પથિક લીંબાચિયા, અમદાવાદ:
06 ઓક્ટોબર 2025:
સ્તન કૅન્સર અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે આજે વડોદરા શહેરમાં ઝાયડસ હોસ્પિટલ દ્વારા “પિંક પાવર વોકાથોન” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં ૩૦૦ કરતાં વધારે સ્ત્રીઓ, યુવતીઓ અને સમાજના તમામ વર્ગોના લોકો પિંક ડ્રેસ કોડમાં એકત્રીત થઈને આ વોકાથોનમાં જોડાયા હતા.

આ પ્રસંગે ઝાયડસ હોસ્પિટલ ના તબીબી નિષ્ણાતો એ જણાવ્યું કે સ્તન કૅન્સર ઝડપથી વધતી આરોગ્ય સમસ્યા છે, પરંતુ સમયસર નિદાન અને યોગ્ય સારવારથી તે સંપૂર્ણ રીતે સાજુ થઈ શકે છે. મહિલાઓએ નિયમિત રીતે ચેકઅપ કરાવવુ, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અને લક્ષણોને અવગણવા નહિ તે ખુબ જ જરૂરી છે.

વોકાથોનનું પ્રારંભ પ્રખ્યાત તબીબો અને બ્રેસ્ટ કેન્સર ની સારવાર લઈ સ્વસ્થ થયેલા દર્દીઓ ના હસ્તે કરવામાં આવ્યું. ભાગ લેનારોએ પિંક ડ્રેસ અને પોસ્ટરો સાથે “અવેરનેસ ઇઝ ક્યોર” નો સંદેશ આપ્યો તથાં બધીજ મહિલાઓ એ ભેગા મળી ને કેન્સર એવર્નેસ માટે માનવ સાંકળ બનાવી ને કાર્યક્રમ ની ઉજવણી કરી હતી તથા અમુક દર્દીઓ એ તેમની સારવાર દરમ્યાન પડેલી મુશકેલીઓ નુ વર્ણન કરી ને સમાજને પ્રોત્સાહન આપ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં સ્તન કૅન્સર વિશેની જાગૃતિ લાવવી તથા ગેરસમજ દૂર કરી, વહેલી તકે નિદાન અને સારવાર માટે પ્રેરણા આપવાનો હતો
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #PinkPowerWalkathon #BreastCancerAwareness #ZydusHospital #AwarenessIsCure #ahmedabad
