પથિક લીંબાચિયા, અમદાવાદ:
21 સપ્ટેમ્બર 2025:
આ ઈવેન્ટમાં ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર એન્ડ-યુઝર્સ, ક્લીનરૂમ HVAC પ્રોફેશનલ્સ, કન્સલ્ટન્ટ્સ અને પ્રોજેક્ટ લીડર્સ એકત્ર થયા હતા, જ્યાં ટકાઉ અને નિયમન અનુરૂપ મેન્યુફેક્ચરિંગ એન્વાયર્નમેન્ટ માટેના આગામી પેઢીના સોલ્યુશન્સ પર ચર્ચા થઈ.
મુખ્ય અતિથિ તરીકે ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IDMA) – ગુજરાતના ચેરમેન સંચિત ચતુરવેદીએ જ્ઞાનના આદાન-પ્રદાનના મૂલ્યને રેખાંકિત કરતાં જણાવ્યું કે ક્લીનરૂમ ટેકનોલોજી, નિયમનાત્મક તૈયારી અને ટકાઉ પ્રથાઓનો સમન્વય ઉદ્યોગના ભવિષ્યને ઘડવામાં નિર્ણાયક સાબિત થશે.

કોન્ફરન્સમાં નિષ્ણાતો દ્વારા નીચેના મહત્વના વિષયો પર ટેકનિકલ સત્રો યોજાયા:
ફાર્મા ફેસિલિટીઝમાં ઈન્સ્પેક્શન-રીડિનેસ
ક્લીનરૂમમાં એર ચેન્જ અને ફિલ્ટ્રેશન
ફાર્મા ઈન્ડસ્ટ્રી અને સ્માર્ટ બિલ્ડિંગ્સમાં AI નો ઉપયોગ
લાઈફ સાયન્સિસ માટે એર ફિલ્ટ્રેશન સ્ટાન્ડર્ડ્સના તાજા ટ્રેન્ડ્સ
ISHRAE અમદાવાદ ચેપ્ટરના પ્રેસિડન્ટ સ્નેહ શાહે જણાવ્યું:
“ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને સ્પર્ધાત્મક રાખવા માટે વૈશ્વિક ધોરણો અને નવીનતમ ટેકનોલોજી અપનાવવી જરૂરી છે. ફાર્મા કનેક્ટ 2025 એ HVAC અને સંબંધિત ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી પ્રદર્શિત કરી જે ઉદ્યોગની ઊર્જા જરૂરિયાતોને અનુરૂપ છે તેમજ અમૂલ્ય અનુભવના આદાન-પ્રદાનને પ્રોત્સાહિત કરે છે.”
અમિત સંઘવી, સંજય અધવર્યું, કમલેશ મેહતા, જિગનેસ પરીખ અને સમકિત શાહના મહત્વપૂર્ણ યોગદાનોએ સ્ટેકહોલ્ડર્સ વચ્ચેના સંવાદને વધુ મજબૂત બનાવ્યો અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં નવીનતાના સમૂહ દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપ્યું.
IDMA, RATA, સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ASHRAE વેસ્ટર્ન ઈન્ડિયા ચેપ્ટરના સહયોગથી આયોજિત ફાર્મા કનેક્ટ 2025 એ ક્લીનરૂમ સ્ટાન્ડર્ડ્સને આગળ ધપાવવા અને ફાર્માસ્યુટિકલ વેલ્યુ ચેઈનના ભાગીદારો વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહિત કરવાની ISHRAEની પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #ishrae #pharmaconnect2025 #IndianSocietyofHeating #RefrigeratingandAirConditioningEngineers #ISHRAEAhmedabadChapter #BuildingBridgesAcrosstheValueChain #ForumPharmaconnect2025 #PharmaceuticalandHealthcareEnd-Users #CleanroomHVACProfessionals #ConsultantsandProjectLeaders #ManufacturingEnvironment #ahmedabad
