નીતા લીંબાચીયા, અમદાવાદ:
10 સપ્ટેમ્બર 2025:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI), બિઝનેસ વુમન કમિટી (BWC) દ્વારા, રવિવાર,
તારીખ 14 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 6:00 વાગ્યે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે “RUN FOR HER” નામનો એક વિશિષ્ટ કાર્યક્રમ આયોજિત થઇ રહેલ છે.

બિઝનેસ વુમન કમિટી દ્વારા આયોજિત થઇ રહેલ ” RUN FOR HER” એક મેરેથોન દોડ થી અલગ કાર્યક્રમ છે જેનો આશય વિવિધ ક્ષેત્રની મહિલાઓને “વુમન એમ્પાવરમેન્ટ” ના અર્થપૂર્ણ કાર્ય માટે એકત્ર કરવાનો છે. “RUN FOR HER” ના આ કાર્યક્રમમાં પુરૂષ તેમજ સ્ત્રીઓ બંને ભાગ લઇ શકશે જે થકી એકતાની ભાવના પ્રદર્શિત થશે કે જ્યાં સૌ નાગરિકો મહિલા સશક્તિકરણના ઉમદા મિશન માટે એકત્ર થયા હોય. આ સમગ્ર કાર્યક્રમનો આશય “મહિલા શક્તિ” ની ઉજવણી કરવાનો છે તેમજ સમાજની મહિલાઓને તેઓના સ્વપ્નોની સિદ્ધિ માટે ટેકો આપવાનો અને તેઓની ઉદ્યોગસાહસિક યાત્રામાં પ્રેરણા પુરી પાડવાનો છે.

“RUN FOR HER” માં ત્રણ શ્રેણીઓ હશે: જેમાં “10K રન”, “5K રન” તેમજ “ફન રન” નો સમાવેશ થાય છે. આ ત્રણ શ્રેણી ની સમાપ્તિ પછી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરેલ છે જેમાં સહભાગી મહિલાઓને ચણીયા ચોલી જેવા પરંપરાગત પોશાકમાં દોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
“RUN FOR HER” દ્વારા એકત્ર થયેલ ફંડનો ઉપયોગ GCCI BWC દ્વારા તેઓના મહિલા સશક્તિકરણ માટેના વિવિધ કાર્યક્રમો જેવા કે વ્યવસાયિક પર્ગદર્શન, કૌશલ્ય વિકાસ અને મહિલા-સંચાલિત વ્યવસાયો માટે સંસાધનો ઉપલબ્ધ કરાવવા વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ નવીનતા, રોજગાર સર્જન અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે, જે “આત્મનિર્ભર ભારત” ની વિઝન પરત્વે ખુબ ઉપયોગી સાબિત થશે.
“RUN FOR HER” વિશે માહિતી આપતા GCCI બિઝનેસ વુમન કમિટીના ચેરપર્સન શ્રીમતી આશા વઘાસિયાએ જણાવ્યું હતું કે “”RUN FOR HER” મહિલા સશક્તિકરણના વિચારને વાસ્તવિકતામાં ફેરવવા ના આશય થી પ્રેરિત થયેલ છે. અમદાવાદના પુરુષો અને મહિલાઓ ફક્ત દોડવા માટે જ નહીં, પરંતુ મહિલા સશક્તિકરણના હેતુ માટે દરેક પગલાને મહત્વપૂર્ણ બનાવવા માટે એક સાથે એકત્ર થશે તેમજ કાર્યરત થશે.”
“RUN FOR HER” માં સમગ્ર અમદાવાદ માંથી 1,000 થી પણ વધુ સહભાગીઓ જોડાય તેવી અપેક્ષા છે, જે થકી આ સમગ્ર કાર્યક્રમ મહિલા સશક્તિકરણ-કેન્દ્રિત એકતા દોડ બની રહેશે.
આ કાર્યક્રમ માટે આપ www.gujaratchamber.org/run.php પર રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તેમજ નોંધાયેલા બધા સહભાગીને ટી-શર્ટ, BIB નંબર, કૂપન્સ, નાસ્તો અને સહભાગી માર્ગદર્શિકા સહિત એક વિશિષ્ટ “રન ફોર હર” કીટ પ્રાપ્ત થશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #ahmedabad #GcciBusinessWomenCommittee #runforher #WomenEmpowerment #SabarmatiRiverfront #GujaratChamberofCommerce&Industry #gcci #gccibwc #RunForHer





