પથિક લીંબાચિયા, અમદાવાદ:
18 ઓક્ટોબર 2025:
ભારતની અગ્રણી PVC અને CPVC એડિટિવ્સ મેનુફેક્ચુરિંગ કંપની, સિલ્વિન એડિટિવ્સ પ્રા. લિ. દ્વારા બોડેલીની શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે નવી મોડર્ન લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે સિલ્વિન એડિટિવ્સના સંસ્થાપક પ્રદીપ ચોક્સી, શાળાના ટ્રસ્ટી ભાવેશ શિરોલાવાલા, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિ રહ્યાં. શ્રી ચોક્સીનો કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રત્યેનું વિઝન, સિલ્વિન એડિટિવ્સના CSR કાર્યક્રમોને સતત દિશા આપે છે.

આ નવી લાઇબ્રેરીમાં પુસ્તકોનો વૈવિધ્યસભર સંગ્રહ ઉપલબ્ધ છે, જે વિદ્યાર્થીઓમાં ક્યુરિયોસિટી અને ક્રિએટિવિટીને પ્રોત્સાહિત કરે છે.
ગુજરાતી પુસ્તકોનો વિશેષ વિભાગ શ્રી ચોક્સીના આ વિશ્વાસને વ્યક્ત કરે છે કે ડિજિટલ યુગમાં પણ ભાષા અને સાંસ્કૃતિક વારસાનું જતન તેટલું જ મહત્વપૂર્ણ છે. આ પહેલ વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ સાધનો સાથે વાંચનને પણ સમાન પ્રાથમિકતા આપવાની પ્રેરણા આપે છે.
આ અપગ્રેડેડ લાઇબ્રેરીથી 2,000થી વધુ વિદ્યાર્થીઓ અને 100 જેટલા શિક્ષકોને લાભ મળે છે. આ લાઇબ્રેરી એક લર્નિંગ એન્વાયરમેન્ટ પૂરી પાડશે, જે શૈક્ષણિક પ્રદર્શન સુધારી, જીવનભર કંઈક નવું શીખવાની ભાવનાને મજબૂત બનાવશે.
બોડેલી સિલ્વિન માટે ખાસ મહત્વ ધરાવે છે, અહીં માત્ર સંસ્થાપક પ્રદીપ ચોક્સી જ નહીં, પણ એમ.ડી. જગત ચોક્સી અને જોઇન્ટ એમ.ડી. મિરાંગ ચોક્સીએ પણ પોતાના શરૂઆતના વર્ષો વિતાવ્યા છે. કંપનીની અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી પણ બોડેલીમાં જ સ્થિત છે, જેના કારણે બોડેલી સિલ્વિનના CSR એજન્ડાનું મુખ્ય કેન્દ્ર છે. આ પહેલો દ્વારા સિલ્વિન એડિટિવ્સ એ વિશ્વાસને જીવંત રાખે છે કે સાચી પ્રગતિ જ્ઞાન, વારસો અને નવીનતાના સમન્વયમાં રહેલી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #ahmedaba #Silvin #SilvinAdditives #SilvinAdditivespolymeradditivesindustry #Silvinoperateswithworld-classmanufacturing #R&Dfacilities #offeringtop-quality #lead-freeadditives #PVC #CPVC #GovernmentofIndia #BodeliniShethH.H.ShirolawalaHighSchoolinauguratednewmodernlibrary #Bodeli
