“યુનિકોર્ન ઇન્ફ્રા” દ્વારા ખેલૈયાઓ માટે સુંદર સોગાદનું આયોજન
રંગ તાળી 2.Oમાં ગરબા કરી ગરબાપ્રેમીઓએ પોતાનો બિઝનેસ શેર કર્યો
પથિક લીંબાચિયા, અમદાવાદ:
25 સપ્ટેમ્બર 2025:
નવરાત્રિ હવે ચાલુ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે યોજાનારા ગરબા મહોત્સવમાં ગરબા પ્રેમીઓ કોઈપણ દિવસ ચુકવા માંગતા નથી. માતાજીની ભક્તિ સાથે ખેલૈયાઓ વિવિધ પ્રકારની થીમ સાથે ગરબે ઝુમવા જતા હોય છે. ત્યારે ખેલૈયાઓના મનપસંદ ગરબા એવા UBN રંગ તાળી 2.O બિઝનેસ કરવાની તક સાથે એક અનોખી થીમના ગરબા લઈને આવ્યા હતા.

21 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા UBN રંગ તાળી 2.Oના મુખ્ય આયોજક “UBN” અમદાવાદ છે જેને “રાધે ઈવેન્ટ્સ” દ્વારા મેનેજ કરવામાં આવી હતી. UBNના સ્પોન્સર્સ “યુનીકોર્ન ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર” છે. UBN રંગતાળી 2.Oના ગરબા અંગે વાત કરતા UBNના આયોજકે જણાવ્યું હતું કે, આ વર્ષેના ગરબા કરવાનો અમારો મુખ્ય હેતુ લોકો ગરબા રમી એકબીજાને પોતાનો બિઝનેસ શેર કરે તેમજ ગરબા કરી લોકો પોતાનું નેટવર્કિંગ આગળ વધારે અને સબંધો કેળવવાનો હતો. UBN રંગતાળી 2.Oના ટાઈટલ સ્પોન્સર્સ “યુનીકોર્ન ઈન્ફ્રા” છે, જેમના દ્વારા આ નવરાત્રીમાં ધોલેરા ખાતે “યુનિકોર્ન ઇન્ફ્રા” ગ્રુપ સાથે પ્લોટ મહોત્સવ ઉજવો અને દરેક પ્લોટ ખરીદી પર સોનાનો સિક્કો, આઈ ફોન, આઈ પેડ અથવા ફોરેન કપલ ટ્રીપ જેવી ખાતરીપૂર્વકની ભેટ લઈને આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, UBN રંગ તાળી 2.Oમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ભુપેન્દ્ર શાસ્ત્રી તેમજ સીતા બહેન રબારીએ ખેલૈયાઓને પોતાના સુર થકી ગરબે ઝુમાવ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #ubn #garaba #rangtaligaraba #ColorfulTheme #UBNRangtali2.O #Garba #Players #khelaiya #navratri #RadheEvents #rangtali #UnicornInInfrastructure #BusinessGarba #gandhinagar #ahmedabad #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #ahmedabad
