સામાજિક સેવાના ભાગરૃપે ગરીબ અને જરૃરિયાતમંદ દર્દીઓના સેવાનો સંકલ્પ જીવનમાં ચરિતાર્થ કરવા પણ દિકરાને શીખ આપી છે. તેની આ સિધ્ધિ બદલ હું ગર્વ અનુભવુ છું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #lovekiney #trending #ahmedaba



