પથિક લીંબાચિયા, અમદાવાદ:
10 ઓક્ટોબર 2025:
ભારતના અગ્રણી બાથવેર, ટાઇલ્સ અને કન્ઝ્યુમર એપ્લાયન્સીસ બ્રાન્ડહિન્દવેરએ પોતાની નવી ઓળખ, ‘ડિઝાઇન્ડ ફોર સકૂન’ રજૂ કરી. આ નવી ઓળખ હેઠળ કંપનીએ એક મોટું કેમ્પેઇન શરૂ કર્યું છે, જેમાં ઘર માત્ર ઉપયોગ કરવાની જગ્યા ન હોવાનું દર્શાવીને, તેને એક એવું ઠેકાણું દર્શાવાયું છે જ્યાં સાચો સુખ અને આરામ મળેછે. મુલેનલૉ લિન્ટસ ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલ આ કેમ્પેઇન, હિન્દવેરના તે વચનને દર્શાવે છે જેમાં ગ્રાહકો માટે પ્રેમ, કાળજી, આરામ, આપડાપણા અને ખુશમિજાજીથી ભરેલો વિશ્વ બનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય એ છે કેહિન્દવેરમાત્ર ઘરમાં ઉપયોગ થતી બ્રાન્ડ ન રહી, લોકોના વ્યસ્ત જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બને.

બ્રાન્ડની વિચારધારા લોકો સાથે ગાઢ અને સાચો ભાવનાત્મક સંબંધ બાંધવાની છે . આ જ વિચાર પર આધારિત આ કેમ્પેઇન આખા ભારતના દરેક ઉંમરના લોકોના હૃદયને સ્પર્શે છે. હિન્દવેરનું ‘ડિઝાઇન્ડ ફોર સકૂન’ વિચારો આ નવી વસ્તુઓમાં દેખાય છે – મોન્સૂનના વરસાદ જેવી અનુભૂતિ કરાવતો મલ્ટિફંક્શન શાવર વિથ થર્મોસ્ટેટ, શિયાળાની ઠંડીમાં કંબળ જેવો આરામ આપતી ગરમ સીટવાળું સ્માર્ટ WC, પાણીના છાંટાથી બચાવતી ફૉસેટ્સ, અલગ-અલગ તેજસ્વી રંગોના વોશબેસિન્સ, પ્રેમના પળોમાં શાંતિ આપતી IoT ચિમની વિથ મેક્સ સાયલેન્સ ટેક્નોલૉજી, અને સુંદર તેમજ મજબૂત પ્રીમિયમ ટાઇલ્સ. આ બધી વસ્તુઓ મળીને એક સામાન્ય ઘરને સાચા અર્થમાં પોતાનું ઘર બનાવે છે.
સોમનઈ ઇમ્પ્રેસા ગ્રુપના હેડ ઑફ સ્ટ્રેટેજી અને હિન્દવેર લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ નોન-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર, શ્રી શશ્વત સોમનઈએ કહ્યું: “પાછલા 60 વર્ષોથી હિન્દવેરનું નામ નવીનતા, ઉત્તમ ગુણવત્તા અને વિશ્વાસ માટે પ્રખ્યાત રહ્યું છે. હવે હિન્દવેર‘ડિઝાઇન્ડ ફોર સકૂન’ કેમ્પેઇન સાથે અમે એક નવું અધ્યાય શરૂ કરી રહ્યા છીએ, જેમાં અમારા તમામ બાથવેર, ટાઇલ્સ અને કિચન એપ્લાયન્સીસને એક જ ઓળખ હેઠળ જોડવામાં આવી રહ્યા છે. આ કેમ્પેઇન હિન્દવેરની સાચી ઓળખ દર્શાવે છે — ડિઝાઇન, ટેક્નોલૉજી અને ભાવનાઓનો સંગમ, જે દરેક ઘરને શાંતિ અને આરામથી ભરેલું ઠેકાણું બનાવી દે છે.”
