- ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટીસ એ. વાય. કોગજેના માર્ગદર્શન હેઠળ વર્ષ 2025 ની છેલ્લી લોક અદાલત સંપન્ન
અમદાવાદ: 15 ડિસેમ્બર 2025:
ગુજરાત સહિત દેશભરમાં આજે ૨૦૨૫ના વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજયમાં પણ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક શ્રીમતી સુનિતા અગ્રવાલ તેમ જ જસ્ટિસ એ.વાય.કોગજેના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયમાં કોર્ટોમાં વિવિધ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવાની દાવા, મોટર અકસ્માત, ચેક રિટર્ન, લગ્નજીવનની તકરાર, વળતર સહિતના આશરે ૬,૦૨,૬૭૮ કેસો સમાધાન માટે મૂકાયા હતા, જે પૈકી ૫,૦૨,૨૮૭ કેસોનો સુખદ નિકાલ કરી આશરે રૃ.૧૩૭૯.૬૦ કરોડના એવોર્ડ કરવામાં આવ્યા હતા.

રાજયમાં આજે યોજાયેલી લોક અદાલતોમાં પ્રિ-લીટીગેશન કેસોમં રૃ.૧૧૪.૧૨ કરોડના એવોર્ડ થયા હતા. તો, ઇ-ચલણના કુલ ૫,૭૦, ૮૩૪ કેસો પૂર્ણ થયેથી તે પેટે રૃ.૪૨.૩૪ કરોડની રકમ વસૂલી શકાઇ હતી. આ સિવાય રાજયની અદાલતોમાં પેન્ડીંગ દાંપત્યજીવનને લગતી ૩૪૪૦ તકરારોનો પણ લોક અદાલતના માધ્યમથી નિકાલ કરાયો હતો. તો, દસ વર્ષ જૂના ૮૨૦થી વધુ કેસોમાં પણ સુખદ નીવેડો આવ્યો હતો.
દરમ્યાન ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં સમગ્ર રાજયમાં સૌથી વધુ કેસોનો નિકાલ સુરત કોર્ટમાં નોધાયો હતો જયારે ઘી કાંટા સ્થિત ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટ કેસોના નિકાલમાં બીજા ક્રમે આવી હતી. ઘી કાંટા ફોજદારી કોર્ટ ખાતે આજે અત્રેની કાનૂની સેવા સમિતિના ચેરમેન અને ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ એસ.જે.પંચાલ અને ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટના પૂર્ણકાલીન સચિવ કૈલાશ પાચોડે સહિતના આગેવાનોની હાજરીમાં યોજાયેલી લોક અદાલતમાં કુલ રૃ.૪.૯૬ અબજથી વધુ રકમના રૃ. ૧,૧૩,૮૩૩ કેસનો નિકાલ કરાયો હતો. ઘી કાંટા ચીફ જયુડીશયલ મેજિસ્ટ્રેટ કોર્ટો દ્વારા ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટના(ચેક રિટર્નના) કેસો, લગ્ન વિખવાદના તેમ જ ભરણપોષણ અંગેના કેસો સહિત કુલ ૧,૩૫,૨૫૩ કેસો પૈકી ૧,૧૩,૮૩૩ કેસોનો નિકાલ કરીને રૃ.૪.૯૬ અબજથી વધુની રકમના કેસોમાં સમાધાન થયા હતા. આજની લોક અદાલતમાં ૧.૮૧ લાખથી વધુ પક્ષકારોએ ભાગ લીધો હતો.
ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે, આજની લોક અદાલતમાં વિવિધ બેંકો, નાણાંકીય સંસ્થાઓ, ઇ-ચલણના કેસો માટે પ્રિ લીટીગેશન લોક અદાલતમાં કુલ ૧,૭૫,૧૯૨ ઇ ચલણ અને ે બેંકોના પ્રિ લીટીગેશન્સના ૫૮૮૫ કેસ મળી કુલ ૧,૮૧,૦૭૭ કેસોનો નિકાલ કરાયો હતો. તો, અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી અને ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટસ કાનૂની સેવા સમિતિના સહયોગથી ઘીકાંટા કોર્ટના ટ્રાયલ બેઝ ઇ ચલણ કેન્દ્ર ખાતે આજે ૨૫૩૧થી વધુ પક્ષકારોએ રૃબરૃ હાજર રહી ઇ ચલણની રકમ ભરપાઇ કરી વાહન સામેના પડતર ઇ ચલણ મેમોની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મેળવી હતી. આ સિવાય આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ શહેર ખાતે પડતર ૧૧,૦૩,૮૩૩ કેસો અને પ્રિ-લીટીગેશન્સના ૧૮,૦૧,૦૭૭ કેસો મળી કુલ ૨૯,૦૪,૯૧૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #NationalLokAdalat #LokAdalat #GujaratHighCourt #ChiefJusticeSunitaAgrawal #JusticeA.Y.Kogje #OrganizationofVariousLokAdalatsinCourtsinGujaratState #LastNationalLokAdalatof2025 #trending #ahmedaba



