પથિક લીંબાચિયા, અમદાવાદ:
12 ડિસેમ્બર 2025:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ તેમની યુથ કમિટી દ્વારા “પ્રોફિટ્સ, ગ્રોથ એન્ડ કન્ટ્રોલ” વિષયકસેશન શુક્રવાર, 12 ડિસેમ્બર 2025 ના રોજ આયોજિત કર્યું હતું. કાર્યક્રમમાં ઉદ્યોગજગતના સભ્યો, યુથ કમિટીનાપ્રતિનિધિઓ તથા સ્ટેકહોલ્ડર્સ એકત્રિત થયા હતા, જ્યાં આધુનિક બિઝનેસ દૃષ્ટિકોણ તથા ઊભરી રહેલ પ્રવણતાઓ પરવિચારપ્રેરક ચર્ચા કરવામાં આવી.

ઉપસ્થિત સર્વો નું સ્વાગત કરતાં યુથ કમિટીના ચેરમેન શ્રી રોહન કુમારે જણાવ્યું હતું કે ગુજરાતના બિઝનેસ ઈકોસિસ્ટમનેમજબૂત બનાવતી અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહિત કરવા GCCI સતત પ્રતિબદ્ધ છે. તેમણે શૈક્ષણિક જ્ઞાનને ઉદ્યોગનીઆવશ્યકતાઓ સાથે સાંકળવાની મહત્વતા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે આવા ઇન્ટરએક્ટિવ સેશન્સ વ્યૂહાત્મકવિચારશક્તિ તેમજ વ્યાવસાયિક ક્ષમતાના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

થીમ એડ્રેસ આપતાં યુથ વિંગ – નોલેજ કમિટીના કન્વીનર શ્રી અભિજીત ગધરાજે ભવિષ્યના કોમર્સ અને ઈન્ડસ્ટ્રીનાઘડતરમાં યુવા નેતૃત્વની નિર્ણાયક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે યુવા પ્રોફેશનલ્સને નિષ્ણાતોના દૃષ્ટિકોણ અને સંબંધિતમેનેજમેન્ટની સમજ ઉપલબ્ધ કરાવી તેમને સશક્ત બનાવવા યુથ કમિટીની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી.IIM અમદાવાદના એસોસિયેટ પ્રોફેસર ડૉ. નીરવ નાગરે “પ્રોફિટ્સ, ગ્રોથ એન્ડ કન્ટ્રોલ” વિષય પર વ્યક્તવ્ય આપતા તેમણેસંગઠનના સ્થાયી સફળતા માટે આ ત્રણેય ઘટકો વચ્ચે વ્યૂહાત્મક સંતુલનની જરૂરિયાત વિશે સમજાવ્યું.

કેસ સ્ટડીઝ,શૈક્ષણિક સંશોધન અને વ્યાવસાયિક અનુભવના આધારે તેમણે સમજાવ્યું કે સંસ્થાઓ કેવી રીતે નિર્ણય પ્રક્રિયાઓ મજબૂતકરી શકે, ટ્રેડ-ઓફ્સને અસરકારક રીતે સંભાળી શકે અને ગતિશીલ બજાર પરિસ્થિતિઓને અનુરૂપ મજબૂત બિઝનેસ મોડલબનાવી શકે.પ્રોફેસર ડૉ. નીરવ નાગરે યુનિટ ઈકોનોમિક્સના મહત્વ વિશે પણ વિસ્તૃત રીતે સમજાવ્યું અને દર્શાવ્યું કે યુનિટ-લેવલપ્રોફિટેબિલિટીના ખોટા મૂલ્યાંકનથી ઘણીવાર રોકડ વપરાશ અને લાંબા ગાળાના નાણાકીય દબાણનું સર્જન થાય છે.
ડૉ.નીરવ નાગરે ચોક્કસ ગણતરી અને સતત મોનિટરિંગ એ યુનિટ ઈકોનોમિક્સની સ્થાયી વૃદ્ધિ અને નાણાકીય મુશ્કેલીઓટાળવા માટે અત્યંત આવશ્યક હોવાનું જણાવ્યું.સેશન પછી ઇન્ટરએક્ટિવ પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાગલેનારોએ પોતાના પ્રશ્નો પૂછ્યા, વિચાર વિનિમયકર્યો અને વિવિધ ક્ષેત્રોમાં આવતી પડકારોની પરિસ્થિતિઓ સાથે પ્રાપ્ત જાણકારીને જોડીને સમજવાનો પ્રયાસ કર્યો.
કાર્યક્રમનું સમાપન યુથ કમિટીના કો-ચેરમેન શ્રી પ્રીત શાહ દ્વારા આભારવિધિ સાથે થયું, જેમાં વક્તા, આદરણીયમહાનુભાવઓ તથા તમામ ભાગલેનારાઓના યોગદાન માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #Profits #Growth #Control #GCCI #YouthCommittee #“ProfitsGrowth&Control #trending #ahmedaba



