પથિક લીંબાચિયા, અમદાવાદ:
21 નવેમ્બર 2025:
ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વસતા ઈમાનદાર, વફાદાર અને શાંતિપ્રિય એવા રાષ્ટ્રવાદી સિપાહી સમાજ ની ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવતાં, જામનગર શહેર સિપાહી સમાજ દ્વારા ધીરુભાઈ અંબાણી ચેમ્બર ઓફ કોમર્સ હોલ, જામનગર ખાતે રાજ્ય કક્ષાનો વિદ્યાર્થી સન્માન અને ભવ્ય એવોર્ડ અભિવાદન સમારંભ યોજાયો હતો.

રાજ્યભરના 150 થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થી ઓને મંચ પર સન્માનિત કરી તેમના ભાવિ સફળતાની શુભેચ્છા આપવામાં આવી હતી. સાથે જ સમાજની સેવા માટે જીવન સમર્પિત કરનાર વડીલોને “સિપાહી રત્ન એવોર્ડ” અને સમાજને વિવિધ ક્ષેત્રમાં ગૌરવ અપાવનાર વડીલો, બહેનો અને યુવાનોને “સિપાહી ગૌરવ એવોર્ડ”થી નવાજવામાં આવ્યા હતા.
1971ની ઈતિહાસ પ્રસિદ્ધ ઇન્ડો-પાક યુદ્ધ દરમિયાન ભુજ એરબેઝ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર એરફોર્સના નિવૃત્ત અધિકારી જનાબ અબ્દુલ હબીબ મલેકને વિશેષ સન્માન આપવામાં આવ્યું. તેમજ જનાબ ગફારભાઈ કુરેશી (વનસ્પતિ નિષ્ણાંત, રામરેચી), મોહતરમા જેબુન્નીશાબેન કુરેશી (બાગાયતી ખેતી નિષ્ણાંત, રામરેચી) અને જનાબ ડૉ. પરવેજ મલેક (Ph.D., બિઝનેસ મેનેજમેન્ટ, સુરત) ને પણ “સિપાહી રત્ન એવોર્ડ” થી સન્માનિત કરાયા.
આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન જાણીતા TV મીડિયા જર્નાલિસ્ટ અને અખિલ ગુજરાત સિપાહી સમાજના ટ્રસ્ટી જનાબ હનીફ ખોખરે કર્યું હતું. સમારંભનું ઉદઘાટન મનપા ના કોર્પોરેટર તથા સંજરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અલ્તાફભાઈ ખફી એ કર્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જનાબ યુસુફભાઈ પરમાર (મુંબઈ), જનાબ ડૉ. અલ્તાફભાઈ રાઠોડ (પોરબંદર), જનાબ મોઝમખાન પઠાણ (ONGC, મહેસાણા), જનાબ અબ્દુલ કાદર ચૌહાણ (રાજકોટ), જનાબ મંજૂરભાઈ કુરેશી (વેપારી તથા દાતા), જનાબ ઝાહિદ ફૈઝ ખોખર (SBI, અમદાવાદ) અને માન. અશોકભાઈ જોશી (જામનગર) સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિપાહી સમાજ ની એકતા, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમની ભાવના ઝળહળતી જોવા મળી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #Jamnagar’sSepoySocietyholdsgrandstate-levelfelicitationceremony #JamnagarSepoySociety #State-levelceremony #NationalistSepoySociety #Jamnagar #ahmedaba



