- સુરત મનપામાં સુરત મનપામાં સેનેટરી સબ ઇન્સ્પેકટરોને પ્રમોશનનો વિવાદનેટરી સબ ઇન્સ્પેકટરોને પ્રમોશનનો વિવાદ મામલે હાઇકોર્ટમાં મેટર પેન્ડીંગ હતી તે દરમ્યાન ડે.મ્યુ.કમિ. તરફથી પ્રમોશન ઓર્ડર જારી કરી દેવાતા હાઇકોર્ટે ઉધડો લીધો
- હાઇકોર્ટે સુરત મનપા સત્તાવાળાઓની જોરદાર ઝાટકણી કાઢી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અદાલત સમક્ષ હાજર રહી ખુલાસો કરવા ફરમાન જારી કર્યું
અમદાવાદ: 30 ઓક્ટોબર 2025:
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનટરી સબ ઇન્સ્પેકટરના પ્રમોશન અંગેના રૃલ્સમાં મનસ્વી ફેરફાર કરવાના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવાદીત નિર્ણયને પડકારતી એક મહત્ત્વની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ થઇ છે. જેની સુનાવણી દરમ્યાન સુરત મનપા તરફથી આ મામલામાં જરૃરી સૂચના મેળવવાનું કહીને તારીખ મેળવવામાં આવી હતી પરંતુ ભારે આશ્ચર્ય વચ્ચે મેટર હાઇકોર્ટમાં સબજયુડીશ હોવાછતાં અને ખુદ સુરત મનપાના વકીલ દ્વારા જરૃરી ઇન્સ્ટ્રકશન મેળવવાની હૈયાધારણ અદાલતને અપાઇ હોવાછતાં બીજીબાજુ, સંબંધિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા ૮૧ જેટલા પ્રમોશન ઓર્ડર જારી કરી દેવાતાં હાઇકોર્ટે સુરત મનપા સત્તાવાળાઓનો જોરદાર ઉધડો લઇ નાંખ્યો હતો. જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે આ મામલામાં સુરત મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ શિવાચ(આઇએએસ)ને તા.૧૦મી નવેમ્બરે અદાલત સમક્ષ રૃબરૃ હાજર રહેવા અને સમગ્ર મામલે ખુલાસો કરવા ફરમાન કર્યું છે.

જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે સુરત મનપા સત્તાવાળાઓની બહુ ગંભીર આલોચના કરતાં જણાવ્યું કે, જયારે આ મેટર હાઇકોર્ટ સુનાવણી કરી રહી હતી ત્યારે સુરત મનપાના વકીલ તરફથી આ મેટરમાં જરૃરી સૂચના મેળવવાના હેતુસર સમય માંગી સુનાવણી મુલત્વી રખાઇ હતી. પરંતુ બાદમાં સુરત મનપા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા મેટર હજુ પેન્ડીંગ હોવાછતાં બારોબાર પ્રમોશન ઓર્ડર જારી કરી દેવાયા હતા, જે પ્રથમદર્શનીય રીતે હાઇકોર્ટ સમક્ષ પેન્ડીંગ પ્રોસીડીંગ્સની ઉપરવટ જવાનો પ્રયાસ છે. આ સંજોગોમાં પ્રમોશન ઓર્ડર જારી કરનાર સુરત મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે તા.૧૦મી નવેમ્બર, ૨૦૨૫એ હાઇકોર્ટ સમક્ષ રૃબરૃ હાજર રહેવાનું રહેશે અને તેમણે ખુલાસો કરવાનો રહેશે કે, અદાલતની ન્યાયિક પ્રક્રિયાને ઓળંગવાનો પ્રયાસ કરવા બદલ તેમની વિરૃધ્ધ શા માટે પગલાં ના લેવા.
