- ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા રાજયના હજારો વકીલોના હિતમાં બહુ મોટો નિર્ણય લેવાયો
- આ સાથે જ એડવોકેટ વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરવાની મુદત પણ તા.30મી નવેમ્બર સુધી લંબાવવા નિર્ણય
અમદાવાદ: 30 ઓક્ટોબર 2025:
ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આજે એક મહત્ત્વના નિર્ણય મારફત ગુજરાતના જે વકીલોને તેમના પ્રેકટીસ વેરીફિકેશન ફોર્મ ભરવાના બાકી છે તે ભરવાની મુદત તા.૧૦મી નવેમ્બર સુધી લંબાવી આપી છે. વકીલોના વેરીફિકેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા.૩૦ ઓકટોબર હતી પરંતુ દિવાળીના તહેવારો અને રજાઓના માહોલને ધ્યાનમાં લઇ હજારો વકીલો વેરીફિકેશન ફોર્મ ભરી શકયા ન હતા અને તેની મુદત વધારવા બાર કાઉન્સીલમાં રજૂઆત કરી હતી., જેને ધ્યાનમાં લઇ આજે આ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. આ સાથે વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરવાની મુદત પણ તા.૩૦ નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

ગુજરાત સહિત દેશભરમાંથી ભૂતિયા વકીલોને વકીલાતના વ્યવસાયમાંથી બાકાત કરવાના ભાગરૃપે ખુદ વેરીફિકેશન ફોર્મ સમગ્ર દેશમાં વકીલોની વેરીફિકેશનની પ્રક્રિયાને લઇ વર્ષ ૨૦૧૫માં કેટલાક મહત્ત્વના નિર્દેશો જારી કર્યા હતા અને ત્યારથી સમગ્ર દેશમાં વકીલોની વેરીફિકેશનની પ્રક્રિયા જે તે સ્ટેટ બાર કાઉન્સીલના માધ્યમથી શરૃ કરવામાં આવી હતી. જો કે, આજે લગભગ ૧૦ વર્ષ બાદ પણ વેરીફિકેશનની પ્રક્રિયા પૂરી થઇ નથી. ગુજરાત રાજયમાં આજની તારીખે પણ આશરે ૫૦ હજારથી વધુ વકીલોના વેરીફિકેશન ફોર્મ ભરવાના બાકી છે.

દરમ્યાન આ અંગે ગુજરાત બાર કાઉસીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, બીસીઆઇની સૂચના અને સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી સમિતિના નિર્દેશ મુજબ, જૂલાઇ-૨૦૧૦ પછી અને તા.૨૮-૨-૨૦૨૨ પહેલા નોંધાયેલા વકીલો પૈકી જે ૧૮ હજાર વકીલોએ પોતાના ડેકલેરેશન ફોર્મ અગાઉ ભરેલા હતા, તેઓને પણ હવે નવેસરથી પ્રેકટીસ વેરીફિકેશન ફોર્મ ભરવાના છે. પ્રેકટીસ વેરીફિકેશન ફોર્મની સાથે સૂચનાપત્રમાં જણાવ્યા મુજબ, ધોરણ-૧૦, ધોરણ-૧૨, ગ્રેજયુએશન અને એલએલબીની તમામ માર્કશીટ્સ સ્વપ્રમાણિત કરીને મોકલવાની રહેશે. દરેક માર્કશીટની નકલ પર સનદ નંબર અચૂક લખવાનો રહેશે. જે વકીલોએ ઓલ ઇન્ડિયા બાર એકઝામ પાસ કરી છે તેઓને તેના આધારપુરાવા ફોર્મ સાથે રજૂ કરવાના રહેશે. આ સિવાય પાંચ વકીલાતનામા પણ રજૂ કરવાના રહેશે.
રેવન્યુ પ્રેકટીસ કરનાર વકીલોએ તેમણે તૈયાર કરેલ ટાઇટલ-દસ્તાવેજની નકલ, નોટરી વકીલોએ તેમના નોટરી લાઇસન્સની કોપી, ઇન્કમટેક્સ, સેલ્સ ટેક્સ અને જીએસટીની પ્રેકટીસ કરતા વકીલો માટે તેમણે જે કેસમાં કામ કર્યુ તેના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે અથવા જુનિયર ધારાશાીઓ કે જેઓ કોઇ એડવોકેટ ફર્મ કે કોઇ લો ફર્મ અથવા તો સીનીયર એડવોકેટ સાથે જોઇન્ટમાં વકીલાત કરતાં હોય તેમણે સિનિયર વકીલના વકીલાતનામા જોઇન્ટમાં સહી કરી હોય તો તેવું વકીલાતનામું અથવા તો આવી લો ફર્મ કે તેમના સિનિયર એડવોકેટનું લેટરપેડ ઉપર સર્ટીફીકેટ લખાવીને રજૂ કરવાનું રહેશે. અન્યથા ઉપર મુજબના કોઇપણ આધારપુરાવા ન હોય તો તેવા કિસ્સામાં ધારાશાીએ પોતે જે પ્રમાણેની પ્રેકટીસ ધરાવતાં હોય તે સંદર્ભેનું તમામ વિગતો સાથેનું સોંગદનામું નોટરી સમક્ષ ૫૦ રૃપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તૈયાર કરીને રજૂ કરી આપવાનું રહેશે. જે વકીલોએ હજુ સુધી ઓલ ઇન્ડિયા બાર એકઝામ પાસ કરી નથી તેઓને આ વેરીફિકેશન ફોર્મ ભરવાનું નથી.એમ ગુજરાત બાર કાઉસીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ ઉમેર્યં હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #GujaratBarCouncil #GujaratLawyerRelief #AdvocateWelfareFund #RenewalFee #VerificationForm #VerificationForm #ahmedaba