કેમ્પેઇન અંગે બોલતાં હિન્દવેર લિમિટેડના સીઈઓ, શ્રી નિરુપમ સહાયએ કહ્યું: “હિન્દવેરમાં અમારો સતત પ્રયાસ માત્ર કામચલાઉ પ્રોડક્ટ્સ બનાવવાનો નથી, પરંતુ એવા સમાધાન આપવાનો છે જે લોકોના રોજિંદા જીવનને વધુ ઉત્તમ બનાવે. હિન્દવેર ‘ડિઝાઇન્ડ ફોર સકૂન’ સાથે અમે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે નવીનતા અને શ્રેષ્ઠ ડિઝાઇન અમારા બાથવેર, ટાઇલ્સ અને કન્ઝ્યુમર એપ્લાયન્સીસ પોર્ટફોલિયો સાથે મળીને એક સામાન્ય મકાનને સાચા અર્થમાં એવું ઘર બનાવે છે, જ્યાં શાંતિ, આરામ અને કાળજી મળે અને સકૂનના અમૂલ્ય પળો સર્જાય. આ કેમ્પેઇન અમારા ગ્રાહકો સાથે સતત જોડાયેલા રહેવાની અને તેમની બદલાતી જરૂરિયાતોને સમજવાની અમારી પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.”
હિન્દવેરલિમિટેડનાહેડ ઑફ માર્કેટિંગ, શ્રીમતી અરુણિમા યાદવએ કહ્યું: “હિન્દવેર ‘ડિઝાઇન્ડ ફોર સકૂન’ મારફતે અમે અમારા બ્રાન્ડની તે જૂની ઓળખ અને વારસાને સન્માન આપી રહ્યા છીએ, જેમાં ગ્રાહકોનો વિશ્વાસ અને ગાઢ લાગણીસભર જોડાણ રહ્યું છે. સાથે જ અમે નવા ગ્રાહકો સાથે નવીન વિચારો અને ભાવનાઓ દ્વારા સંવાદ સાધવા માટે આગળ આવી રહ્યા છીએ. આ કેમ્પેઇન એ તમામ પ્રિય પળો અને વિવિધ લાગણીઓને દર્શાવે છે, જે પ્રીમિયમ લાઇફસ્ટાઇલની ઇચ્છા અને એવું ઘર પ્રદાન કરે છે, જે દરેક પેઢીના લોકોને આપડાપણાંની અનુભૂતિ આપે છે.”
આ દ્રષ્ટિકોણને જીવંત બનાવતાં, મુલ્લેન લિંટસના સીઈઓ, રામ કોબેનએ જણાવ્યું: “ટેકનોલોજી ઘણીવાર ફીકી લાગે છે. પરંતુ યોગ્ય રીતે બનાવવામાં આવે તો તે ઉષ્માભરી અને માનવીય બની શકે છે. ‘સકૂન’ એવો શબ્દ છે જે જેવો સંભળાઈ છે, તેવી જ અનુભૂતિ આપે છે. આ ઉત્તમ લાગણી કે દુનિયામાં બધું જ ઠીક છે, એ અમારી સર્જનાત્મક આત્મા છે. માત્ર એક કેમ્પેઇન નહીં, ‘સકૂન’ એ એક ડિઝાઇન ફિલોસોફી છે જે દરેક હિન્દવેર પ્રોડક્ટ અને અનુભવમાં ઝળહળે છે.”
‘ડિઝાઇન્ડ ફોર સકૂન’ કેમ્પેઇનનો વ્યાપ ટેલિવિઝન (ડી.ટી.એચ. & કનેક્ટેડ ટી.વી.), ઓ.ટી.ટી., ડિજિટલ, પ્રિન્ટ, સિનેમા, ઓ.ઓ.એચ. (એરપોર્ટ) અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સુધી ફેલાયેલો છે. તેની પહોંચને વધુ મજબૂત બનાવવા માટે સોશિયલ મીડિયા એક્ટિવેશન્સ અને ઇન્ફ્લુએન્સર કોલેબોરેશન્સ પણ કરવામાં આવી રહ્યા છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #ahmedaba #Hindware #HindwareUnveils #DesignedForSukoon #Bathware#Tiles #ConsumerAppliances #BrandHindware
