પથિક લીંબાચિયા, અમદાવાદ:
13 નવેમ્બર 2025:
GCCI દ્વારા ગુરુવાર, તારીખ 13 નવેમ્બર, 2025 ના રોજ શ્રીલંકાના પ્રતિનિધિમંડળ સાથે એક ઇન્ટરેક્ટિવ મીટિંગનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયર, માનદ ખજાનચી શ્રી ગૌરાંગ ભગત; ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનર શ્રીમતી મહિષીની કોલોને, માનનીય મંત્રી કાઉન્સેલર (વાણિજ્ય) શ્રી લક્ષ્મેન્દ્ર ગેશન દિસાનાયકે અને ગુજરાતમાં શ્રીલંકાના માનદ કોન્સુલ શ્રી રાકેશભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના આરંભમાં GCCI ઇન્ટરનેશનલ ટ્રેડ કમિટીના કો. ચેરમેન શ્રી નવરોઝ તારાપોરે GCCI ના વિઝન, મિશન અને પ્રવૃત્તિઓ વિશે એક પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા, GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે અન્ય રાષ્ટ્રો સાથે B2B સંપર્ક બનાવવા માટે GCCI ની અગત્યની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રસ્તુત વાર્તાલાપ ગુજરાત અને શ્રીલંકા વચ્ચે B2B તકોના ઉપયોગ તરફ દોરી જશે. તેઓએ આગામી તારીખ 2 અને 3 ડિસેમ્બર, 2025 ના રોજ શ્રીલંકાના કોલંબો ખાતે યોજાનાર “શ્રીલંકા અર્થતંત્ર અને રોકાણ સમિટ” વિશે વાત કરતા જણાવ્યું હતું કે GCCI નું ડેલિગેશન આ સમિટમાં મહત્વપૂર્ણ ભાગ લેશે.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) અને સિલોન ચેમ્બર ઓફ કોમર્સ (CCC) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર હતા. આ MoUનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા, વ્યાપારિક સહયોગને સરળ બનાવવા અને ભારત અને શ્રીલંકા વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવાનો છે. તેમાં વેબિનાર્સ, વર્ચ્યુઅલ B2B મીટિંગ્સ, કોન્ફરન્સ, હિસ્સેદારો સાથેની ચર્ચા અને વાર્તાલાપ જેવા વર્ચ્યુઅલ કાર્યક્રમોનું આયોજન કરવાનો પણ હેતુ છે. આ કરાર બંને ચેમ્બર વચ્ચે સહકારના નવા અધ્યાયના પ્રારંભ સમાન છે, કે જે વાણિજ્યિક આદાનપ્રદાન અને પરસ્પર વિકાસ માટે માર્ગ મોકળો કરે છે.
આ પ્રસંગે બોલતા, ગુજરાતમાં શ્રીલંકાના માનદ કોન્સ્યુલ શ્રી રાકેશ શાહે ગુજરાત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના મહત્વનો ઉલ્લેખ કર્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી મહિનાઓ અને વર્ષોમાં સકારાત્મક B2B પરિણામો જોવા મળશે. તેમણે કોલંબોમાં આગામી શ્રીલંકા આર્થિક અને રોકાણ સમિટ વિશે પણ માહિતી શેર કરી હતી તેમજ ખાતરી આપી હતી કે ગુજરાતનું એક મોટું પ્રતિનિધિમંડળ તેમાં ભાગ લેશે. તેમણે નોંધ્યું કે આ સમિટ ગુજરાતના બંદર ઉદ્યોગ, લોજિસ્ટિક્સ, મૂલ્યવર્ધિત સેવાઓ, કૃષિ, ઇલેક્ટ્રોનિક્સ, IT અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રો માટે B2B તકો પૂરી પાડશે.
શ્રીલંકાના ભારતમાં હાઈ કમિશનર, શ્રીમતી મહિષિની કોલોને ઉલ્લેખ કર્યો કે આ તેમની ગતિશીલ રાજ્ય ગુજરાતની પ્રથમ મુલાકાત હતી. તેઓએ ગુજરાત અને શ્રીલંકા વચ્ચે સાંસ્કૃતિક સમાનતાઓ ઉપર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે બંને ઐતિહાસિક રીતે દરિયાઈ વ્યાપાર સાથે સંબંધિત સમુદાયો છે. તેઓએ દરિયાઈ અને લોજિસ્ટિક્સ પ્રવૃત્તિઓ માટે મુન્દ્રા અને કોલંબો બંદરોના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો હતો અને પ્રાથમિકતા રોકાણ ક્ષેત્રો અને શ્રીલંકામાં આગામી પ્રદર્શનો વિશે વિગતવાર વાત કરી.
શ્રી લક્ષ્મેન્દ્ર ગેશન દિસાનાયકે, મંત્રી કાઉન્સેલર (વાણિજ્યિક) એ શ્રીલંકાના આર્થિક દ્રષ્ટિકોણ, વેપાર અને રોકાણની તકો પર તેઓની ઇનસાઈટ શેર કરી હતી. તેઓએ શ્રીલંકાની મજબૂત GDP વૃદ્ધિ, ઘટતો ફુગાવો અને વધતા વિદેશી વિનિમય અનામત, તેમજ વેપાર અને ઉદ્યોગને વેગ આપવા માટે રજૂ કરાયેલા સુધારા પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ શ્રીલંકાની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ બાબતે પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો અને આગામી પ્રસંગો જેવાકે શ્રીલંકાના આર્થિક અને રોકાણ સમિટ (2-3 ડિસેમ્બર 2025), FACETS શ્રીલંકા આંતરરાષ્ટ્રીય જેમ્સ અને જ્વેલરી શો (3-5 જાન્યુઆરી 2026), અને શ્રીલંકા એક્સ્પો 2026 (18-21 જૂન 2026) બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #facets #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #SriLankaDelegation #InteractiveMeeting #India_SriLanka #ahmedaba





