પથિક લીંબાચિયા, અમદાવાદ:
13 ડિસેમ્બર 2025:
મનોદિવ્યાંગ જનોના લાભાર્થે સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નવજીવન ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન કરાયું છે.

આગામી તા. 4 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી, 2026 દરમિયાન શ્રી ગુર્જર સુથારની વાડી, નવા વાડજ ખાતે કથા યોજાશે.
4 જાન્યુઆરીએ કથાનો પ્રારંભ થશે જ્યારે 12 જાન્યુઆરીએ કથાની પૂર્ણાહુતિ થશે. રોજ બપોરે 2થી 6 વાગ્યા સુધી શાસ્ત્રી ભાવેશભાઈ વ્યાસ (રાજકોટવાળા) કથાનું રસપાન કરાવશે.
13 તારીખે સવારે 7 વાગ્યે નવચંડી યજ્ઞ કરાશે અને બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ થશે. કથામાં સેવા, પૂજા અને આરતીનો લાભ લેવા માટે સંસ્થાના સંચાલકોનો સંપર્ક કરી શકાશે. કથામાં મળેલા દાનનો ઉપયોગ મનોદિવ્યાંગ જનો માટે કરવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #ShrimadDeviBhagwatKatha #mentallychallenged #SmitChildEducationTrust #NavjivanCharitableTrust #mentallychallenged #ShriGurjarSutharniWadiNavaVadaj #ShastriBhaveshbhaiVyas #Rajkotwala #NavchandiYajna



