- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીઢ એક્ટર ધર્મેન્દ્રના મૃત્યુને એક યુગના અંતની નિશાની ગણાવી હતી.
- 89 વર્ષીય ધર્મેન્દ્રની ‘ચુપકે-ચુપકે’ વિદાય:પંચમહાભૂતમાં વિલીન, પત્ની હેમા માલિની, દીકરી ઈશાના ચહેરા પર ગમગીની જોવા મળી, રાષ્ટ્રપતિ-PMએ શોક વ્યક્ત કર્યો
પથિક લીંબાચિયા, અમદાવાદ:
24 નવેમ્બર 2025:

એક મેગાસ્ટાર જે ઇન્ડિયન સિનેમાના એક અસલી લિજેન્ડ હતા, એવા ધરમપાજી એટલે કે ધર્મેન્દ્રનું નિધન થયું છે. તેઓ આ ફાની દુનિયાને છોડી ચાલ્યા ગયા છે, સની દેઓલે તેમને મુખાગ્નિ આપી હતી. શ્રદ્ધાંજલિ આપવા બોલિવૂડના દિગ્ગજ કલાકારો પહોંચ્યા હતા.

ન્યૂઝ એજન્સી IANSના સમાચાર અનુસાર, ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર મુંબઇના વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. મોટા પુત્ર સની દેઓલે મુખાગ્નિ આપી . હી-મેનના નામથી જાણીતા એક્ટરના નિધનથી આખા દેશમાં શોકની લહેર છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા.

આજે પીઢ એક્ટર ધર્મેન્દ્રનું અવસાન થયું છે. બપોરે 89 વર્ષીય ધર્મેન્દ્રના ઘરની બહાર એમ્બ્યુલન્સ આવી હતી. આ દરમિયાન ઘર તથા પવન હંસ સ્મશાન ઘાટની સુરક્ષા સઘન કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની સાથે આખો દેઓલ પરિવાર જોવા મળ્યો હતો. ઉપરાંત સંજય દત્ત, અમિતાભ બચ્ચન અને આમિર ખાન સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીઢ એક્ટર ધર્મેન્દ્રના મૃત્યુને એક યુગના અંતની નિશાની ગણાવી હતી.
- બપોરે 1 વાગ્યાની આસપાસ ધર્મેન્દ્રના ઘરની બહાર એક એમ્બ્યુલન્સ આવી.
ઘરની બહાર બેરિકેડિંગ અને સુરક્ષા વધારી દેવામાં આવી - બપોરે 1:10 વાગ્યે, IANS એ ધર્મેન્દ્રના અવસાનની જાહેરાત કરી.
- વિલે પાર્લે સ્થિત પવનહંસ સ્મશાનગૃહમાં સુરક્ષા વધારી દેવામાં આવી.
- અમિતાભ બચ્ચન સહિત ઘણી હસ્તીઓ સ્મશાનગૃહમાં પહોંચી.
- ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. 10 નવેમ્બરના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ દરમિયાન તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મીડિયામાં તેમના મૃત્યુના અહેવાલો પણ આવ્યા હતા, પરંતુ તેમના પરિવારે તેમને નકારી કાઢ્યા હતા. 12 નવેમ્બરના રોજ, ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, અને ડોક્ટરોએ તેમને ઘરે જ સારવાર ચાલુ રાખવાની સલાહ આપી હતી.
ધર્મેન્દ્રએ 1960માં ફિલ્મ “દિલ ભી તેરા હમ ભી તેરે” થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ 1961ની ફિલ્મ “બોય ફ્રેન્ડ”માં સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. અસંખ્ય હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર આપીને ધર્મેન્દ્ર 65 વર્ષ સુધી અભિનયમાં સક્રિય રહ્યા. તેમણે શોલે (1975), ચુપકે ચુપકે (1975), સીતા ઔર ગીતા (1972), ધરમવીર (1977), ફૂલ ઔર પથ્થર (1966), જુગનુ (1973) અને યાદો કી બારાત (1973) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.
- પરિવારના સભ્યોના હાથમાં દિવો જોવા મળ્યો હતો.
- અંતિમ સફરે ધર્મેન્દ્રઅંતિમ સફરે ધર્મેન્દ્ર
હેમા માલિની
સની દેઓલ
અમિતાભ-અભિષેક પરિવારના સભ્યોના હાથમાં દિવો જોવા મળ્યો હતો
પરિવારના સભ્યોના હાથમાં દિવો જોવા મળ્યો હતો
અંતિમ સફરે ધર્મેન્દ્ર
અંતિમ સફરે ધર્મેન્દ્ર
પવનહંસ સ્મશાનગૃહની બહારની તસવીરો જુઓ:
હેમા માલિની, દીકરી ઈશા
અમિતાભ-અભિષેક બચ્ચન
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #FirstwifePrakashKaur #SunnyDeol #BobbyDeol #VijetaDeol #AjeetaDeol #SecondwifeHemaMalini #IshaDeol #AhanaDeol #Tribute #PawanhansCemetery #LastJourneyDharmendra #DeolFamily #MegaStar #LegendofIndianCinema #Dharmapaji #Dharmendra #SanjayDutt #AmitabhBachchan #PrimeMinisterNarendraModi #HemaMalini #DaughterIsha #Amitabh #AbhishekBachchan #ahmedaba



