વિદ્યાર્થીઓને GLS યુનિવર્સિટીના 1,000+ ઈન્ડસ્ટ્રીઝ કનેક્શનના વ્યાપક નેટવર્કનો પણ લાભ મળશે, જે તેમને એનિમેશન, VFX અને ગેમિંગમાં ટોચની કંપનીઓ સાથે ઇન્ટર્નશીપ, રિયલ-વર્લ્ડ પ્રોજેક્ટ્સ અને રોજગારની તકોની ઉત્તમ ઍક્સેસ પ્રદાન કરશે
પથિક લીંબાચિયા, અમદાવાદ:
09 ડિસેમ્બર 2025:
GLS યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયાની SAE ઇન્સ્ટિટ્યૂટના સહયોગ સાથે તેનો ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) પ્રોગ્રામ લોંચ કર્યો છે. આ લોન્ચીંગ, એ ભારતમાં ક્રિએટીવ મીડિયા એજ્યુકેશન માટે એક સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ક્ષણ છે. આ ઈનોવેટીવ ચાર વર્ષનો અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ, એ દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોગ્રામ છે, જે એનિમેશન, VFX અને ગેમ ડેવલપમેન્ટમાં વૈશ્વિક સ્તરની બેન્ચમાર્ક વિશેષતાઓ પ્રદાન કરે છે.

ગુજરાત લો સોસાયટી (GLS) દ્વારા 1927 માં સ્થાપિત GLS યુનિવર્સિટી, એ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં સામેલ છે. તે ભારતની એકમાત્ર સંસ્થા છે, જે SAE ઈન્સ્ટીટ્યુટના આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ અને પ્રમાણપત્ર પ્રદાન કરવા માટે અધિકૃત છે. આ સહયોગ, SAE ઈન્સ્ટીટ્યુટનો ભારતમાં ઔપચારિક પ્રવેશ દર્શાવે છે, જે દેશની ઝડપથી વિકસતી ક્રિએટીવ ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા માટેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
SAE ઇન્સ્ટિટ્યૂટ, નેવિટાસ ગ્રુપના કરિયર અને ઇન્ડસ્ટ્રી ડિવિઝનનો એક ભાગ છે. તે 50 વર્ષથી ક્રિએટીવ મીડિયા અને ટેકનોલોજી શિક્ષણમાં વૈશ્વિક સ્તરે અગ્રણી છે તેમજ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ખાનગી શિક્ષક પ્રદાતા અને શિક્ષણ ક્ષેત્રે ગ્લોબલ લીડર છે. આ ઈન્સ્ટીટ્યુટ, 20 દેશોમાં 47 કેમ્પસ સાથે એનિમેશન, ઓડિયો, કમ્પ્યુટર સાયન્સ, ડિઝાઇન, ફિલ્મ, ગેમ્સ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, સંગીત અને VFX તેમજ વર્ચ્યુઅલ પ્રોડક્શનમાં વિશ્વ-સ્તરીય, પ્રોજેક્ટ-આધારિત શિક્ષણ પ્રદાન કરે છે.

GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાની ગરીમામયી ઉપસ્થિતિમાં ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) પ્રોગ્રામના લોન્ચ માટેનો ઔપચારિક હસ્તાક્ષર સમારોહ સોમવારે યોજાયો હતો. આ પ્રસંગે, નેવિટાસના એજ્યુકેશન પાર્ટનરશીપ, કેરિયર એન્ડ ઇન્ડસ્ટ્રી ડિવિઝનના વડા જેના શિલર અને દક્ષિણ એશિયા માટે માર્કેટિંગ અને રિક્રુટમેંટના જનરલ મેનેજર, સ્ટીવ હિર્ડ તેમજ નેવિટાસના અન્ય સીનિયર ઓફિસર સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર રહ્યા હતા.
ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) પ્રોગ્રામનો ઉદ્દેશ્ય, GLS યુનિવર્સિટીની શૈક્ષણિક કુશળતાને SAE ઈન્સ્ટીટ્યૂટની પાંચ દાયકાની વિશ્વ-સ્તરીય, પ્રેક્ટિસ-આધારિત તાલીમ સાથે જોડીને ઇન્ડસ્ટ્રી-રેડી ગ્રેજ્યુએટ તૈયાર કરવાનો છે. આ અભ્યાસક્રમ, પ્રોજેક્ટ-આધારિત માળખા દ્વારા હૈન્ડ્ઝ-ઓન-લર્નિંગ પર ભાર મૂકે છે, જે વિદ્યાર્થીઓને સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સ્ટુડિયો અને અગ્રણી ગ્લોબલ ક્રિએટીવ સ્ટુડિયો દ્વારા અપનાવવામાં આવેલા ટુલ્સનો ઉપયોગ કરીને પહેલા દિવસથી જ વ્યવહારુ કુશળતા વિકસાવવાની ખાતરી આપે છે.
આ પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ ઇમર્શન અને એક્સચેંજની તકો પણ પ્રદાન કરે છે, જેનાથી વિદ્યાર્થીઓને વેલ્યુએબલ ગ્લોબલ પર્સપેક્ટિવ મળે છે, જે આજના મોર્ડન ક્રિએટીવ અને ટેકનોલોજી-આધારિત ક્ષેત્રોમાં સફળતા માટે જરૂરી છે. ગ્રેજ્યુએટ્સને SAE ઇન્સ્ટિટ્યૂટ ક્વોલિફિકેશન મળશે, જે GLS યુનિવર્સિટી દ્વારા બી. ડિઝાઇન (ઓનર્સ) તરીકે માન્યતા પ્રાપ્ત છે. આ એક આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર છે, જે વૈશ્વિક રોજગારક્ષમતા અને કરિયર મોબિલિટી વધારે છે.
