ઓપરેશન સિંદુર બાદ પહેલી વખત સિટીમાં સુર થકી વીરોને સલામી આપવામાં આવી
નીતા લીંબાચીયા, અમદાવાદ:
13 સપ્ટેમ્બર 2025:
હંમેશા દેશની સેવામાં લાગેલા વીર જવાનો દેશમાં થતી કોઈ પણ ઉથલ પાથલમાં આગળ આવી દેશના નાગરીકોની રક્ષા કરતા હોય છે. તો સરહદ પણ તણાવ થતા ક્યારેક દેશના વીરો પોતાની જાન પણ દેશ માટે ગુમાવી દેતા હોય છે.

ભારતમાં થયેલ “કારગીલ વોર” હોય કે “ઓપરેશન સિંદુર” દેશના જવાનો કોઈપણ પરિસ્થિતિમાં દેશને આંચ પણ આવવા દેતા નથી જોકે, આપણા વીરો સરહદ પર લડતા લડતા પોતાનો જીવ પણ આપી દે છે.

ત્યારે આ તમામ ઘટનાઓમાં શહિદ થયેલા વીરોને સુરો દ્વારા સલામી આપવા માટે આજે શહેરના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરીયમ ખાતે “વીર નારી, વીર માતા”, “સિંદુર કી લાજ, અને કારગીલ કી આગ” જેવા સ્લોગન સાથે દેશના શહીદો માટે રાષ્ટ્રભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં કારગીલ વોર, ઓપરેશન સિંદુર કે, બોર્ડર પર શહિદ થયેલા વીરજવાનોના કુલ 16 જેટલા પરિવારોને બોલાવી તેમનું સન્માન કરીને 51 હજારનું ડોનેશન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહિદોના પરિવારોને સન્માનિત કરાયા બાદ 1 કલાક સુધી શહિદોને સુર થકી “એસપ્રેસો” બેન્ડના કલાકારો દ્વારા સ્વરાંજલી અર્પણ કરવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #MartyrsinKargil #MusicalTribute #Kargil #Martyrs #OperationSindoor #SalutetoHeroes #Border #KargilWar #VirNari #VirMata #SindoorKilaaj #KargilKiag #BorderMartyrsSoldiers #ByEspressoBand #Swaranjali #Army #Military #rpf #BorderSecurityForce #bsf #police #loc #ahmedabad
