GCCI એજ્યુકેશન કમિટી દ્વારા સોમવાર, તારીખ ૮ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ “સેમિકન્ડક્ટર લેન્ડસ્કેપ: ગ્લોબલ ટ્રેન્ડ્સ,ઇન્ડિયા રોડ મેપ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ગુજરાત” વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પથિક લીંબાચિયા, અમદાવાદ:
09 ડિસેમ્બર 2025:
આ સેમિનારનો મુખ્યહેતુ ઉદ્યોગ સાહસિકો, શિક્ષણકારો, તેમજ અન્ય સ્ટેકહોલ્ડર્સને દેશમાં ખૂબ ઝડપથી વિકસી રહેલ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અનેઆ ક્ષેત્રમાં ભારતના વ્યૂહાત્મક વિકાસ માર્ગ વિશે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં GCCI એજ્યુકેશન કમિટીના ચેરમેન ડૉ. રાજુલ ગજ્જરે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ટેલેન્ટનો વિકાસકરવા તેમજ તે બાબતે કેપેસીટી ડેવલપમેન્ટ, માળખાગત કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અને ઊંડા ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગના મહત્વપર ભાર મૂક્યો હતો.

તેઓએ આ ક્ષેત્રે ઉભી થઇ રહેલી અનેકવિધ તકનીક સાથે અભ્યાસક્રમનો સમન્વય કરવામાં શૈક્ષણિકસંસ્થાઓની ભૂમિકા તેમજ તાલીમ પામેલા સેમિકન્ડક્ટર વ્યાવસાયિકોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ભારતનીતૈયારી સુનિશ્ચિત કરવા માટે તમામ સ્ટેકહોલ્ડર્સ વચ્ચે ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે વક્તવ્ય આપતા, IESA ના મિડવેસ્ટ હેડ અને NcubeSemicon ના CEO અને સ્થાપક શ્રી સુધીર નાઈકેસેમીકંડકટર ક્ષેત્રે સમગ્ર વિશ્વ ખાતે પ્રવર્તમાન વિવિધ પ્રવાહો વિશે માહિતી તેમજ માર્ગદર્શન પુરા પાડ્યા હતા તેમજ આ ક્ષેત્રેઆપણા દેશ માટે “આત્મનિર્ભર ઇકોસિસ્ટમ” બનાવવાના ઉદ્દેશ્યથી ભારતના ઝડપથી આગળ વધી રહેલા પોલિસી સંબંધિતબાબતો પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ ખાસ ભાર મૂક્યો હતો કે AI ટેકનોલોજી માં વૃદ્ધિ, સ્માર્ટ ઉપકરણોની વધતી માંગ અનેવૈશ્વિક સપ્લાય-ચેઇન વૈવિધ્યકરણ ઉભરતા સેમિકન્ડક્ટર હબ માટે મજબૂત તકો ઊભી કરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભારતના સેમિકન્ડક્ટર મિશનને સરકાર દ્વારા લેવામાં આવેલ વિવિધ પહેલ દ્વારા ખુબ સુંદરસમર્થન પ્રાપ્ત થયેલ છે કે જેમાં ડિઝાઇન-લિંક્ડ ઈન્સેન્ટિવ, ઉત્પાદન બાબતે સહાય, પ્રતિભા વિકાસ અને મજબૂત R&Dફ્રેમવર્ક નો સમાવેશ થાય છે – જે સમગ્ર વેલ્યૂ ચેન ને મજબૂત બનાવે છે. તેમણે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ વિવિધ વ્યૂહાત્મક પગલાં વિશે વાત કરી હતી

તેમજ રાજ્યનામજબૂત ઔદ્યોગિક માળખા, વધતી જતી નવીનતા સંસ્કૃતિ અને ડિઝાઇન, ફેબ્રિકેશન, એસેમ્બલી, પરીક્ષણ અને અદ્યતનપેકેજીંગમાં તૈયારીનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ વિવિધ પ્રોત્સાહક નીતિઓ અને વધતી જતી ઉદ્યોગ ભાગીદારી સાથે, ગુજરાતભારતના સેમિકન્ડક્ટર વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે તેમ જણાવ્યું હતું.સ્ટાર્ટઅપ્સ અને MSMEs ને આ ક્ષેત્ર બાબતે માર્ગદર્શન આપતા, તેઓએ ડિઝાઇન-આધારિત ઇનોવેશન, IP નિર્માણ અને આક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ સાથે સહયોગ પર ભાર મૂક્યો હતો. તેઓએ વિવિધ સંસ્થાઓને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાંઇન્વેન્શન, ભાગીદારી અને કેપેસીટી બિલ્ડીંગ બાબતે રોકાણ કરીને ઉભરતી તકોનો લાભ લેવા વિનંતી કરી હતી. પ્રસ્તુત મુખ્ય વક્તવ્ય થકી સૌ શ્રોતાઓને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સુંદર માર્ગદર્શન તેમજ આ ક્ષેત્રે સુદ્રઢ ઇકોસિસ્ટમ બનાવવા માટેભારતની પ્રતિબદ્ધતા અંગે માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન સમગ્ર વિષય પર વિશેષ ચર્ચા થાકી હતી તેમજ રોકાણની તકો, કૌશલ્ય વિકાસ અને ભવિષ્યના ઉદ્યોગ માર્ગો સંબંધિત પ્રશ્નોના જવાબ પ્રાપ્ત થયા હતા. GCCI એજ્યુકેશન કમિટીના સભ્ય ડૉ. કેયુર દરજી દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું
હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #MSMEs #trending #ahmedaba #SemiconductorLandscape #GlobalTrends #India’sRoadmap #IndustryOpportunitiesforGujarat #gcci #GujaratChamberofCommerce&Industry #India’sRoadmapandIndustryOpportunitiesforGujarat #GlobalTrends



