14 થી 19 ઓક્ટોબર સુધી જારી રહેનારા આ પ્રદર્શનમાં સૌમ્ય લઘુચિત્રો અને જટિલ પોટ્રેટથી લઈને સાહસિક, મૌલિક કૃતિઓ સામેલ છે, જે એક કલાકારની કલાને જોવાનો દુર્લભ અવસર છે.
પથિક લીંબાચિયા, અમદાવાદ:
14 ઓક્ટોબર 2025:
જાણીતા પીઢ કલાકાર અનિલ શાહે તેમના કલાત્મક પ્રવાસની અડધી સદીની ઉજવણી કરવા 14 થી 19 ઓક્ટોબર સુધી અમદાવાદની ગુફા ખાતે એમની “ધ ગોલ્ડન જર્ની” પ્રદર્શિત કરી છે. આ પ્રદર્શનમાં એક જીવંત કલાત્મક સંગ્રહ છે, જેમાં ચિત્રકાર અનિલ શાહની વિકાસયાત્રા છે.

1970ના દશકથી લઈને તેમના હાલના ચિત્રો સુધી, શાહની બદલાતી રંગ-શૈલી અને ભાવનાત્મક કલા, જે કલાકારને તેની આસપાસના વાતાવરણ, લાગણીઓ અને સમય સાથે સંવાદ સાધતા રહેતા હોવાનું પ્રદર્શિત કરે છે.

આ પ્રદર્શનમાં આપ ઉત્કૃષ્ટ કૃતિઓને નિહાળી શકશો. અહીં દરેક કૃતિ આત્મનિરીક્ષણ અને પ્રેમની ભાવના ધરાવે છે. જે ફક્ત એક કલાકારના વિકાસનો ઇતિહાસ જ નહીં, પરંતુ કલાને વિકાસની કાલાતીત ક્ષમતાનો ઉત્સવ બનાવે છે.

જાણીતા કલાકાર અને કવિ માધવ રામાનુજે આ શોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે, ગુજરાત વિઝ્યુઅલ આર્ટ એસોસિએશનના જનરલ સેક્રેટરી અરવિંદ વાકાણી, ગુજરાત જર્નાલિસ્ટ યુનિયનના પ્રમુખ બી.આર. પ્રજાપતિ અને વરિષ્ઠ કલાકાર મહેન્દ્ર મિસ્ત્રી સહિત પ્રતિષ્ઠિત મહેમાનોની વિશેષ હાજરી જોવા મળી હતી.

આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ અંગે અનિલ શાહે કહ્યું હતું કે, “આ પ્રદર્શન મારા 50 વર્ષોની યાત્રાનું પ્રતિબિંબ છે અને મારા કેટલાક સર્વોત્તમ કાર્યોને પ્રદર્શિત કરે છે. આ દિવાલો પર મારા જીવનના પાંચ દાયકા જોવાં, એ ખરેખર વિનમ્રતા, પ્રસન્નતા અને સંતોષની અનુભૂતિ કરાવે છે.”
આ ગોલ્ડન જર્ની પ્રદર્શન કલાપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને જનતા માટે અમદાવાદ ની ગુફા ખાતે ૧૯ ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે. એક સપ્તાહ સુધી જારી રહેનારું આ પ્રદર્શન, એક કલાકારની પાંચ દાયકાની વિકસિત કલ્પનાઓને રૂબરૂ જોવાનો એક દુર્લભ અવસર છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #ahmedaba #Celebrating50yearsofAnilShah’sCreativity #AhmedabadCave #AhmedabadCave #TheGoldenJourney #AnilShah’sArtExhibition #Miniatures #Portraits #LivingArtCollection #PainterAnilShah #PoetMadhavRamanuj #GujaratVisualArtAssociation
