પથિક લીંબાચિયા, અમદાવાદ:
03 ડિસેમ્બર 2025:
GCCI–NRG સેન્ટર, અમદાવાદ દ્વારા ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતી ફાઉન્ડેશન (ગાંધીનગર) ના સહયોગથી “Planning for Study in the USA – Myth vs Reality” વિષય માહિતગાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 3જી ડિસેમ્બર 2025 ના રોજ એલ.જે. યુનિવર્સિટી, અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓ માટે યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત સુશ્રી વિતસ્તા કૌલ વ્યાસ, NRG કમિટીના ચેરપર્સન દ્વારા સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી અને ત્યાર બાદ મુખ્ય સેમિનાર સત્ર યોજાયો.

સેમિનારના મુખ્ય વક્તા અજમેરા લૉ ગ્રુપ, એડવોકેટ પ્રશાંત અજમેરા હતા, જેમાં તેમણે USAમાં ઉચ્ચ અભ્યાસ સંબંધિત ખોટી ધારણાઓ અને વાસ્તવિકતાઓ વિશે વિસ્તૃત અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે અમેરિકાના યુનિવર્સિટીઓ, પ્રવેશ પ્રક્રિયા, વિઝા આવશ્યકતાઓ, નાણાકીય આયોજન, સ્કોલરશિપ અને ગ્રેજ્યુએશન પછીના કારકિર્દી વિકલ્પો અંગે સ્પષ્ટ માહિતી આપી હતી.
ઉપરાંત, તેમણે વિદ્યાર્થીઓને યોગ્ય કોર્સ અને સંસ્થા કેવી રીતે પસંદ કરવી, કાનૂની અને ઇમિગ્રેશન સંબંધિત બાબતો સમજવી, ખોટી માહિતીથી કેવી રીતે બચવું અને સફળ શૈક્ષણિક પ્રવાસ માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ માહિતગાર સત્ર દ્વારા વિદ્યાર્થીઓને USAમાં ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી, સ્પષ્ટ અને અનુભવી આધારિત જ્ઞાન મેળવ્યું હતું.

વિદેશમાં અભ્યાસ માટેની પ્રક્રિયા તથા જરૂરીયાતો અંગે વધુ સ્પષ્ટતા મળે તે માટે એક વિશેષ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જે વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થયું હતું.

શ્રી અભિજીત ગથરાજ, કો-ચેરમેન, NRG કમિટી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #GCCI–NRGCentre #PlanningforStudyintheUSA–MythvsReality #trending #GujaratStateNon-ResidentGujaratisFoundation #L.J.University #gcci #ahmedaba



