- ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ બીસીઆઇ સમક્ષ કરેલી રજૂઆતનો પડઘો, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા હજારો ઉમેદવારોના હિતમાં નિર્ણય
- નાપાસ ઉમેદવારો તા.14થી તા.23 જાન્યુઆરી દરમ્યાન પોતાના પરિણામ અને ઓએમઆર શીટના રિચેકીંગ માટે ઓનલાઇન અરજી કરી શકશે, ઉમેદવારોમાં રાહતની લાગણી
અમદાવાદ: 08 જાન્યુઆરી 2026:
વકીલાતની પ્રેકટીસ કરવા માટે ફરજિયાત પાસ કરવી પડતી એવી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં પાંચ પ્રશ્નોના જવાબોમાં ભારે વિસંગતતાની ચૂકમાં ગુજરાતમાંથી ૭૧૦૦થી વધુ ઉમેદવારો નાપાસ થતાં અને સમગ્ર વિવાદ વકરતાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ આખરે ઉમેદવારોની આન્સર કી અને ઓએમઆર શીટ રેચેકીંગની જાહેરાત કરી છે. ગુજરાતના ઉમેદવારોને રિચેકીંગની ઓનલાઇન એપ્લીકેશન માટે બીસીઆઇ તરફથી તાકીદનું નટિફિકેશન જારી કરી દસ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

બીસીઆઇના આ નિર્ણયને પગલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં નાપાસ થયેલા ૭૧૪૪ વિદ્યાર્થીઓને રિચેકીંગ કરવાની તક પ્રાપ્ત થઇ છે. બીસીઆઇ દ્વારા અંગે જારી કરાયેલા નોટિફિકેશનની વિગતો આપતાં ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, આ વખતની ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં પાંચ પ્રશ્નોના જવાબોમાં ભારે વિસંગતતા જોવા મળી હતી. જેને પગલે બાર કાઉન્સીલ દ્વારા આ પાંચ માર્ક્સના પ્રશ્નો રદ કરી ૧૦૦ માર્કસના બદલે ૯૫ માર્કસનું પેપર ગણ્યું હતું અને તે મુજબ, જનરલ કેટગેરીના ઉમેદવારોને ૪૫ના બદલે ૪૩ માર્કસ લાવવાના થતા હતા, તો, એસસી-એસટી ઉમેદવારોને ૪૦ના બદલે ૩૮ માર્કસ લાવવાના થતા હતા. જો કે, ઉપરોકત ચૂક અને ફેરફારના કારણે ઘણા વકીલ ઉમેદવારો એવા હતા કે, જેઓ માત્ર એક-બે માર્કસના કારણે નાપાસ થયા હતા, જેને લઇ હજારો ઉમેદવારોમાં વ્પાપક હતાશાનું મોજું ફરી વળ્યું હતું.
ગુજરાતમાંથી ૭૧૪૪ જેટલા ઉમેદવારો નાપાસ થતાં ઉમેદવારોના વ્યાપક હિત અને કારકિર્દીને ધ્યાનમાં રાખી અમે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને ગ્રેસીંગ માર્ક્સ આપી નાપાસ ઉમેદવારોને પાસ કરવા રજૂઆત કરી હતી. જેના અનુસંધાનમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા એક તાકીદનું જાહેરનામું જારી કરવામાં આવ્યું છે અને ગુજરાતના ૭૧૦૦થી વધુ ઉમેદવારોના હિતમાં તેમના માટે રિચેકીંગની ખાસ વ્યવસ્થા કરાઇ છે. જે મુજબ, જે કોઇ ઉમેદવારો પોતાના પરિણામ કે ઓએમઆર શીટનું રિચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તેઓ તા.૧૪મી જાન્યુઆરીથી તા.૨૩મી જાન્યુઆરી સુધી રિચેકીંગ માટે ઓનલાઇન અરજી કરી શકશે. આ માટે ઉમેદવારોએ રૃ.૫૦૦ની ઓનલાઇન ફી પણ ભરવાની રહેશે. ઉમેદવારોના પરિણામ કે ઓએમઆર શીટ રિચેકીંગ થયા બાદ તેઓને સુધારેલા પરિણામની જાણ તેમના પર્સનલ ઇ-મેલ આઇડી પર કરવામાં આવશે.નોટિફિકેશનમાંં એવી પણ સ્પષ્ટ તાકીદ કરાઇ છે કે, ઓનલાઇન મોડ સિવાય ફિઝીકલ મોડમાં કોઇપણ અરજી(રિચેકીંગ અંગેની) કે ફી સ્વીકારવામાં આવશે નહી.
ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, બીસીઆઇ દ્વારા હજારો ઉમેદવારોના હિત અને તેમની કારકિર્દીને ધ્યાનમાં લઇ જે પ્રકારે હકારાત્મક અભિગમ અપનાવી રિચેકીંગની તાકીદની વ્યવસ્થા કરાઇ છે, તે ખરેખર સરાહનીય છે. ગુજરાતના હજારો ઉમેદવારો માટે આ એક ઉમદા તક છે, અમે આશા રાખીએ છીએ કે, બાર કાઉન્સીલ ઓફ ઇનિડિયા દ્વારા રિચેકીંગ દરમ્યાન જે ઉમેદવારો માત્ર એક-બે માર્કસના કારણે નાપાસ થયા હોય તેઓને ગ્રેસીંગ માર્કસ આપી પાસ કરી દેવામાં આવે અને તેમની કારકિર્દી બચાવી લેવામાં આવે. તેમણે ઉમેદવારોને નિયત સમયમર્યાદામાં રિચેકીંગ માટેની ઓનલાઇન અરજી કરી દેવા પણ અનુરોધ કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #Recheckingarrangementformorethan7100candidateswhofailed inAllIndiaBarExam #trending #ahmedaba


