- ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ દેવ સંજય કેલ્લાએ રાજયના ગૃહ પ્રધાન, ડીજીપી, અને જેલ સત્તાધીશોને ઉગ્ર રજૂઆત કર
- જેલોમાં કેદીઓને મળવા જતાં વકીલો માટે બેઠક વ્યવસ્થા, પીવાના શુધ્ધ પાણી, શૌચાલય સહિતની આવશ્યક સેવાઓનો સદંતર અભાવને લઇ વકીલોને પડતી હાલાકી મામલે રજૂઆત
અમદાવાદ: 09 ડિસેમ્બર 2025:
રાજયની સેન્ટ્રલ, જિલ્લા, અને સબ-જેલોમાં કેદીઓને મળવા જતા એડવોકેટો માટે યોગ્ય અને સન્માનીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ દેવ સંજય કેલ્લા દ્વારા આજે રાજયના રાજયના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, ડાયરેક્ટર જનરલ ઓફ્ પોલીસ અને જેલ વિભાગ, ગુજરાતના સત્તાધીશો સમક્ષ વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. રાજયના ગૃહ પ્રધાન સહિતના સત્તાધીશોએ આ સમસ્યાના નિવારણ હેતુ યોગ્ય ઉકેલ લાવવાની હૈયાધારણ આપી હતી.

એડવોકેટ દેવ કેલ્લા તરફથી રાજયના ગૃહ પ્રધાન, ડીજીપી સહિતના સત્તાધીશોને કરાયેલી રજૂઆતમાં મુખ્ય મુદ્દા એ રજૂ કર્યા હતા કે, રાજયની સેન્ટ્રલ જેલ કે સબ જેલોમાં કેદીઓને મળવા જયારે વકીલો મુલાકાતે આવતા હોય છે ત્યારે તેમને બહુ મુશ્કેલીઓ પડતી હોય છે. ઘણીવાર વકીલો સાથે ખરાબ વ્યવહાર થતો હોય છે અને કેદીઓની સાથે તેમની સમસ્યા કે પ્રશ્નો સરખી રીતે જાણવા પણ દેવાતા નથી. કોર્ટના હુકમથી જેલમાં રહેતા કેદીઓના બંધારણીય હક્કોની રક્ષા કરવી એ વકીલોની બહુ અગત્યની જવાબદારી છે. કેસની કાર્યવાહી ઝડપી બને અને અંડરટ્રાયલ કેદીઓને સમયસર ન્યાય મળે તે માટે વકીલોએ જેલમાં કેદીઓ(આરોપીઓ) પાસેથી કેસ સંબંધિત જરૃરી અને વિગતવાર માહિતી મેળવવી ખૂબ અનિવાર્ય છે. જો કે, હાલની પ્રથા મુજબ, વકીલોને મુલાકાતની અરજી આપવા માટે અંદાજે બે કલાક પહેલા જવું પડે છે અને ત્યારબાદ કેદીઓને મુલાકાત માટે ઘણી રાહ જોવી પડે છે, જેના કારણે વકીલોનો કોર્ટમા ંજવાનો કે અન્ય કાયદાકીય કાર્યવાહી માટેનો કિંમતી સમય વેડફાઇ જાય છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, એડવોકેટ અને કેદીની મુલાકાત માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન પોર્ટલ નેશનલ પ્રિઝન પોર્ટલ પણ શરૃ કર્યુ છે. પરંતુ તે પણ ઘણીવાર ચાલતુ નહી હોવાની ફરિયાદ ઉઠતી હોય છે, ગુજરાત સરકાર દ્વારા વકીલોની જેલમાં કેદીઓ સાથે મુલાકાત માટે એક નવા ઓનલાઇન પોર્ટલની શરૃઆત કરવામાં આવે તે સમયની માંગ છે, તેના કારણે જેલમાં ભીડ ઓછી થશે, વહીવટી બોજ ઘટશે અને વકીલો તેમ કેદીઓ માટે પણ સમગ્ર પ્રક્રિયા સરળ બનશે.આ સિવાય રાજયની જિલ્લા અને સબ જેલોમાં વકીલો માટે કોઇ ચોક્કસ બેઠક વ્યવસ્થા કે સુવિધા પણ ઉપલબ્ધ નથી. જેના કારણે મુલાકાતી વકીલોને જેલમાં કેદીઓને મળવા જાય ત્યારે લાંબા સમય સુધી ઉભા રહેવું પડે છે., તેથી તમામ જેલ સંકુલમાં વકીલો માટે પણ યોગ્ય બેઠક વ્યવસ્થા ફાળવાય તે જરૃરી છે.
તદુપરાંત, જેલોમાં વકીલો માટે પીવાના પાણી અને શોૈચાલયની સુવિધાનો પણ અભાવ પ્રવર્તી રહ્યો છે., તેથી આ સુવિધા પણ તાકીદે પૂરી પડાવી જોઇએ. તો, રાજયની ઘણી જેલોમાં ઝેરોક્ષ અને કોમ્પ્યુટર જેવી આવશ્યક સુવિધાઓનો પણ અભાવ છે, તેથી ઘણાવીર વકીલોને જરૃરી દસ્તાવેજો, સોગંદનામાં કે અરજી રજૂ કરવામાં કે કોપી કાઢવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સંજોોગમાં ઉપરોકત તમામ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે તે જરૃરી છે તેવી માંગ પણ એડવોકેટ દેવ કેલ્લાએ ઉપરોકત સત્તાધીશોએ સમક્ષ કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #Demandtocreateproperfacilitiesforlawyersvisitingprisonersinstatejails #GujaratHighCourt #HomeMinister #Jail #Prisoner #StateCentral #District #Sub-Jail #Prisoner #Police #JailDepartment #ahmedaba



