- રાજયના વિવિધ વકીલમંડળો, વકીલ આગેવાનો, ટાઇપીસ્ટો-સ્ટેનોગ્રાફર્સ તરફથી મળેલી રજૂઆતને પગલે બાર કાઉન્સીલ દ્વારા ચીફ જસ્ટિસને રજૂઆત કરાઇ
- ખાસ કરીને ગુજરાતી ફોન્ટસને લઇ બધામાં દ્વિધાભરી પરિસ્થિતિ, તેથી જૂના ફોન્ટ ચાલુ રાખવા દેવા અને નવા ફોર્મેટની સમજ કેળવાય ત્યાં સુધીનો સમય આપવા માંગ
અમદાવાદ: 31 ડિસેમ્બર 2025:
તા.૧ લી જાન્યુઆરી, ૨૦૨૬થી રાજયની તમામ જિલ્લા અદાલતો-કોર્ટોમાં તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવીટ, એપ્લીકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે એ-૪ સાઇઝના પેપર પર જ દાખલ કરવાના નિર્ણયનો અમલ કરવાનો છે ત્યારે રાજયભરના વકીલોમાં, ટાઇપીસ્ટો, સ્ટેનોગ્રાફર અને પક્ષકારોમાં ખાસ કરીને ગુજરાતી ફોન્ટ સહિતના મુદ્દે દ્વિધાભરી પરિસ્થિતિ ઉભી થઇ છે અને તેથી વિવિધ વકીલમંડળોથી તરફથી મળેલી રજૂઆતને ધ્યાનમાં લઇ ગુજરાત બાર કાઉન્સીલ તરફથી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને આ મામલે રજૂઆત કરી વકીલો, ટાઇપીસ્ટો, સ્ટેનોગ્રાફર, પક્ષકારોને નવા ગુજરાતી ફોન્ટ અને સમગ્ર પ્રક્રિયાથી થોડા વાકેફ થવા દેવા સમય આપવા અને ત્યાં સુધી સંબંધિત ફોન્ટ અને ફોર્મેટની અમલવારી મોકૂફ રાખવા માંગણી કરી છે.

આ સમગ્ર મામલે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલ અને ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં જ એક પરિપત્ર જારી કરી રાજયની તમામ જિલ્લા અદાલતો – કોર્ટોમાં તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવીટ, એપ્લીકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે એ- ૪ સાઇઝના પેપર પર જ અને ચોક્કસ પ્રકારના ગુજરાતી ફોન્ટ( માત્ર યુનિકોડ જ ) અને ઇંગ્લીશ ફોન્ટ (ટીએનઆર- ટાઇમ્સ ન્યુ રોમન) અને ચોક્કસ સ્પેસ લાઇનીગ અને માર્જિન સહિતની બાબતોને લઇ નવા નિયમો તા.૧-૧-૨૦૨૬થી અમલી બનાવવાની કડક તાકીદ કરી છે પરંતુ બીજીબાજુ, રાજયના વકીલો, ટાઇપીસ્ટો, સ્ટેનોગ્રાફર્સ અને પક્ષકારોમાં ગુજરાતી અને ઇંગ્લીશ ફોન્ટ સહિતના નિયમોને લઇ એટલી પરિચિતતા નહી હોવાથી દ્વિધાભરી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.

ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલ અને ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં ઉમેર્યું હતું કે,આ સંજોગોમાં ગુજરાત બાર કાઉન્સીલ તરફથી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને રજૂઆત કરવામાં આવી છે કે, ગુજરાતી ફોન્ટ સહિતની બાબતોને લઇ નવા નિયમો અંગેની સમજ અને પરિચય કેળવતા વકીલો, ટાઇપીસ્ટો, સ્ટેનોગ્રાફર્સ અને પક્ષકારોને થોડો સમય લાગે તેમ છે. વળી, અત્યાર સુધી તેઓ હરેક્રિષ્ના, વરૃણ, તારા, સુમેલ, શ્રુતિ જેવા ગુજરાતી ફોન્ટ્સનો જ ઉપયોગ કરતા આવ્યા છે તેથી નવા નિયમોની જાણકારી અને ઉપયોગ કરવા માટે તેઓને પૂરતો સમય આપવો પડે તેમ છે અને તેથી ત્યાં સુથી હાલ પૂરતી પરિપત્રને લઇ નવી અમલવારી મોકૂફ રાખવામાં આવે અને ત્યાં સુધી વકીલો, ટાઇપીસ્ટો, સ્ટેનોગ્રાફર્સ અને પક્ષકારોને તેમના જૂના ઉપયોગ મુજબના ફોન્ટ ચાલુ રાખવા દેવાની મંજૂરી આપવામાં આવે. કારણ કે, નવી પ્રથાની અમલવારી થોડો સમય માંગી લે તેવી પ્રક્રિયા છે અને તેથી રાજયના વિવિધ વકીલમંડળો અને ટાઇપીસ્ટો-સ્ટેનોગ્રાફર્સની મળેલી રજૂઆતને પગલે વ્યાપક હિતમાં હાલ પૂરતી નવા નિયમોની અમલવારી મોકૂફ રાખવા વિનંતી કરવામાં આવે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #Lawyers #LawyerLeader #Typist-Stenographers #BarCouncil #GujaratBarCouncildemandsMomentofimplementationofnewformatinalldistrictcourtsofthestate #ChiefJustice #Petition #Appeal, Affidavit, Application, Order #Judgement #A-4sizepaperdecision #trending #ahmedaba



