પથિક લીંબાચિયા, અમદાવાદ:
11 ડિસેમ્બર 2025:
ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગુરુવાર, તારીખ ૧૧મી ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ દરમિયાન GCCI ના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

અવસર પર સંબોધન કરતાં માનનીય ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પ્રદેશના ચેમ્બર અને વેપાર સંસ્થાઓને ઉદ્યોગના પડકારોનું અસરકારક નિવારણ કરવામાં GCCI દ્વારા આપવામાં આવતા સતત સહયોગ અને માર્ગદર્શનની પ્રશંસા કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવા રચનાત્મક સંવાદ અને સુમેળ ઉદ્યોગ સંબંધિત મુદ્દાઓના ઝડપી નિરાકરણ અને વૃદ્ધિ પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે કંપનીઓને આપવામાં આવી રહેલી રાહત અને ક્લિયરન્સ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કરવામાં આવતાં સતત પ્રયત્નોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે આ પણ ખાતરી આપી કે આવા ઉદ્યોગ પરિચયોનું નિયમિત આયોજન કરવામાં આવશે જેથી મુદ્દાઓનું અસરકારક મોનીટરીંગ અને નિરાકરણ સુનિશ્ચિત થઈ શકે.

GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું તેમજ ચેમ્બર વતી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ રાજ્યના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતના સતત ઔદ્યોગિક વિકાસ બાબતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ માનનીય નાયબ મુખ્યમંત્રીને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ગુજરાત રાજ્યની થયેલ પસંદગી માટે અભિનંદન આપ્યા હતા તેમજ વર્ષ 2047 માં વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની વિઝન પ્રત્યે GCCI ની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેઓએ GCCI ના વિવિધ આગામી મહત્વાકાંક્ષી કાર્યક્રમ વિષે માહિતી આપી હતી જેમાં GATE 2026, GREENS 2026, ગ્રેઝર ફેસ્ટ એક્સ્પો અને ફાર્મ ટુ ફેશન એક્સ્પોનો સમાવેશ થાય છે. તેઓએ GCCI દ્વારા યુનિવર્સલ લીગલ એડવાઇઝરી સર્વિસીસ અને ગાંધી લો એસોસિએટ્સ સાથે તાજેતરમાં કરવામાં આવેલ MoU તેમજ GCCI માટે આગામી 25 વર્ષનો રોડ મેપ સુનિશ્ચિત કરવા નોલેજ પાર્ટનર તરીકે ડેલોઇટની નિમણૂકની વાત પણ કરી હતી. તેઓએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફ્રાન્સિસ માં GCCI ના સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી તેમજ આગામી કાર્યક્રમો જેવા કે “રન ફોર અસ” અને ગોલ્ફ ટૂર્નામેન્ટ વગેરેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો થકી સભ્યો વચ્ચે તાદાત્મ્ય મજબૂત બનશે તેમજ રાજ્યના આર્થિક તેમજ ઔદ્યોગિક વિકાસમાં તેઓનો ફાળો ઘનિષ્ઠ બનશે. તેઓએ વેપાર અને ઉદ્યોગ વિષયક વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સરકારશ્રી ના હકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમમાં હાજર રહેલા વરિષ્ઠ બ્યુરોક્રેટ્સમાં મિસ મમતા વર્મા, આઈ.એ.એસ., પ્રિન્સિપલ સેક્રેટરી, ઉદ્યોગ અને ખાણ વિભાગ; શ્રી પી. સ્વરૂપ, ઉદ્યોગ કમિશ્નર; તથા મિસ પ્રવીણા ડી.કે., આઈ.એ.એસ., માનનીય ઉપાધ્યક્ષા અને મુખ્ય કાર્યકારી અધિકારી, GIDC નો સમાવેશ થતો હતો.
નાયબ મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત પ્રસંગે વિવિધ B2G (બિઝનેસ-ટુ-ગવર્નમેન્ટ) વાર્તાલાપનું આયોજન પણ થયું હતું જેમાં GIDC, ટેક્સટાઇલ, ઉર્જા અને વીજળી, પર્યાવરણ, શ્રમ અને રોજગાર, ઔદ્યોગિક ક્ષેત્રો, GST, IT અને ITeS અને MSME વિકાસ જેવા વિવિધ ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા હતા તેમજ વરિષ્ઠ સરકારી અધિકારીશ્રીઓ સાથે ઘનિષ્ઠ વાર્તાલાપ થયેલ. સરકારે રજૂ કરાયેલા તમામ મુદ્દાઓને સકારાત્મક રીતે સ્વીકાર્યા અને તેમનું રચનાત્મક નિરાકરણ કર્યું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #GujaratChamberofCommerce&Industry #gcci #VisitofHon’bleDy.ChiefMinister&IndustryMinisterofGujaratHarshbhaiSanghavi



