નવરાત્રી એટલે ‘નવલી નવ રાતો’.
પથિક લીંબાચિયા, અમદાવાદ:
03 ઓક્ટોબર 2025:
શારદીય નવરાત્રી જે આજના સમયમાં પારંપરીક અને આધુનિક બે રીતે ઊજવવામાં આવે છે. નવરાત્રીમાં જગતજનની માતા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. માતા દુર્ગા, કાળી, ચામુંડા, અન્નપૂર્ણા, અંબાજીની પુજા અને સ્તુતિ કરવામાં આવે છે.

નવરાત્રીમાં ઘરમાં તથા મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવે છે. નવ દિવસ સુધી ઉપવાસ, ભક્તિ સંગીત, માતાની આરતી, ગરબા, ડાંડીયા અને સમાજજીવનમાં ભાઈચારો અને એકતા વધે તેવા કાર્યક્રમોનું આયોજન થાય છે.

નવરાત્રીના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના વિવિધ શક્તિ સ્વરૂપની પૂજા, અર્ચના અને આરાધના કરવામાં આવે છે. ત્યારે મણિનગર માં આવેલ વ્રજ દીપ એપાર્ટમેન્ટ માં સોસાયટી ના રહીશો દ્વારા ભવ્ય મહા આરતીનો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યા માં સોસાયટી ના રહીશો ઉપસ્થિત રહી આ આરતીનો લાભ લીધો હતો
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #Maninagar #navratri #garaba #VrajdeepApartment #MahaAarti #Shardiyanvaratri #ahmedabad
