- અમદાવાદના તુષાર શાહ નામનો યુવક વર્ષોથી વન્ય પ્રાણી જીવોના સંરક્ષણ માટે અનોખી ઝુંબેશ ચલાવી રહ્યો છે
- તુષાર સા પાસે ઢગલાબંધ વન્યજીવ સૃષ્ટિના મેગેઝીન અને પુસ્તકોનો ખજાનો
અમદાવાદ,
પથિક લીંબાચિયા, અમદાવાદ:
09 ઓક્ટોબર 2025:
તારીખ 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદના વન્યજીવ પ્રેમી અને વન્યજીવ અભ્યાસુ તુષાર શાહ નામના યુવકે પણ આ સપ્તાહની ઉજવણી દરમિયાન સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું કારણ કે તુષાર શાહ આંખે માત્ર 30 ટકા જ વિઝન ધરાવતો હોવા છતાં વર્ષોથી વન્ય પ્રાણી અને જીવ સૃષ્ટિના સંરક્ષણ માટે અનોખી ઝુંબેશ ચલાવી રહ્યો છે.

શહેરના તુષાર શાહ અનોખા વન્ય પ્રાણી અભ્યાસુ છે. તુષાર પાસે વન્યજીવોને લગતા કુલ ૨૦૦ મેગેઝીનો અને પુસ્તકોનો અદભુત ખજાનો છે.

તુષાર ભારતના એક પણ જંગલની મુલાકાતે ના ગયો હોવા છતાં ભારતના 102 નેશનલ પાર્કની માહિતી તેને કંઠસ્થ છે. ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘ વિશે તુષાર અનોખી ઝુંબેશ ચલાવે છે. ગુજરાતના જંગલોમાં એક પણ વાઘ નથી, આથી ગુજરાતમાં વાઘ વસાવો અને દેશમાં વાઘ બચાવોની ઝુંબેશ તુષાર ચલાવે છે.
સાલ 2020 માં તુષારે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી વાઘ વસાવવાની અપીલ પણ કરી હતી, જેનો જવાબ પણ વન્ય વિભાગમાંથી આવ્યો હતો.

આજના યંગ જનરેશનને તુષાર અપીલ કરતા કહે છે કે, વન્યજીવોની સુરક્ષા પર્યાવરણ માટે પણ આવશ્યક છે. આથી દર વર્ષે 2 ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર દરમ્યાન વન્ય પ્રાણી સપ્તાહ મનાવી લોકોએ વન્ય પ્રાણીઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા કાર્યક્રમો કરવા જોઈએ. માનવ જીવન અને પર્યાવરણના અસ્તિત્વ માટે પણ વન્યજીવ અને પ્રાણીસૃષ્ટિ પણ એટલા જ અગત્યના અને મહત્વ ધરાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #ahmedaba #woridwildlifeweek #woridwildlife #WildlifeWeek #TusharShah #WildlifeMagazine #TreasureofWildlifeBooks #Forest #NationalPark #Tiger #Lion #Cheetah #Elephant #Animal #Bird #bird #SaveTigerCampaign #HumanLifeExistence #EnvironmentalExistence #Wildlife #Animals
