પથિક લીંબાચિયા, અમદાવાદ:
28 નવેમ્બર 2025:
GCCI એ તારીખ 28મી નવેમ્બર, 2025 ના રોજ “એમ્પાવરીંગ ફાર્મા ઇન્ડસ્ટ્રી વીથ AI, ઓટોમેશન અને ડિજિટલ ઇન્ટેલિજન્સ” વિષય પર એક ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું હતું.

આ પ્રસંગે ન્યુરામોન્ક્સ કંપનીના ફાઉન્ડર અને સીઈઓ શ્રી ઉપેન્દ્રસિંહ ઝાલા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ આ વિષય પર તેઓના વિચારો તેમજ વિસ્તૃત માહિતી શેર કર્યા હતા.

ફાર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલ સભ્યો, સીનીઅર ફેકલ્ટી મેમ્બર્સ, રિસર્ચર્સ તેમજ વિદ્યાર્થીઓ આ સેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. સહભાગીઓનું સ્વાગત કરતા GCCI ફાર્મા ટાસ્ક ફોર્સના ચેરમેન શ્રી દર્શન શાહે વેપાર અને ઉદ્યોગ સહિત આપણા જીવનના દરેક ક્ષેત્રમાં AI અને મશીન લર્નિંગની ગહન અસર વિશે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે કેવી રીતે AI અને ML ફક્ત વિવિધ સંશોધન-પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ નથી થતું, પરંતુ તમામ ક્ષેત્રોમાં ઓટોમેશન લાવવા ઉપયોગી સાબિત થયેલ છે તેમજ તે થકી વિવિધ પ્રક્રિયાઓમાં માનવસહજ ભૂલની શક્યતાઓ પણ ઘટી જાય છે તેમજ ઉત્પાદકતાની ગુણવત્તામાં નોંધનીય વધારો થાય છે. તેઓએ આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ન્યુરામોન્ક્સ કંપનીના ફાઉન્ડર તેમજ સીઈઓ શ્રી ઉપેન્દ્રસિંહ ઝાલાનું સ્વાગત કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે પ્રસ્તુત સેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી ડોક્યુમેન્ટેશન અને રિસર્ચ, ઓપન AI નો ઉપયોગ, જેમિની તેમજ અન્ય AI ટુલ્સનો ઉપયોગ, આવા ઉપયોગ માટે કેવા પ્રકારના પ્રોમ્પ્ટના ઉપયોગ કરવા, રિસર્ચ અને ડેવલપમેન્ટ, SOP સંદર્ભના ઓપરેશન, ડિજિગલ QA અને QC, CAPA અને ડેટા પ્રેઝન્ટેશન, વગેરે માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
આ પ્રસંગે વિસ્તૃત માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડતા, શ્રી ઉપેન્દ્રસિંહજીએ જણાવ્યું હતું કે AI અને ML વિવિધ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવામાં, કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં તેમજ સમગ્ર ઉત્પાદન લક્ષી અને ઉદ્યોગની વિવિધ પ્રક્રિયાલક્ષી લેન્ડસ્કેપને અત્યાધુનિક ઉકેલો પુરા પાડી સમગ્ર કાર્યપદ્ધતિને કાર્યક્ષમ બનાવવા ખૂબ મદદરૂપ સાબિત થયેલ છે. તેઓએ ઓટોમેશન અને ડિજિટલ ઇન્ટેલિજન્સ દ્વારા AI અને ML ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર શું અસર કરશે અને નવી દવાઓ, વ્યક્તિગત દવાઓ તેમજ ઉત્પાદન અને સપ્લાય પ્રક્રિયાઓને સક્ષમ બનાવવા બાબતે તેમની ક્રાંતિકારી અસરો પર ભાર મૂક્યો હતો. તેઓએ અભૂતપૂર્વ ગતિ અને ચોકસાઈથી સંભવિત દવા માટે જુદા જુદા દ્રવ્યોને સુનિશ્ચિત કરવા તેમજ તે અંગે ટાર્ગેટ્સ નક્કી કરવા AI તેમજ ML દ્વારા પ્રાપ્ય વિશાળ ડેટાસેટ્સના વિશ્લેષણની શક્તિ વિશે વાત કરી હતી. તેઓએ રોગ-દવા સંબંધોનું વિશ્લેષણ કરીને હાલની દવાઓ માટે નવા ઉપયોગો ઓળખવામાં AI અને ML ના મહત્વ વિશે પણ વાત કરી હતી તેમજ વિવિધ સોલ્યુબીલીટી, સ્ટેબિલિટી, અને બાંયોવાએલીબીલીટી ઑપ્ટિમાઇઝ કરવામાં બાબતે AI તેમજ ML નું મહત્વ સમજાવ્યું હતું.
તેઓએ AI સંચાલિત રોબોટ્સ વિશે પણ ચર્ચા કરી હતી કે જે ઉત્પાદન અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં સંપૂર્ણપણે ક્રાંતિ લાવશે, જે માત્ર આ સમગ્ર પ્રક્રિયાને અભૂતપૂર્વ ચોકસાઈ પ્રદાન નહિ કરે પરંતુ માનવ સહજ ભૂલ માં ઘટાડો કરશે.
સત્ર દરમિયાન પ્રસ્તુત કરવામાં આવેલ વિવિધ પ્રક્રિયાઓ તેમજ શેર કરવામાં આવેલ વ્યક્તિગત અનુભવ થકી સમગ્ર કાર્યક્રમ જીવંત બની રહ્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #gcci #GCCIorganizedanInteractiveSessionontheSubjectEmpoweringPharma IndustrywithAI #Automation #DigitalIntelligence #ahmedaba



