• ખાસ કરીને એડોલેસન્ટ હેલ્થકેર ઉદ્દેશીને આયોજિત છે આ કોન્ફરન્સ
પથિક લીંબાચિયા, અમદાવાદ:
21સપ્ટેમ્બર 2025:
ગુજરાત એડોલેસન્ટ હેલ્થ એકેડેમી(AHA) દ્વારા 19, 20 અને 21 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદ સ્થિત ક્રાઉન પ્લાઝા, એસ.જી. હાઈવે ખાતે ભવ્ય “એડોલેસ્કોન 2025” નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ એડોલેસન્ટ હેલ્થ એકેડેમી (AHA)ના સિલ્વર જુબિલી વર્ષની ઉજવણીનો અગત્યનો હિસ્સો છે.હેરિટેજ અને પ્રોગ્રેસથી સમૃદ્ધ એવા અમદાવાદ શહેરમાં 19 થી 21 સપ્ટેમ્બર 2025 દરમિયાન “એડોલેસ્કોન 2025” (ADOLESCON 2025)નું આયોજન કરાયું છે.

ગુજરાત એડોલેસન્ટ હેલ્થ એકેડેમી(AHA) દ્વારા AOP અમદાવાદ અને AOP ગુજરાત સહયોગ સાથે આયોજિત આ વિશિષ્ટ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિક જ્ઞાનનો અદભૂત ખજાનો અને ગુજરાતી આતિથ્યનો અનોખો અનુભવ મળશે. ઉલ્લેખનીય છે કે, કોન્ફરન્સ અંગે ડૉ. હિમાબિંદુ સિંહ (ચેરપર્સન AHA ઇન્ડિયા), ડૉ. સુષ્મા દેસાઇ, (ઓર્ગેનાઈઝીંગ ચેરપર્સન, ADOLESCON 2025), ડૉ. નિશ્ચલ ભટ્ટ (ઓર્ગેનાઈઝીંગ ચેરપર્સન, ADOLESCON 2025 અને ચેરપરસન ગુજરાત AHA), ડૉ. સમીર શાહ (ચીફ ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી) એ માહિતી આપી હતી.કિશોરો (એડોલેસન્ટ) માનવીય ક્ષમતાના પાવરહાઉસ છે.
તેમના આરોગ્ય અને સુખાકારીમાં કરાયેલું રોકાણ જીવનભરનું ફળ આપે છે અને તંદુરસ્ત તથા સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં મદદરૂપ બને છે. આ વર્ષે કોન્ફરન્સની થીમ “Mpower YUVA – Accelerated Action for the Health of Adolescents (AAHA!!)” છે, જે પેડિયાટ્રીશિયનની એડોલેસન્ટ હેલ્થકેરમાં અગત્યની ભૂમિકા પર ભાર મૂકે છે. આ કોન્ફરન્સના સેશન્સ ખાસ પેડિયાટ્રીશિયન દ્વારા, પેડિયાટ્રીશિયન માટે તૈયાર કરવામાં આવ્યા છે, જેથી તેઓ તેમના દૈનિક પ્રેક્ટિસમાં એડોલેસન્ટ હેલ્થકેર સરળતાથી સામેલ કરી શકે.
આ ત્રણ દિવસીય કોન્ફરન્સ દરમિયાન કિશોરાવસ્થાના અનેક સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા થશે જેમ કે, મેન્ટલ હેલ્થ કન્સર્ન, સબસ્ટેન્સ એબ્યુઝ, ડિજિટલ વેલનેસ, કરિયર & ,એક્ઝામ સ્ટ્રેસ, પિયર પ્રેસર, બુલીયિંગ, બોડી ઇમેજ, ચેલેન્જીસ વગેરે. કિશોરીઓના આરોગ્ય માટે વિશેષ સેશન્સ જેમકે મેનેસ્ટ્રુઅલ હેલ્થ & હાઈજીન, પીસીઓએસ, ટીનેજ પ્રેગ્નન્સી; એચપીવી અને કેન્સર પ્રિવેન્શન, નોન-કોમ્યુનીકેબલ ડિસિઝીસ, ડેન્ગ્યુ પ્રિવેંશન, જેવા તાત્કાલિક આરોગ્ય વિષયો; UNICEF દ્વારા ખાસ સેશન તેમજ કાઉન્સેલિંગ, સ્પોર્ટ્સ મેડિસિન અને લાઇફ સ્કિલ્સ પર વિશેષ ચર્ચા; યુવા ક્વિઝ શો ડાઉન અને યુથ અનફિલ્ટર્ડ સેશન્સ દ્વારા યુવાનોને સીધું કનેક્શન.
આ ઉપરાંત, એડોલેસ્કોન 2025ના ભાગરૂપે 13 થી 19 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં વિવિધ શાળાઓ અને કોલેજોમાં આઉટરીચ પ્રોગ્રામ યોજાયા હતા. આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકોને અનુકૂળ હેલ્થ અવેરનેસ સેશન્સ આપવામાં આવ્યા. મુખ્ય ફોકસ એરિયાઝમાં હેલ્ધી લાઇફસ્ટાઇલ (ડાયટ, એક્સરસાઇઝ, ઊંઘ), ઇમ્યુનાઇઝેશન અવેરનેસ, મેન્ટલ હેલ્થ (સ્ટ્રેસ, એક્ઝામ પ્રેશર, એન્ઝાયટી, બુલિંગ), સોશિયલ મીડિયા યુઝ અને તેનો પ્રભાવ, લાઇફ સ્કિલ્સ તથા ફેમિલી લાઇફ એજ્યુકેશનનો સમાવેશ થાય છે.
આ ત્રિદિવસીય કોન્ફરસમાં દેશભરના પ્રતિષ્ઠિત નિષ્ણાતો, પેડિયાટ્રીશિયન્સ તથા આરોગ્ય ક્ષેત્રના આગેવાનો જોડાશે. કોન્ફરન્સમાં વિવિધ વૈજ્ઞાનિક સેશન્સ, રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન, પોસ્ટર પ્રેઝન્ટેશન તથા વર્કશોપ દ્વારા કિશોર આરોગ્યના વિવિધ પાસાં પર ચર્ચા થશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #MpowerYUVA #ADOLESCON2025 #adolescon #gujaratAdolescentsHealthAcademy #AcceleratedActionfortheHealthofAdolescents #AAHA #aaha #Adolescents #ahmedabad