સુરત મ્યુનિસિપલ એમ્પ્લોઇઝ(સ્ટાફ) યુનિયન તરફથી કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ આશિષ આસ્થાવાદીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી સબ ઇન્સ્પેકટરના પ્રમોશન અંગેના રૃલ્સમાં તા.૨૨-૯-૨૦૨૩ના ઠરાવ મારફતે મનસ્વી રીતે વિવાદીત ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે સેનેટરી સબ ઇન્સ્પેકટરના પ્રમોશન માટે જરૃરી કવોલીફિકેશન બાદ આઠ વર્ષનો અનુભવ હોવાનું ફરજિયાત બનાવાયું છે. પહેલા આવું ન હતું. અગાઉ, જો સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ કર્યો હોય અને કોર્પોરેશનમાં ફરજ બજાવતાં હોય તો આઠ વર્ષના અનુભવ પછી પ્રમોશનને પાત્ર ગણાતા હતા પરંતુ હવે સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ કર્યા પછી કવોલિફિકેશન મેળવ્યા પછી પણ બીજા આઠ વર્ષનો અનુભવ માંગી રહ્યા છે, જે વાત બિલકુલ ગેરવાજબી, અયોગ્ય અને અતાર્કિક છે. સત્તાવાળાઓનો નિર્ણય ગેરકાયદે અને બિનવ્યવહારૃ હોઇ હાઇકોર્ટે તેને રદબાતલ ઠરાવવો જોઇએ.
દરમ્યાન આ કેસની સુનાવણી દરમ્યાન અગાઉ સુરત મનપાના વકીલ તરફથી આ મામલામાં જરૃરી ઇન્સ્ટ્રકશન મેળવવાનું કારણ રજૂ કરી મેટરની સુનાવણીમાંં મુદત માંગવામાં આવી હતી, જેથી હાઇકોર્ટે કેસની સુનાવણીમાં મુદત આપી હતી. આ કેસની સુનાવણી હાઇકોર્ટમાં હજુ પેન્ડીંગ હતી તે દરમ્યાન સુરત મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા તા.૨૫-૯-૨૦૨૫ના રોજ સેનેટરી સબ ઇન્સ્પેકટરના ૮૧ જેટલા પ્રમોશન તાબડતોબ જારી દેવાયા હતા. દરમ્યાન કેસની વધુ સુનાવણી આવી ત્યારે અરજદારપક્ષ તરફથી એડવોકેટ આશિષ આસ્થાવાદી દ્વારા તરત જ અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, કેસની સુનાવણી હાઇકોર્ટ સમક્ષ પેન્ડીંગ છે અને ખુદ સુરત મનપાના વકીલ દ્વારા મામલામાં જરૃરી સૂચના મેળવવાનું કારણ ધરી મુદત માંગવામાં આવી હતી અને બીજીબાજુ, બારોબાર પ્રમોશન ઓર્ડરો જારી કરી દેવાયા છે, તે વાત બિલકુલ ગેરવાજબી, અયોગ્ય અને અદાલતી અવમાનના સમાન કહી શકાય.

હાઇકોર્ટના ધ્યાન પર આ સમગ્ર હકીકત આવતાં જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે સુરત મનપા સત્તાવાળાઓનો રીતસરનો ઉધડો લઇ નાંખ્યો હતો અને માર્મિક ટીકા કરતાં જણાવ્યું હતું કે, જયારે કેસની સુનાવણી આ કોર્ટ સમક્ષ પેન્ડીંગ છે અને ખુદ સુરત મનપા દ્વારા જરૃરી સૂચના મેળવવાના ઓઠા હેઠળ મુદત માંગવામાં આવે છે ત્યારે તે અદાલતની ન્યાયિક પ્રક્રિયાની ઉપરવટ જઇને કેવી રીતે પ્રમોશન ઓર્ડર જારી કરી શકે…? હાઇકોર્ટે આ સમગ્ર મામલે ખુલાસો કરવા સુરત મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ શિવાચ(આઇએએસ)ને તા.૧૦મી નવેમ્બર,૨૦૨૫ના રોજ હાઇકોર્ટ સમક્ષ રૃબરૃ હાજર રહેવા ફરમાન કર્યું છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #ahmedaba #SuratMunicipalCorporationDeputyMunicipalCommissioner #HighCourtOrder #HighCourt #SuratMunicipalCorporationControversy over Promotion of Senators Sub-Inspectors in SuratMunicipalCorporation #HighCourtSurat #Surat #SuratMunicipalCorporation #SenatorsSubInspector



