- ગુજરાત સરકારનો બહુ મહત્ત્વનો નિર્ણય, રાજયભરના હોમગાર્ડ્સ જવાનોમાં ભારે ખુશીની લાગણી
- સરકાર દ્વારા હોમગાર્ડ્સ રૂલ્સ-1953ની નિયમ-9માં સુધારો કરી હોમગાર્ડસ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કર્યો, હોમગાર્ડસ જવાનોએ સરકારના નિર્ણયને વધાવ્યો
અમદાવાદ: 09 ડિસેમ્બર 2025:
ગુજરાત રાજયમાં હોમગાર્ડસ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. રાજય સરકાર દ્વારા એક મહત્ત્વના નિર્ણય મારફતે રાજયમાં હોમગાર્ડ્સ જવાનોની નિવૃત્તિ વયમર્યાદા અત્યાર સુધી જે ૫૫ વર્ષની હતી, તે વધારની ૫૮ વર્ષની કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયને પગલે રાજયના હજારો હોમગાર્ડસ જવાનોમાં ભારે ખુશીની લાગણી છવાઇ ગઇ છે.

જે હોમગાર્ડસ જવાનો આગામી બે-ચાર મહિના, છ મહિના કે વર્ષમાં નિવૃત્ત થવાના હતા તેઓને ત્રણ વર્ષનો વધારો મળતાં તેમની ત્રણ વર્ષની નોકરી વધી જતાં તેઓમાં વિશેષ ખુશીની લાગણી જોવા મળી હતી. રાજયના મુખ્યમંત્રીના નિર્દેશાનુસાર નાયબ મુખ્યમંત્રી દ્વારા ઉચ્ચ અધિકારીઓની યોજાયેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રાજય સરકાર દ્વારા હોમગાર્ડ્સ રૃલ્સ-૧૯૫૩ના નિયમ-૯માં જરૃરી સુધારો કરી હવેથી હોમગાર્ડ્સ જવાનોની નિવૃત્તિ વય મર્યાદા ૫૫ના બદલે ૫૮ વર્ષની કરી દેવામાં આવી છે.

સરકારના આ નિર્ણય અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજયમાં હોમગાર્ડ્સ દળ પોલીસના પૂરક બળ તરીકે ઉમદા કામગીરી કરી રહ્યું છે અને હોમગાર્ડસ જવાનો માનદ્ સેવા આપીને પણ ચૂંટણી બંદોબસ્ત, ટ્રાફિક ફરજો, રાત્રિ પેટ્રોલીંગ, વીઆઇપી બંદોબસ્ત, ધાર્મિક મેળા, બંદોબસ્ત સહિતની ફરજો પોલીસ સાથે ખંતપૂર્વક નિભાવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા લેવાયેલા આ હકારાત્મક નિર્ણય અને અભિગમના કારણે રાજયના હોમગાર્ડ્સ જવાનોમાં રાષ્ટ્ર સેવાની ભાવના વધશે. નિવૃત્તિ વયમર્યાદા વધી જવાથી હોમગાર્ડ્સ જવાનો હવે વધુ ત્રણ વર્ષ માટે તેમની સેવા આપી શકશે. હોમગાર્ડ્સ જવાનોની માનદ્ સેવા, તેમની કૌટુંબિક જવાબદારીઓ સહિતના પાસાઓ ધ્યાનમાં લઇને સરકારે આ નિર્ણય કર્યો છે.
દરમ્યાન અમદાવાદ શહેર જિલ્લા કમાન્ડન્ટ કુમારભાઇ આર.પટેલે સરકારના નિર્ણય પરત્વે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, હોમગાર્ડસ જવાનોની નિવૃત્તિ વય મર્યાદા વધારવાનો મામલો છેલ્લા ઘણા સમયથી સરકારમાં વિચારાધીન હતો અને આખરે રાજય સરકારે બહુ હકારાત્મક અભિગમ અપનાવી હોમગાર્ડ્સ જવાનોની નિવૃત્તિ વય મર્યાદા ૫૫થી વધારીની ૫૮ વર્ષની કરી છે, તેના કારણે અમદાવાદ શહેર સહિત રાજયભરના હોમગાર્ડ્સ જવાનોમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. સરકારના આ નિર્ણયથી હોમગાર્ડ્સ જવાનોના મનોબળને એક નવી તાકાત, જુસ્સો અને બળ મળશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #RetirementageofHomeGuardspersonnelincreasedfrom55to58yearsHomeGuards #AmendmentinRule-9ofHomeGuardsRules-1953 #GujaratState #trending #ahmedaba



