- અમદાવાદ શહેર પશ્ચિમ હોમગાર્ડઝની ટીમે વોલીબોલમાં પ્રથમ અને 200 મીટર દોડમાં બીજો નંબર હાંસલ કરી મેદાન માર્યુ.
- ઇન્દોર ખાતે યોજાયેલા રેફરી-કોચ સર્ટિફિકેટ કોર્સમાં ગુજરાત સ્ટેટ પાવર લીફ્ટીંગ એસો. દ્વારા પસંદ કરાયેલા ખેલાડીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું
અમદાવાદ: 24 ડિસેમ્બર 2025:
ગુજરાત રાજયના 9 જુદા જુદા જિલ્લાઓના હોમગાર્ડઝ યુનિટ વચ્ચે વડોદરાના જરોદ સીટીઆઇ ખાતે યોજાયેલી રાજયકક્ષાની રમતગમત સ્પર્ધામાં અમદાવાદ શહેર પશ્ચિમ હોમગાર્ડ્ઝની ટીમે વોલીબોલમાં પ્રથમ અને 200 મીટર દોડમાં બીજા નંબરે સ્થાન હાંસલ કરી અનોખી સિધ્ધિ મેળવી છે, અમદાવાદ શહેર પશ્ચિમ હોમગાર્ડ્ઝ જિલ્લા કમાન્ડન્ટ કુમારભાઇ આર.પટેલના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ્ઝ ખેલાડીઓને સ્પર્ધામાં વિજયી બનવા બદલ વિનર કપ, મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

બીજીબાજુ, ગુજરાત સ્ટેટ પાવર લીફ્ટીંગ એસોસીએશન દ્વારા રેફરી તેમ જ કોચ સર્ટિફિકેટ માટે પસંદ થયેલા ખેલાડીઓ અને અધિકારીઓ વેદાંત પી.ત્રિવેદી, ભાવિક ત્રિપાઠી, રાહુલ વાઘેલા, યોગેશ એ.દાતણીયા, સુશાંત અને દિશા પી.ત્રિવેદી માટે વિશેષ રૂપે તાજેતરમાં યોજાયેલી પાવર લીફ્ટીંગ ઇન્ડિયા દ્વારા મધ્યપ્રદેશના ઇન્દોર શહેર ખાતે આયોજીત ઓલ ઇન્ડિયા પાવર લીફ્ટીંગ ટુર્નામેન્ટની સાથે સાથે સંલગ્ન રેફરી-કોચ સર્ટિફિકેટ કોર્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેલાડીઓએ રેફરી-કોચ સર્ટિફિકેટ કોર્સમાં ગુજરાત રાજય તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ કોર્સ દરમ્યાન પાવર લીફ્ટીંગ રમતના આંતરરાષ્ટ્રીય નિયમો, રેફરીંગ પ્રક્રિયા, સ્પર્ધા સંચાલન તેમજ આધુનિક કોચીંગ પદ્ધતિઓ અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. આ પ્રકારના તાલીમાત્મક આયોજનથી રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે પાવર લીફ્ટીંગ રમતની ગુણવત્તા વધશે, તેમજ રમતના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એમ હોમગાર્ડ્ઝ ડિવીઝન નંબર-2ના ઇન્ચાર્જ એસ.એ.ડામોરે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત પાવર લીફ્ટીંગ એસોસીએશન દ્વારા આયોજીત સ્ટેટ બેંચ પ્રેસ સ્પર્ધામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાસણા વ્યાયામ શાળાના કોચ યોગેશકુમાર દીતણીયાએ 85 કિ.ગ્રા.વજન ગ્રુપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જયારે વ્યાયામ શાળાના અન્ય સભ્યો ઉમેશ સોલંકીએ 53 કિ.ગ્રા. વજન ગ્રુપમાં અને વિશાલ રાઠોડે 74 કિ.ગ્રા. વજન ગ્રુપમાં બંને ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને અમદાવાદ શહેરનું ગૌરવ વધાર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #StateLevelHomeGuardsSportsCompetition #SportsCompetition #WestHomeGuardsTeamVolleyballFirst #Referee-CoachCertificateCourseOrganizedinIndore #HomeGuards #trending #ahmedaba



