પથિક લીંબાચિયા, અમદાવાદ:
19 ઓક્ટોબર 2025:
દિવાળીના તહેવારોમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA)અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન (AFPA) દ્વારા સામુદાયિક સ્વાસ્થ્ય માટે “ડોક્ટર ઓન કોલ” દિવાળી મેડિકલ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનની ઓફિશિયલ વેબસાઈટ www.ahmedabadmedicalassociation.com ઉપરથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારોની મોસમ દરમિયાન શહેરીજનો 24/7 તબીબી સહાય મેળવી શકશે. આ સમર્પિત હેલ્પલાઇન સેવા 19 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર, 2025 સુધી કાર્યરત રહેશે.

AMA અને AFPA ના સભ્યો દિવાળી દરમિયાન કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત કટોકટી અથવા પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો માટે ફોન દ્વારા સ્વયંસેવક રીતે ઉપલબ્ધ રહેવાની સેવા આપશે. આ સેવાનો લાભ કોઇપણ શહેરીજન લઇ શકશે. આ સેવા સમાજના કલ્યાણ પ્રત્યેની ડોકટરોના પ્રતિબદ્ધતાનો એક ભાગ છે, જેથી ખાતરી કરી શકાય કે તહેવાર દરમિયાન કોઈ પણ વ્યક્તિ સમયસર તબીબી માર્ગદર્શન વિના ન રહે.

આ વર્ષે, દિવાળીની ઉજવણી કરતી વખતે, ચાલો આપણે આપણા સમુદાયના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે સાથે મળીએ. અમે નાગરિકોને આ હેલ્પલાઇનનો જવાબદાર ઉપયોગ કરવા અને દરેકને આરોગ્ય અને સલામતીને પ્રાથમિકતા આપવા પ્રોત્સાહિત કરવા વિનંતી કરીએ છીએ.
સંયોજકો:
ડૉ. જિગ્નેશ શાહ (પ્રમુખ, AMA) – 93270 14487
ડૉ. મૌલિક શેઠ (માનદ સચિવ, AMA) – 98259 15464
ડૉ. સુનિલ પટેલ –
ડૉ. અમૃતલાલ મહેશ્વરી –
ડૉ. પ્રિતેશ શાહ, પ્રમુખ (AFPA) –
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #DoctoronCall-DuringDiwaliFestival #DoctoronCall #DuringDiwaliFestival #DiwaliFestivals #ama #AhmedabadMedicalAssociation #AhmedabadFamilyPhysicianAssociation #afpa #ahmedabadmedicalassociation #www.ahmedabadmedicalassociation.com #ahmedaba
