આ સહયોગ, બન્ને કંપની માટે કોમર્શિયલ વાહન(CV) બ્રેકિંગ સેગમેન્ટમાં નવી સંભાવનાઓ ખોલવા ઉપરાંત ગ્રાહકો અને હિસ્સેદારો માટે વધુ મૂલ્યના સર્જનમાં મદદ કરશે.
પથિક લીંબાચિયા, અમદાવાદ:
10 ડિસેમ્બર 2025:
બ્રેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને TBK કંપની લિમિટેડે હાલમાં જ મૂડી અને વ્યાપાર સહયોગ માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી અંતર્ગત, TSF ગ્રુપની કંપની બ્રેક્સ ઇન્ડિયા, પ્રાથમિક મૂડી રોકાણ દ્વારા TBK માં 10% હિસ્સો હસ્તગત કરશે. આ કરાર બંને કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પગલું છે, જે કોમર્શિયલ વાહન(CV) બ્રેકિંગ સેગમેન્ટમાં નવી સંભાવનાઓ ખોલવા ઉપરાંત ગ્રાહકો અને હિસ્સેદારો માટે વધુ મૂલ્યના સર્જનમાં મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે, TBK કંપની, મધ્યમ અને ભારે કોમર્શિયલ વાહન સેગમેન્ટમાં અગ્રણી વૈશ્વિક ઓટોમોટિવ કમ્પોનન્ટ ઉત્પાદક છે, જે બ્રેકિંગ સિસ્ટમ્સ, પંપ અને એન્જિન સંબંધિત ઉત્પાદનોમાં વિશેષતા ધરાવે છે. આ જોડાણથી બંને કંપનીઓને એકબીજાની કુશળતા, સંસાધનો અને પૂરક બજારોનો લાભ લેવાની તક મળશે. આ સહયોગ, તેમને નવી સપ્લાય ચેઇન અને નવા ગ્રાહક નેટવર્ક સુધી પહોંચવા સક્ષમ બનાવશે. આના પરિણામે, બ્રેક્સ ઇન્ડિયાના ન્યુમેટિક અને હાઇડ્રોલિક બ્રેકિંગ સોલ્યુશન્સ આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચશે, જ્યારે TBK ભારતીય બજારમાં તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તૃત કરી શકશે.

TBK ના પ્રમુખ અને CEO શ્રી કાઓરુ ઓગાટાએ જણાવ્યું હતું કે, “આ ભાગીદારી દ્વારા, બંને કંપનીઓ એકબીજાની ટેકનોલોજીકલ ક્ષમતાઓ અને ગ્રાહક આધારનો ઉપયોગ કરીને ઉચ્ચ-મૂલ્યના ઉત્પાદનો અને ઉકેલો વિકસાવી શકશે. અમારો ઉદ્દેશ્ય, આગામી પેઢીની મોબિલિટી ટેકનોલોજીને સંયુક્ત રીતે સહકાર સાથે આગળ વધારવાનો છે.”

બ્રેક્સ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શ્રીરામ વિજીએ જણાવ્યું હતું કે, “TBK સાથેનો આ કરાર, લાંબાગાળાના સહયોગની શરૂઆત છે અને અમારા વ્યૂહાત્મક વિકાસ અભિગમને વધુ મજબૂત બનાવે છે. આ જોડાણ અમને ભારતમાં TBK ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાની તક આપશે તેમજ બ્રેક્સ ઇન્ડિયાના અગ્રણી ન્યુમેટિક બ્રેકિંગ ઉત્પાદનો હવે ભારતની બહાર નવા બજારો અને ગ્રાહકો સુધી પહોંચી શકશે.”
આ ભાગીદારી, કોમર્શિયલ વાહનો માટે સ્વચ્છ, સલામત અને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતી બ્રેકિંગ ટેકનોલોજીના વિકાસને વેગ આપશે. આ ઉપરાંત, તેનાથી અદ્યતન અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ મોબિલિટી સોલ્યુશન તરફ ઉદ્યોગના સ્થળાંતરને પણ પ્રોત્સાહન મળશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #tbk #TBKco.Ltd. #BrakesIndiaPrivate Limited #BrakesIndia #TSFgroupCompany #trending #ahmedaba



