- સેશન્સ કોર્ટે આરોપી સીસોદીયા સોહનસિંઘ કેસરીસિંઘની અપીલ ફગાવી એક વર્ષની સજા યથાર્થ ઠરાવી
- ફરિયાદ પક્ષ તરફથી સિનિયર એડવોકેટ સી.એન.મોદીની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટના હુકમને બહાલ રાખ્યો
અમદાવાદ: 13 નવેમ્બર 2025:
ચેક રિટર્નના કેસમાં મેટ્રોપોલીટન કોર્ટે આરોપીને ફટકારેલી એક વર્ષની સજા અને આઠ લાખ રૃપિયાના વળતર(દંડ)ની સજાના હુકમને અત્રેની સેશન્સ કોર્ટે કાયમ રાખ્યો છે. તો સાથે સાથે સજાના હુકમને પડકારતી આરોપી સીસોદીયા સોહનસિંઘ કેસરસિંઘની અપીલ એડિશનલ સેશન્સ જજ પી.આઇ.પ્રજાપતિએ ધરાર ફગાવી દીધી હતી અને તેની સજા કાયમ રાખી હતી. સેશન્સ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ટ્રાયલ કોર્ટના હુકમ કે તારણોમાં કોઇ ભૂલ કે નોંધપાત્ર અનિયમિતતા જણાતી નથી,તે યોગ્ય છે.

આ કેસમાં ફરિયાદી મનીષકુમાર કાળીદાસ પટેલ તરફથી એ મતલબની રજૂઆત કોર્ટના ધ્યાન પર મૂકાઇ હતી કે, ફરિયાદીએ આરોપીને વર્ષ ૨૦૧૭માં હાથ ઉછીના કુલ મળી રૃ.૭.૫૦ લાખ જેટલી માતબર રકમ આપી હતી. જે પેટે આરોપી સીસોદીયા સોહનસિંઘ કેસરસિંઘ તરફથી ફરિયાદીને જુદા જુદા ચેકો અપાયા હતા. જે બેંકમાં પાછળથી ભરાતાં તે રિટર્ન થતાં ફરિયાદીએ ઘી કાંટા ફોજદારી કોર્ટમાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ હેઠળ આરોપી વિરૃદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં મેટ્રોપોલીટન કોર્ટે ગત તા.૨૭-૯-૨૦૨૨ના રોજ આરોપી સીસોદીયા સોહનસિંઘ કેસરીસિંઘને એક વર્ષની સજા અને હુકમ તારીખથી આઠ લાખ રૃપિયા વળતર ફરિયાદીને ચૂકવી આપવા મહત્ત્વનો હુકમ કર્યો હતો.

આ હુકમને પડકારતી આરોપી તરફથી સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરાઇ હતી. જેનો વિરોધ કરતાં ફરિયાદીપક્ષ તરફથી સિનિયર એડવોકેટ સી.એન.મોદીએ જણાવ્યું હતું કે, આરોપીએ પહેલાં ફરિયાદી પાસેથી રૃ.૨.૫૦ લાખ અને ત્યારબાદ જરૃર પડતાં બીજા પાંચ લાખ રૃપિયા ઉછીના લીધા હતા. જો કે, તે પેટે આપેલા ચેકો રિટર્ન થયા હતા અને બાદમાં આરોપીએ ઉલ્ટાનો ઉડાઉ જવાબ આપી પૈસા પરત કરવામાંથી હાથ ઉંચા કરી દીધા હતા. ટ્રાયલ કોર્ટે તમામ પુરાવાઓનું મૂલ્યાંકન કરીને જ આરોપીને યોગ્ય અને કાયદેસર રીતે સજા કરી છે, તેથી આરોપીની હાલની અપીલ ટકવાપાત્ર જ નથી અને તેથી કોર્ટે તે ફગાવી દેવી જોઇએ. ફરિયાદપક્ષ તરફથી સિનિયર એડવોકેટ સી.એન.મોદીની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી સીસોદીયા સોહનસિંઘ કેસરીસિંઘની અપીલ ફગાવી દઇ ટ્રાયલ કોર્ટનો સજા અને ફરિયાદીને હુકમ તારીખથી આઠ લાખ રૃપિયા વળતર ચૂકવવાનો હુકમ યથાવત્ રાખ્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #Accused’ssentenceincheckreturncase #Rs.8lakhcompensationorderstayed #Checkreturncase #MetropolitanCourt #SessionsCourt #ahmedaba