આ પ્રસંગે, GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટીએ જણાવ્યું હતું કે, “પ્રતિષ્ઠિત SAE ઇન્સ્ટીટ્યૂટ સાથેની આ ભાગીદારી, GLS યુનિવર્સિટી અને ભારતની શિક્ષણ પ્રણાલી માટે એક માઇલસ્ટોન છે. અમે અમારા વિદ્યાર્થીઓને વિશ્વ-સ્તરીય શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છીએ, જે તેમને ગ્લોબલ ક્રિએટીવ ઇકોનોમીમાં લીડર અને ઇનોવેટર બનવા માટે તૈયાર કરે છે.”
GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાએ જણાવ્યું હતું કે, “ભારતમાં એક્સક્લુઝીવ ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) પ્રોગ્રામ શરૂ કરવા માટે SAE ઓસ્ટ્રેલિયા સાથે ભાગીદારી કરવાનો અમને ખુબજ ગર્વ છે. આ સહયોગ, વિદ્યાર્થીઓને એનિમેશન, VFX અને ગેમ ડેવલપમેન્ટમાં વિશ્વકક્ષાનું શિક્ષણ આપીને ભારતની ઝડપથી વિકસતી ક્રિએટીવ ઈન્ડસ્ટ્રીઝમાં રહેલા અંતરને દૂર કરે છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય, ભારતીય સર્જકોની આગામી પેઢીને માત્ર વૈશ્વિક બજારમાં સફળ થવા માટે જ નહીં, પરંતુ તેમને ક્રિએટીવ મીડિયાના ભવિષ્યને આકાર આપવા માટે નેતૃત્વ કરવા માટે સશક્ત બનાવવાનો પણ છે.”
નેવિટાસના એજ્યુકેશન પાર્ટનરશિપ, કરિયર અને ઇન્ડસ્ટ્રી ડિવિઝનના વડા જેના શિલરે જણાવ્યું હતું કે, “અમે ભારતમાં અમારી હાજરી સ્થાપિત કરવા માટે GLS યુનિવર્સિટી સાથે ભાગીદારી કરીને પ્રસન્ન છીએ. આ સહયોગ સુનિશ્ચિત કરે છે કે, ભારતીય ક્રિએટર્સ(સર્જકો) આગામી પેઢીને ટેકનિકલ અને ક્રિએટીવ એજ્યુકેશનનું ઉચ્ચતમ ધોરણ મળે, જેનોથી તેઓ ક્રિએટીવ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોના સફળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વૈશ્વિક સમુદાયમાં જોડાવા માટે તૈયાર થઇ શકે.”
GLS યુનિવર્સિટી ભારતની એકમાત્ર સંસ્થા છે, જે SAE ઇન્સ્ટીટ્યૂટના એનિમેશન, VFX અને ગેમ ડેવલપમેન્ટમાં વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ અને શૈક્ષણિક વાતાવરણ પ્રદાન કરે છે.
વિદ્યાર્થીઓને GLS યુનિવર્સિટીના 1,000 થી વધુ ઇન્ડસ્ટ્રી કનેક્શનના વ્યાપક નેટવર્કનો પણ લાભ મળશે. જે તેમને એનિમેશન, VFX અને ગેમિંગમાં ટોચની કંપનીઓ સાથે ઇન્ટર્નશીપ, રિયલ-વર્લ્ડ પ્રોજેક્ટ્સ અને રોજગારની તકોની ઉત્તમ ઍક્સેસ પ્રદાન કરશે. આ ઉપરાંત, તેઓ SAE સમુદાયનો ભાગ બનશે, ક્રિએટીવ મીડિયા વ્યાવસાયિકો અને ઉદ્યોગ નિષ્ણાતોના વિશ્વવ્યાપી નેટવર્ક સુધી પણ પહોંચ મેળવશે.
SAE ઇન્સ્ટીટ્યૂટ સાથેના સહયોગ દ્વારા, GLS યુનિવર્સિટી ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની તેની લાંબા સમયથી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આની સાથે જ, તે ભારતના ક્રિએટીવ મીડિયા અને ટેકનોલોજી સેક્ટરમાં ઉચ્ચ શિક્ષણ માટે એક નવો બેંચમાર્ક સ્થાપિત કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #ahmedaba #GLSuniversity #gsl #SAEinstitute #sae #Animation #VFX #GameDeveloment #India’sFirstGlobalB #DesignProgram #GLS #AustraliaSAEInstitute #CreativeMediaEducation #InnovativeFourYearUndergraduateProgram #Animation #vfx #Game #SAEInstitute #VitasGroup #CreativeMedia #TechnologyEducation #Australia #Animation #Audio #ComputerScience #Design #Film #Games #InformationTechnology #Music #VirtualProduction #SudhirNanavathi #FilmStarSaramanJoshi #NavitasEducation #CareersandIndustryDivision #JennaShiller #SouthAsia #Marketing #Recruitment #SteveHird #Navitas



