પથિક લીંબાચિયા, અમદાવાદ:
28 નવેમ્બર 2025:
GCCI, MSME ટાસ્કફોર્સે તારીખ 27મી નવેમ્બર, 2025 ના રોજ MSMEs એકમોને ઉપલબ્ધ વિવિધ સબસિડી અને પ્રોત્સાહનો વિષય પર એક સેમિનારનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે CA શ્રી દિનેશ શાહ, ફાઉન્ડર પાર્ટનર, મે. દિનેશ જે. શાહ એન્ડ એસોસિએટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા GCCI પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે GCCI MSME ટાસ્કફોર્સને આ મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રીશ્રીની “વિકસિત ભારત @ 2047” વિઝનને સાકાર કરવામાં MSMEs મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલ છે. તેઓએ દેશમાં રોજગાર સર્જન, ઉત્પાદન, GDP અને નિકાસમાં મદદરૂપ થવા બાબત MSMEs ના યોગદાનની પ્રસંશા કરી હતી. તેઓએ MSMEs ને સમર્થન અને માર્ગદર્શન પૂરું પાડવા માટે GCCI ની પ્રતિબદ્ધતા વિષે ખાસ વાત કરી હતી. તેઓએ GCCI દ્વારા એમ.એસ.એમ.ઈ એકમોને વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડવા સ્થાપિત કરેલ MSME હેલ્પ ડેસ્કનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે MSMEs ના લાભ માટે સરકારશ્રી દ્વારા શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ જેવીકે RAMP, CHAMPION વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગુજરાત સરકારની MSME માટે આત્મનિર્ભર ગુજરાત યોજના વિષે પણ વાત કરી હતી તેમજ સેમિનારને સંબોધવા ઉપસ્થિત રહેવા માટે CA શ્રી દિનેશભાઈ શાહનો આભાર માન્યો હતો.

GCCI ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અપુર્વ શાહ સત્ર દરમિયાન ઉપસ્થિત રહ્યા.
થીમ સંબોધન કરતા GCCI MSME ટાસ્કફોર્સના ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલે MSMEs ને સશક્ત બનાવવા અને સુવિધા આપવા માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવાની તેઓના ટાસ્કફોર્સની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વિવિધ જણાવ્યું હતું કે MSMEs એકમોના વિકાસ માટે વર્તમાન સમય ખુબ ઉત્તમ સમય છે, પરંતુ આવા એકમોએ વિવિધ પડકારો જેવાકે નાણાકીય, ટેકનોલોજી, માર્કેટિંગ, માળખાગત સુવિધાઓ વગેરેનો સામનો પણ કરવો પડે છે જે વિષે માર્ગદર્શન મેળવવું જરૂરી છે. તેઓએ જણાવ્યું હતું કે મુખ્ય વક્તા CA શ્રી દિનેશભાઈ શાહ દ્વારા આપવામાં આવનાર માર્ગદર્શન અને માહિતી બધા સહભાગીઓ માટે ઉપયોગી સાબિત થશે. તેમણે ટિપ્પણી કરી કે આ સેમિનારમાં કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી અને પ્રોત્સાહનોનો સમાવેશ થશે. આ સેમિનારમાં ઉદ્યોગ, જીએસટી, જીપીસીબી વગેરે જેવા નિયમો પણ આવરી લેવામાં આવશે.
આ પ્રસંગે બોલતા, સીએ શ્રી દિનેશ શાહે MSME માટે ઉપલબ્ધ સબસિડી તકો, કેન્દ્ર સરકારની વિવિધ સબસિડી યોજનાઓ, ગુજરાત રાજ્ય ક્ષેત્ર-વિશિષ્ટ પ્રોત્સાહનો વગેરે જેવા પાસાઓનો તેઓના વક્તવ્યમાં સમાવેશ કર્યો હતો. તેમણે આત્મનિર્ભર સબસિડી યોજના 2022 હેઠળ ઉપલબ્ધ સબસિડી વિશે માહિતી આપી હતી. તેઓએ ગુજરાત સરકારની વિવિધ પોલિસી જેવીકે ટેક્સટાઇલ, આઇટી અને આઇટીઇએસ, સેમિકન્ડક્ટર અને ચિપ્સ, બાયો-ફાર્મા અને બાયોટેકનોલોજી, લોજિસ્ટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે એકમોને કેવી રીતે સરકાર મદદ પુરી પાડે છે તે વિષે વાત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારની સબસિડી યોજનાઓ જેમ કે પીએલઆઈ યોજનાઓ, ઇલેક્ટ્રોનિક નીતિ, સંપદા, બાયોમાસ કાર્યક્રમ, પીએમઇજીપી યોજના, પીએમએફએમઇ યોજના અને અન્ય મુખ્ય યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ સહભાગીઓને પ્રોત્સાહનો અને યોજનાના લાભ મહત્તમ રીતે મેળવવા માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ ZED સર્ટિફિકેટ, બાયોમાસ કાર્યક્રમ અને કેપિટલ સબસિડી વિશે પણ વિગતે માહિતી આપી હતી. તેઓએ “પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ” (PMEGP) તેમજ ક્રિટિકલ મિનરલ રિસાયક્લિંગ પ્રોત્સાહન યોજના -2025 હેઠળ સબસિડી વિશે વિગતવાર માહિતી આપી હતી તેમજ રિવેમ્પ્ડ ફાર્માસ્યુટિકલ ટેકનોલોજી સહાય યોજના (RPTUAS) વિશે પણ ચર્ચા કરી હતી.
આ પ્રસંગે શ્રી ટી. કે. સોલંકી, આસિસ્ટન્ટ ડાયરકેટર (GR-I) MSME ડેવલપમેન્ટ અને ફેસીલીટેશન ઓફિસ અમદાવાદે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર એમ.એસ.એમ.ઈ એકમોને સહાયભૂત થવા તેમજ વિવિધ સબસીડી અને પ્રોત્સાહન દ્વારા નાણાકીય મદદ પુરી પાડવા કૃતનિશ્ચય છે જે અંગે તેઓએ વિવિધ યોજનાઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો.
આ પ્રસંગે પેનલ ચર્ચાનું સંચાલન MSME ટાસ્કફોર્સના કો. ચેરમેન શ્રી વિનોદ માલવિયા દ્વારા કરવામાં આવ્યું હતું. MSME વિભાગના શ્રી ટી. કે. સોલંકી, CA શ્રી દિનેશ શાહ, સ્થાપક ભાગીદાર, દિનેશ જે. શાહ અને એસોસિએટ્સ, તેમજ GCCI MSME ટાસ્કફોર્સના ચેરમેન શ્રી શૈલેષ પટેલે આ પેનલ ડિસ્કશનમાં ભાગ લીધો હતો.
મુખ્ય વાર્તાલાપ પછી પ્રશ્નોત્તરી સત્ર થકી પાર્ટિસિપન્ટ ને વિવિધ MSME સ્કીમ ને સમજવા માં સુવિધા પ્રાપ્ત થઇ હતી.
GCCI MSME ટાસ્કફોર્સ ના કો. ચેરમેન શ્રી વિનોદ માલવિયા દ્વારા આભારવિધિ પછી સેમિનારનું સમાપન થયું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #gcci #msme #MSME #GCCIorganizedanAwarenessSessiononSubsidies&IncentivesavailabletoMSMEs #ahmedaba



