સહજાનંદ બિલ્ડકોન પ્રા. લી. ના બિલ્ડર અને ભાગીદારો વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ
અમદાવાદ: 22 સપ્ટેમ્બર 2025:
શહેરના વિંઝોલ વિસ્તારમાં કો અને ભાગીદારો દ્વારા દેવ કૃપા ક્રિસ્ટલ સ્કીમ પર મોર્ગેજ લોન લઇ ફલેટ્સ(મકાનો) યુનિયન બેંક અને અન્ય બેંકમાં માર્ગેજ હોવાછતાં ગ્રાહકોને અંધારામાં રાખી મકાનોના ટાઇટલ કલીયર બતાવી વેચાણ કરવાના વિવાદમાં આ છેતરપીંડીનો ભોગ બનેલા ગ્રાહક દ્વારા અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જેમાં કમીશને પ્રતિવાદીઓ સહજાનંદ બિલ્ડકોન પ્રા.લિના ભાગીદાર હરીશભાઇ નગીનભાઇ ઠક્કર, પ્રદીપભાઇ નગીનદાસ ઠક્કર, દેવકૃપા ક્રિસ્ટલ સ્કીમના જમીનમાલિક ભીખાભાઇ વેલસીભાઇ અને સ્કીમના મકાનો માર્ગેજ કરી લોન આપનાર યુનિયન બેંક અને પંજાબ નેશનલ બંક વિરૃદ્ધ નોટિસો જારી કરી જવાબ માંગ્યો છે. કમીશને કેસની વધુ સુનાવણી આગામી ડિસેમ્બર માસમાં મુકરર કરી છે.

બિલ્ડર અને તેના ભાગીદારો દ્વારા કરાયેલા આ ગંભીર છેતરપીંડીના કૌભાંડમાં આગામી દિવસોમાં અન્ય ગ્રાહકો કે જેઓ આ ઠગાઇનો ભોગ બન્યા છે, તેઓ પણ સામે આવી શકયતા છે. પ્રસ્તુત કેસમાં ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલે ફરિયાદી ગણેશ રૃપસિંહ જોશી તરફથી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, શહેરના વીંઝોલ વિસ્તારમાં સહજાનંદ બિલ્ડકોન પ્રા.લિના બિલ્ડર અને તેના ભાગીદારો દ્વારા દેવ કૃપા ક્રિસ્ટલ નામની સ્કીમ મૂકવામાં આવી હતી, જો કે, બિલ્ડર અને ભાગીદારો દ્વારા સ્કીમના મકાનો-ફલેટ યુનિયન બેંક તેમ જ અન્ય બેંકમાં મોર્ગેજ કરી તેની પર લોને લીધેલી હોવાછતાં લોનથી તેમ જ રોકડેથી મકાન ખરીદવા માંગતા આશરે ૫૦થી વધુ ગ્રાહકોને ટાઇટલ કલીયર હોવાનું કહી મકાન વેચાણ કરી નાંખ્યા હતા.
બીજીબાજુ, કેટલાક પરિવારો તો તેમાં રહેવા પણ આવી ગયા હતા અને સાત-આઠ વર્ષથી વસવાટ કરતાં હતા. પરંતુ અચાનક થોડા સમય પહેલાં બેંક દ્વારા લોનની ભરપાઇ કરવા માટે ગ્રાહકોના ઘેર નોટિસ ચોંડાડી દેવામાં આવી હતી ત્યારે ગ્રાહકોને ખબર પડી કે, આ મકાનો તો બેંકમાં માર્ગેજ કરાયેલા છે. બિલ્ડર અને તેના ભાગીદારો દ્વારા બેંકોમાંથી લીધેલ લોનના હપ્તાઓની રકમ ભરપાઇ નહી કરતાં બેંકે નિર્દોષ ગ્રાહકો પાસેથી લોનની રકમની ઉઘરાણી શરૃ કરી હતી, જે બિલકુલ ગેરકાયદેસર અને કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૃધ્ધની વાત છે.
ફરિયાદી ગ્રાહક તરફથી સુચિત્રા પાલે કમીશનનું ધ્યાન દોરાયું હતું કે, બેંક દ્વારા કેટલાક મકાનો તો સીલ પણ કરી દેવાયા અને નિર્દોષ ગ્રાહકો બેઘર બન્યા છે ત્યારે આ સમગ્ર છેતરપીંડીના કૌભાંડ અંગે ભોગ બનનાર પીડિત પરિવારો સ્થાનિક પોલીસમાં બિલ્ડર અને તેના ભાગીદારો વિરૃધ્ધ એફઆઇઆર નોંધાવવા પ્રયાસ કર્યો તો પોલીસ દ્વારા પણ આ સમગ્ર મામલાની એફઆઇઆર નોંધવામાં આવતી નથી, જેથી હાલ ગ્રાહકો અને પરિવારોની હાલત કફોડ બની છે. ફરિયાદપક્ષની દલીલો સાંભળ્યા બાદ ગ્રાહક કમીશને ઉપરોકત પ્રતિવાદીઓ વિરૃદ્ધ નોટિસો જારી કરી હતી. જો કે, આ કેસમાં યુનિયન બેંક તરફથી પોતાનો જવાબ રજૂ કરવામાં આવ્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #jagograhakjago #consumerprotection #Builderandpartnerssoldhousestoinnocentcustomersformortgageloan #SahjanandBuildConPvt.Ltd. #Builder #DevKrupaCrystal #MortgageLoan #Flats #House #UnionBank #Mortgage #Customers #TitleClear #Sale #Fraud #AhmedabadRuralConsumerCommission #Complaint #ahmedabad
