- બે થી ત્રણ દિવસ ચાલેલી મતગણતરીના અંતે કારોબારી સભ્યોના નામો જાહેર
- હાઇકોર્ટ એડવોકેટ્સ એસો. અને ક્રિમીનલ કોર્ટસ બાર એસો.માં મહિલા વકીલોનું પ્રતિનિધિત્વ નોંધનીય રીતે વધ્યું, જેને લઇ મહિલા વકીલોમાં ખુશીની લાગણી
અમદાવાદ: 24 ડિસેમ્બર 2025:
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશન સહિત રાજયના ૨૮૨ વકીલમંડળોની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના પરિણામો જાહેર થયા બાદ આજે ત્રીજા દિવસે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશન અને રાજયના સૌથી મોટા અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનની કારોબારી કમીટીના સભ્યોના ચૂંટાયેલા નામો જાહેર થઇ ગયા છે. કારોબારી કમીટીના સભ્યોની મતગણતરી બે થી ત્રણ દિવસ સુધી ચાલી હતી.

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીશનની કારોબારી સમિતિના ૧૫ સભ્યોના નામો અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટ એડવોકેટસ એસોસીએશનની કારોબારી સમિતિના પંદર સભ્યોમાં પ્રથમ ક્રમાંકે દવે નીલ ભાવેશભાઇ ૧૦૯૫ મતોથી, બીજા નંબરે દેવ સંજયભાઇ કેલ્લા ૮૮૨ મતો સાથે, કિજલ રસિકભાઇ પટેલ ૮૩૫ સાથે, ગાયત્રી પ્રવીણકુમાર વ્યાસ, આદિત્ય આશિષકુમાર આસ્થાવાદી, કેતન ઇન્દ્રવદન આચાર્ય, ચાંદની શૈલેષભાઇ જોષી, ત્રિશલા બીરેન શેઠ, ચિરાગ એ.પ્રજાપતિ, દિપશીખા પ્રહલાદ મિશ્રા, વિજયરાજસિંહ અનિરૃધ્ધસિંહ ઝાલા, કૌશલ નરેનકુમાર દવે, પ્રમોદકુમાર ગેહલોત, રજની જીતેન્દ્ર ભાર્ગવ અને વિરાજ હરગોવિંદભાઇ દેસાઇ એમ કુલ ૧૫ સભ્યો ચૂંટાઇ આવ્યા છે.

દરમ્યાન રાજયના સૌથી મોટા એવા ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનની કારોબારી સમિતિના ૧૪ સભ્યોની મતગણતરીના અંતે સૌપ્રથમવાર છ મહિલા ઉમેદવારો ચૂંટાઇ આવ્યા છે. જેમાં પ્રથમ ક્રમાંકે નેહા કે. પટેલ, બીજા નંબરે વૈશાખી વી. આચાર્ય, જાસ્મીન એચ.પરમાર, મીના એ.જગતાપ, શીતલબેન આર.પટેલ, જયશ્રી બી.શર્મા સહિત કુલ ૧૪ સભ્યો ચૂંટાઇ આવ્યા હતા. જેમાં જયકુમાર આર.રામી, જીતેન્દ્રકુમાર જે.દવે, ઇશાન એમ. રાવલ,સંજયકુમાર જે.મકવાણા, ઝફરખાન એસ.પઠાણ, હરદીપ એચ.શર્મા અને અસલમ એમ.સૈયદ પણ કારોબારી કમીટીના સભ્યો તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

બેથી ત્રણ દિવસ ચાલેલી મતગણતરીના અંતે હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશન અને ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના સભ્યોના સત્તાવાર નામો જાહેર થતાં તમામ ઉમેદવારોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી.

દેવ કેલ્લા
ઉલ્લેખનીય છે કે, કારોબારી સભ્યોની મતગણતરીમાં એટલા માટે વાર લાગતી હોય છે કારણ કે, ૧૪ કે ૧૫ સભ્યો હોય તો એક વકીલે ૧૪-૧૫ મતો આપવાના હોય છે, તે હિસાબે મતોની સંખ્યા ઘણી વધી જાય છે અને તેથી બેલેટ પેપરની ગણતરીમાં અને કન્ફર્મેશન કરવામાં ઘણો સમય લાગી જતો હોય છે, તેથી દર વર્ષ ેકારોબારી સભ્યોનું પરિણામ મોડુ આવતું હોય છે.

ગુજરાત બાર કાઉન્સિલ ની ફાઇનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લા
ઉલ્લેખનીય છે કે, આ વખતે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશન અને અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનમાં મહિલા વકીલોનું પ્રતિનિધિત્વ નોંધનીય રીતે વધ્યું છે, જેને લઇ મહિલા વકીલોમાં ખુશીની લાગણી ફેલાયેલી જોવા મળી હતી. દરમ્યાન ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ યતીન ઓઝાએ નવા ચૂંટાયેલા તમામ કારોબારી સભ્યોને શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #MembersofthebusinessmeetingoftheHighCourtandCriminalCourtsBarAssociationelected #BarAssociationBusinessMeeting #HighCourt #CriminalCourts #GujaratHighCourtAdvocatesAssociation #LawyersAssociation #trending #ahmedaba



