પથિક લીંબાચિયા, અમદાવાદ:
20 નવેમ્બર 2025:
GCCI દ્વારા TOI અને NFSUના સંયુક્ત ઉપક્રમથી 20 નવેમ્બર, 2025ના રોજ ‘HACKED 2.0’ નામે માહિતગાર સત્રનું GCCI ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમનો વિષય ‘ધ ઇન્ડસ્ટ્રિયલ IoT સિનારિયો – સિક્યોરિંગ મેન્યુફેક્ચરિંગ એન્ડ ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ હતો.

પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે ડેટા, સિસ્ટમ, સિક્યોરિટી અને ટેક્નોલોજીની વધતી જતી મહત્વતા પર પ્રકાશ પાડ્યો. તેમણે મજબૂત પ્રેક્ટિસ અને સુવ્યવસ્થિત IT સિસ્ટમ્સની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે વધુમાં જણાવ્યું કે Hacked 2.0 જેવી પહેલ ઉદ્યોગોને સુરક્ષિત રિમોટ કનેક્ટિવિટી વિકસાવવા, વ્યવહારુ સેગમેન્ટેશન આધારિત વ્યૂહરચનાઓ અપનાવવા અને રેન્સમવેર ખતરા સામે સુરક્ષા મજબૂત બનાવવા માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

GCCI ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધી, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અપુર્વ શાહ અને ભૂતપૂર્વ પ્રમુખ શ્રી પથિક પટવારી સત્ર દરમિયાન ઉપસ્થિત રહ્યા.
શ્રી દર્શ પટેલ, સિનિયર સાયન્ટિફિક ઓફિસર, સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન સાયબર સિક્યુરિટી (NFSU)એ સંસ્થાના વિવિધ સક્રિય સેન્ટરો વિશે માહિતી આપી, જે બ્લાસ્ટ ટેસ્ટિંગ, નાર્કોટિક્સ અને ડ્રગ્સ તથા 79(A) સર્ટિફિકેશન જેવા ક્ષેત્રોમાં કામગીરી કરે છે. તેમણે IT અને OT સિસ્ટમ્સના વિવિધ ઓપરેશનલ સેગમેન્ટ્સ પર પડતા પ્રભાવ અંગે પણ વિગતે વાત કરી. સાથે જ, મજબૂત અને સુરક્ષિત યુઝર લેવલ પોલિસીની જરૂરિયાત તથા અસરકારક EDR સોલ્યુશનના મહત્વ પર પણ ભાર મૂક્યો.
શ્રી દિવન રૈમાગિયા, હેડ ઓફ સાયબરસિક્યુરિટી, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)એ OT (ઓપરેશનલ ટેક્નોલોજી) સાયબરસિક્યુરિટી વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે વ્યક્તિગત, સંસ્થાકીય અને રાષ્ટ્રીય સ્તરના ક્રિટિકલ સિક્યુરિટીના અનેક પાસાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે સંસ્થા અંદર યોગ્ય આર્કિટેક્ચર અને સુવ્યવસ્થિત ડેટા ફ્લો મેકેનિઝમની મહત્વતા પર ખાસ ભાર મૂક્યો.
મુખ્ય વાર્તાલાપ પછી પ્રશ્નોત્તરી સત્ર થકી સમગ્ર વિષયને સમજવામાં સુવિધા પ્રાપ્ત થઇ હતી.
HACKED 2.0 દ્વારા સભ્યોને ઇન્ડસ્ટ્રિયલ કન્ટ્રોલ સિસ્ટમ્સ, બિઝનેસ પરિસ્થિતિઓ તેમજ વ્યક્તિગત ડિજિટલ સ્પેસ સુધી વિસ્તરતા મેલવેર સંબંધિત સાયબર જોખમોને ઓછા કરવા માટેની વિવિધ પદ્ધતિઓ અંગે વ્યાપક અને ઊંડાણપૂર્વકની સમજ પ્રાપ્ત થઈ.
GCCI ના IT & ITES ટાસ્કફોર્સના ચેરમેન શ્રી વિવેક ઓગ્રાએ સત્રનું આયોજન કરવા બદલ TOI અને NFSU પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીના સભ્યોની ઉપસ્થિતિની પ્રશંસા કરી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #gcci #TOI #NFSU #HACKED2.0 #InformativeSessionHACKED2.0 #TimesofIndia #NationalForensicSciencesUniversityheld #ahmedaba



