- ચેક બાઉન્સ ના કેસમાં ગુજરાત હાઇકોર્ટ નો બહુ મહત્વનો ચુકાદો, કંપનીના ડિરેક્ટર વિરુદ્ધ થયેલી ફરિયાદ રદ કરવાનો હાઇકોર્ટે સાફ ઇનકાર કર્યો
- આરોપી ડિરેક્ટર પ્રતાપ કુંડાની કવોશિંગ પિટિશન હાઇકોર્ટે આંકડા વલણ સાથે ફગાવી
અમદાવાદ: 15 ઓક્ટોબર 2025:
ગુજરાત હાઇકોર્ટે ચેક બાઉન્સના કેસમાં એક અતિ મહત્ત્વનો ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે, માત્ર કંપનીના ડિરેકટરપદેથી રાજીનામું આપી દેવા માત્રથી કંપની વતી જરૃરી દસ્તાવેજો-કરારમાં ઓથોરાઇઝ્ડ સીગ્નેટરી તરીકે સહી કરી હોય ત્યારે તેની આરોપી તરીકેની ગુનાહિત જવાબદારીમાં તેને બાકાત કરી શકાય નહી. જસ્ટિસ જે.સી.દોશીએ સ્પષ્ટ કર્યું હતું કે, ચેક ઇશ્યુ થયો તે પહેલાં કંપનીના ડિરેકટરપદેથી રાજીનામું આપી દેવાથી અધિકૃત સહીકર્તા તરીકેની તેની જવાબદારી તકરારી બની જાય છે અને તે મુદ્દો ટ્રાયલ દરમ્યાન જ સાબિત કરવો જરૃરી છે. આમ ઠરાવી હાઇકોર્ટે એક ડાયરેકટર વિરૃધ્ધ ચેક રિટર્નના કેસમાં નોંધાયેલી ખાનગી ફરિયાદ રદ કરવાનો સાફ ઇન્કાર કરી દઇ તેની કવોશીંગ પિટિશન ફગાવી દીધી હતી.

જસ્ટિસ જે.સી.દોશીએ વધુમાં મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, ફરિયાદમાં અરજદાર આરોપી વિરૃધ્ધ પૂરતા નિવેદન કરવામાં આવ્યા છે. ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવાયું છે, આરોપીએ પોતાની કંપનીના પ્રમોટર અને ઓથોરાઇઝ્ડ સીગ્નેટરી તરીકે કરારમાં સહીઓ કરી હતી અને તે કંપનીના રોજબરોજના દૈનિક કાર્યોના ઇન્ચાર્જ છે. આ નિવેદનો ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૪૧ની આવશ્યકતાને પરિપૂર્ણ કરે છે.

ચેક રિટર્નના કેસમાં મેસર્સ કોમ્યુન પ્રોપરાઇટીઝ પ્રા.લિના તત્કાલીન ડાયરેકટર એવા અરજદાર આરોપી કુંડા પ્રતાપ દ્વારા કરાયેલી કવોશીંગ પિટિશનનો સખત વિરોધ કરતાં ફરિયાદી તરફથી એડવોકેટ પંથીલ પી.મજમુદારે હાઇકોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું કે, અરજદાર આરોપીએ પ્રસ્તુત કેસમાં ચેક ઇશ્યુ થયો તે પહેલાં તા.૩૦-૭-૨૦૧૨થી ડિરેકટર તરીકે રાજીનામું આપી દીધુ હોવાનો જે બચાવ રજૂ કર્યો છે તે અસ્થાને અને ટકી શકે તેમ નથી કારણ કે, કંપની અને ફરિયાદી વચ્ચે જે મહત્ત્વનો નિર્ણાયક કરાર કરવામાં આવ્યો છે, તેમાં કંપની વતી અરજદાર આરોપીએ કંપની વતી અધિકૃત સહીકર્તા(સીગ્નેટરી) તરીકે સહી કરી છે અને તેથી તેની સીધી ગુનાહિત જવાબદારી બને છે.
વળી, એનઆઇ એકટની કલમ-૧૪૧ ના આવશ્યક તત્વો પણ આરોપીના ગુનાહિત કૃત્યથી સંતોષાય છે, તેથી માત્ર રાજીનામું આપી દેવાથી ગુનાની જવાબદારીમાંથી છટકી શકાતું નથી. માત્ર ડિરેકટર પદેથી રાજીનામું આપી દેવાથી ચેક રિટર્નની ફરિયાદ રદ થઇ શકે નહી અને આવા કેસમાં આરોપી માટે ટ્રાયલનો સામનો કરવો જરૃરી બને છે. વિવાદીત તથ્યો અથવા તકરારી બાબત ટ્રાયલ તબક્કે પુરાવાનો વિષય છે, બાકી અત્યારે ફરિયાદ રદ કરવાની વાત અસ્થાને છે.
ફરિયાદપક્ષની દલીલો ગ્રાહ્ય રાખતાં હાઇકોર્ટે આરોપી ડિરેકટરની કવોશીંગ પિટિશન ફગાવી મહત્ત્વનો ચુકાદો આપતાં ઠરાવ્યું કે, પ્રસ્તુત કસમાં આરોપીની પ્રથમદ્રશનીય રીતે ગુનાહિત જવાબદારી સામે આવે છે. અરજદારે ભલે કંપનીમાંથી ડિરેકટપદે રાજીનામું આપી દીધુ હોય પરંતુ તા.૧૪-૧૧-૨૦૧૭ના રોજ થયેલા કંપની અને ફરિયાદી વચ્ચેના કરારમાં અરજદારે ઓથોરાઇઝ્ડ સીગ્નેટરી તરીકે સહી કરી છે અને આ કરાર હેઠળ જ વિવાદીત ચેક ઇશ્યુ કરાયો હતો. જો અરજદારે ૨૦૧૨માં રાજીનામુ આપી દીધુ હોય તો ૨૦૧૭માં કઇ ક્ષમતા અથવા તો સત્તાએ ઓથોરાઇઝ્ડ સીગ્નેટરી બન્યા અને કરાર પર સહીઓ કરી…?? તેવો ગંભીર સવાલ પણ હાઇકોર્ટે ઉઠાવ્યો હતો. આ સવાલનો અરજદાર દ્વારા હાલની પિટિશનમાં સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી અને તેથી આ વિષય વિવાદાસ્પદ તથ્ય(તકરારી) બની જાય છે, તેથી ડિરેકટરપદેથી રાજીનામું આપ્યાનો બોજો આરોપી પર છે અને તે પુરાવા રજૂ કરીને ટ્રાયલ રમ્યાન સાબિત કરવાનું રહે છે. અરજદાર આરોપી ફરિયાદ રદ કરવા માટેના મજબૂત અઆધાર કે તથ્યો રજૂ કરી શકાય નથી. હાઇકોર્ટે ફરિયાદી તરફથી એડવોકેટ પંથીલ પી. મજમુદાર દ્વારા કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખીને આરોપી ડિરેક્ટરની હાલની પિટિશન ફગાવી દીધી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #CriminalLiability #ChequeBounce #GujaratHighCourt #ResignationfromthepostofDirector #liabilityasanauthorizedsignatoryforresigningfromthepostofDirectorofthecompanybeforethecequewasissued #Complaintinthecaseofchequereturn #ahmedaba
