પથિક લીંબાચિયા, અમદાવાદ:
03 નવેમ્બર 2025:
સળંગ એક માસ સુધી વિનામૂલ્યે સ્પેશ્યાલિટી તથા સુપરસ્પેશ્યાલિટી સારવાર અપાશે.

- તાજેતરમાં ભગવાનશ્રી સ્વામિનારાયણના સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રીની ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થયેલ છે.
- આ પાવન પ્રસંગે પી.એસ.એમ. હોસ્પિટલ કલોલ, જી ગાંધીનગર દ્વારા એક સ્તુત્ય અભિયાન હાથ ધરાયેલ છે, જે અંતર્ગત આ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવનાર તમામ દર્દીઓને જુદા જુદા પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે, જેમાં સામાન્ય ઓ.પી.ડી કન્સલ્ટેશન થી લઈને લેબ તપાસ, એકસ-રે, ઈ.સી.જી, એમ્બ્યુલન્સ વગેરેનો સમાવેશ થશે. જેની વધુ વિગતો નીચે મુજબ છે.
- વિનામૂલ્યે સેવાઓ
| ઓ.પી.ડી. દર્દીઓ માટે | દાખલ દર્દીઓ માટે |
| 1. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ દ્વારા કન્સલ્ટેશન (નિદાન) | 1.હોસ્પિટલ ચાર્જ / વોર્ડ-બેડ ચાર્જ |
| 2. લેબ તપાસ (બ્લડ સુગર, હિમોગ્લોબિન તથા બ્લડ કાઉન્ટ) | 2.તમામ પ્રકારના બ્લડ ટેસ્ટ |
| 3. ઇ.સી.જી. | 3.એક્સ-રે |
| 4. યુરિન તપાસ | 4.જમવાની સુવિધા |
| 5. નિયત કરેલી દવાઓ | 5.સર્જન ચાર્જ / ફી |
| 6. આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ, એમ્બ્યુલન્સ સેવાઓ (50 કિ.મી. સુધી) | 6.બહેનો માટે પ્રસૂતિ સેવાઓ (નોર્મલ ડિલિવરી) |
| 7.મોતિયાનું ઓપરેશન (લેન્સ સાથે) | |
| 8.તમામ પ્રકારના તાવ, ડાયાબિટીસ, બી.પી., હૃદય રોગ, બાળરોગોની મેડિકલ સારવાર | |
| 9.ચામડીના રોગો અને માનસિક રોગોની સારવાર |
- તદઉપરાંત નીચે મુજબ ની વિશિસ્ટ સેવાઓ અત્યંત ઓછા દરે આપવામાં આવશે.
| 1. તમામ પ્રકારના ઓપરેશન/સર્જરીઓ માટે દવાઓ તથા ઈમ્પ્લાન્ટ | 2. બહેનો માટે સિઝેરીયન ડિલવરી માત્ર રૂ. 5000/- |
| 3. ગર્ભાશયની કોથળી કઢાવવાનું ઓપરેશન – રૂ. 10,000/- | 4. સોનોગ્રાફી રૂ. 100/-, સી.ટી. સ્કેન – રૂ. 1200/-, એમ.આર.આઈ – રૂ. 2500/- |
| 5. 2D- ઇકો (હૃદયની સોનોગ્રાફી) – રૂ. 500/- | 6. આઈ.સી.યુ.માં સઘન સારવાર/ ક્રિટિકલ કેર |
| 7. બાળકો/શિશુઓ માટે કાચની પેટી દ્વારા સારવાર તથા સઘન સારવાર | 8. તમામ દવાઓમાં 20% રાહત |
| 9. એમ્બ્યુલન્સ/આઈ.સી.યુ. ઓન વ્હીલ સેવા |
- ઉપરોક્ત તમામ સેવાઓ સ્વામિનારાયણ મેડિકલ કોલેજ તથા પી.એસ.એમ હોસ્પિટલના નિષ્ણાંત તથા અનુભવી ડૉક્ટરોની ટીમ દ્વારા આપવામાં આવશે.
- આ હોસ્પિટલ ખાતે સમગ્ર વર્ષ દરમિયાન આયુષમાન કાર્ડ ધારકો માટે તમામ સારવાર ઉપલબદ્ધ છે. અને આયુષમાન કાર્ડ કઢાવવા માટે ઉચિત સહકાર આપવામાં આવે છે.
- સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ તથા સ્વામિનારાયણ યુનિવર્સિટી પ્રમુખ શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજી ના જણાવ્યા મુજબ આ અભિયાનથી જરૂરિયાતમંદ દર્દીઓની સેવાના ભગવાન સ્વામિનારાયણના મંત્રને ચરિતાર્થ કરવાના ધ્યેયને બળ મળશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #LordShriSwaminarayan #200yearsofShikshaPatri #Kalol #GandhiNagar #PSMHospital #FreeSpecialtyuptoonemonth #SuperSpecialtyTreatment#ahmedaba



