પથિક લીંબાચિયા, અમદાવાદ:
10 ડિસેમ્બર 2025:
કાર્યક્રમની શરૂઆત GCCI–NRG કમિટી અધ્યક્ષા શ્રીમતી વિતસ્તા કૌલ વ્યાસ દ્વારા આપવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગત સંબોધન અને મહેમાન પરિચયથી થઈ. તેમણે તમામ ઉપસ્થિત સભ્યોનું સ્વાગત કર્યું અને NRG સમુદાયને જ્ઞાનપ્રદ સત્રો અને અર્થપૂર્ણ પહેલો દ્વારા સતત સહાય પૂરી પાડવા GCCIની પ્રતિબદ્ધતા દર્શાવી. તેમણે NRGs માટે સુવ્યવસ્થિત નાણાકીય આયોજનના મહત્ત્વ પર પ્રકાશ નાખ્યો તેમજ GCCI–NRG સેન્ટર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓનો પરિચય કરાવ્યો. ઉપરાંત, તેમણે આમંત્રિત નિષ્ણાત વક્તાઓની લાયકાતો, અનુભવો અને તેમના ક્ષેત્રમાં આપેલા યોગદાનની માહિતી આપી.

શ્રી અભિજીત ગથરાજ, કો-ચેરમેન, NRG કમિટી – GCCI દ્વારા ફાઉન્ડેશનની વિવિધ પહેલો, રાજ્ય સરકારની NRG માટેની યોજનાઓ અને તેમને ઉપલબ્ધ આધાર-સેવાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી. તેમણે ગુજરાત અને વૈશ્વિક NRG સમુદાય વચ્ચેના સંબંધોને વધુ મજબૂત માટે ફાઉન્ડેશનના સતત પ્રયાસોની ચર્ચા કરી.

સેમિનારના વક્તા એડવોકેટ જીગર મુકેશભાઈ પટેલ, Managing Director – International Tax & Investment Consultants, એ NRI ટેક્સ પ્લાનિંગ અને ડબલ ટેક્શન અવોઇડન્સ વિશે સરળ અને સ્પષ્ટ સમજણ આપી. તેમણે વિદેશી રોકાણોની કાનૂની પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજીકરણ અને વૈશ્વિક કમ્પ્લાયન્સની મહત્વપૂર્ણ બાબતો સમજાવી. NRI પરિવારોને આવનારા સામાન્ય ટેક્સ, વારસાગત મુદ્દા તથા રિપોર્ટિંગ સંબંધિત મુશ્કેલીઓના વાસ્તવિક ઉદાહરણો રજૂ કર્યા. તેમણે કાનૂની જોખમોથી બચવા યોગ્ય રચનાબદ્ધ આયોજન પર ભાર મુક્યો. તેમના માર્ગદર્શનથી ઉપસ્થિતોને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા અંગે સ્પષ્ટ દિશા મળી.

સેમિનારના વક્તા CA. રિંકેશ શાહ, NRI Advisor & VC – ICAI Ahmedabad, એ NRI માટે પ્રોપર્ટી મેનેજમેન્ટ, ફંડ રિપેટ્રિએશન અને ભારતીય-આંતરરાષ્ટ્રીય કર નીતિઓના સમન્વય અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. તેમણે NRI દ્વારા થતી સામાન્ય ભૂલો અને તેના નાણાકીય પરિણામોને સરળ ભાષામાં સમજાવ્યા. યોગ્ય રોકાણ માળખું, ટેક્સ-સેવિંગ સ્ટ્રેટેજી અને નિવૃત્તિ આયોજન દ્વારા લાંબા ગાળે નાણાકીય સુરક્ષા કેવી રીતે મેળવી શકાય તે તેમણે સ્પષ્ટ કર્યું. વાસ્તવિક પરિસ્થિતિને વાસ્તવિક ઉદાહરણ દ્વારા તેમણે સમજાવ્યું કે, યોગ્ય દિશામાં લીધેલા નાના નિર્ણયો પણ ભવિષ્ય માટે મોટો ફાયદો આપી શકે છે. તેમનું વક્તવ્ય વ્યાવહારિક અને માહિતીસભર રહ્યું.

અંતમાં શ્રી અવધેશ શ્રીવાસ્તવ, Circle Head – NRI Business, IDFC Bank, એ બેંકિંગ સુવિધાઓ, NRI/NRE/NRO અકાઉન્ટ્સનું મેનેજમેન્ટ, રેમિટન્સ સોલ્યુશન્સ અને બેંકોની સુરક્ષા પ્રક્રિયાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે, સુચારુ બેંકિંગ અને પારદર્શક ટ્રાન્ઝેક્શન નાણાકીય સુરક્ષાનો આધારસ્તંભ છે.

પ્રશ્નોત્તરી દરમિયાન ઉપસ્થિતોએ NRG/NRI નાણાકીય પાલન સંબંધિત મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા, જેમાં ભેટ આપવાની અને સ્વીકારવાની કાનૂની પ્રક્રિયા, ભારતમાં તથા વિદેશમાં જાળવાતા સેવિંગ્સ અકાઉન્ટસ અંગેના નિયમો, બંને દેશોમાં લાગુ પડતાં ટેક્સ પ્રાવધાનો તેમજ NRG સમુદાયને થતા અન્ય પ્રાયોગિક પ્રશ્નોનો સમાવેશ થયો.

#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #gcci #GCCI-NRGCentre #GujaratStateNon-ResidentGujaratis’Foundation #IDFCbank #PathtoProsperity #SmartFinancialPlanningforNRG/NRI #ca #GCCI–NRG #TheirFamilyMembers #Gandhinagar #trending #ahmedaba



