ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા શનિવાર, તારીખ ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજGCCI યુથ કમિટીના નવા પદાધિકારીઓની પદગ્રહણવિધિ નું આયોજન સંપન્ન થયું.
નીતા લીંબાચીયા, અમદાવાદ:
01 સપ્ટેમ્બર 2025:
GCCIના મિશન યુવાન ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા, તેઓની ઉદ્યોગસાહસિક ભાવનાને માર્ગદર્શન પૂરું પાડવા તેમજસસ્ટેનેબલ આર્થિક વિકાસ ના મહત્વપૂર્ણ સ્તંભ તરીકે નવીનતાને પ્રોત્સાહન આપવા અંગેની GCCIની અડગપ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેઓએ પોતાનાવક્તવ્યમાં વ્યવસાય, ઉદ્યોગ અને સમાજના ભવિષ્યને આકાર આપવામાં યુવાનોના મહત્વપૂર્ણ યોગદાન પર ભારમૂક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે યુવા પેઢી માત્ર ઉર્જા અને ઉત્સાહ જ નહીં પરંતુ ઝડપથી વિકસતા વૈશ્વિકવાતાવરણમાં અર્થપૂર્ણ પ્રગતિ કરવા માટે જરૂરી સર્જનાત્મકતા, નવીનતા અને તાજા દ્રષ્ટિકોણ પૂરું પાડવા બાબતે પણઅગ્રગણ્ય રહેલ છે.

તેઓએ વધુમાં તે બાબત પર ભાર મૂક્યો હતો કે આજના યુવાનોમાં વિકાસને પ્રતિબંધિત કરતાપરિબળોની પડકારવાની હિંમત, નવી તકો ઓળખવાની દ્રષ્ટિ અને પ્રગતિશીલ પરિવર્તન લાવવા બાબતે અનોખીશક્તિઓ વિદ્યમાન છે. તેઓએ તે બાબત પર ભાર મુક્યો હતો કે GCCI યુવાનોને નેતૃત્વ, ઉદ્યોગસાહસિકતા અનેનવીનતા માટે એક મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, જેનાથી તેઓ રાજ્યના આર્થિક વિકાસ અને રાષ્ટ્રનિર્માણની મહત્વાકાંક્ષી વિઝન પરત્વે નોંધપાત્ર યોગદાન આપી શકે.

GCCI ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધીએ તેમના સંબોધનમાં આગામી GCCI GATE 2026એક્સ્પો ની માહિતી આપતા તેના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમજ આગામી GATE 2026ને ચેમ્બર માટે એકસીમાચિહ્નરૂપ પહેલ તરીકે ગણાવી હતી. તેઓએ GATE 2025 ની સફળતામાં GCCI યુથ કમિટીના મૂલ્યવાનયોગદાન બદલ પ્રશંસા કરી હતી તેમજ GATE 2026 માં વધુ મજબૂત ભાગીદારી અને સમર્થનની જરૂરિયાતનોપુનરોચ્ચાર કર્યો હતો. તેઓએ ભાર મૂક્યો હતો કે આ પ્રકારના મહત્વકાંક્ષી મિશનમાં આપણા સૌની સામૂહિકપ્રતિબદ્ધતા જરૂરી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે યુવા સમિતિ આવા સીમાચિહ્નરૂપ કાર્યક્રમોની સફળતા સુનિશ્ચિતકરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
આ પ્રસંગે થીમ સંબોધન કરતા GCCI ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અપૂર્વ શાહે વર્ષ 2024-25 ના યુથ કમિટીચેરપર્સન શુમોના અગ્રવાલને તેમના અનુકરણીય નેતૃત્વ અને યુથ કમિટી દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કરવામાંઆવેલ વિવિધ પ્રવૃત્તિઓ માટે ખુબ અભિનંદન આપ્યા હતા. તેઓએ વધુમાં ભાર મૂક્યો હતો કે 2025-26 માટે નવીરચાયેલી ટીમ યુથ કમિટીની લિગસી ને વધુ પ્રતિબદ્ધતા સાથે આગળ લઇ જશે અને સાથે સાથે GCCI વિઝનને પણફળીભૂત કરવા નોંધનીય યોગદાન પૂરું પાડશે તેમજ નવીન દ્રષ્ટિકોણ અને નવીન કાર્યક્રમો દ્વારા એક ખુબ સફળ વર્ષપરિપૂર્ણ કરશે.
ચેરપર્સન 2024-25 શુમોના અગ્રવાલે તેઓને યુથ કમિટી ચેરપર્સન ની જવાબદારી સોંપવા બદલ GCCI ના પદાધિકારીઓનો આભાર માન્યો હતો તેમજ તેઓના સાથી સહ-અધ્યક્ષો અને સમિતિના સભ્યોનો સતત સમર્થન માટે તેઓ સૌનું ઋણ સ્વીકાર કર્યું હતું. તેઓએ ભાર મૂક્યો હતો કે યુવાનો ગુજરાતની સાચી શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે, જે રાજ્ય અને રાજ્યના આર્થિક તેમજ ઔદ્યોગિક વિકાસ ને વેગ આપવા ખૂબ સક્ષમ છે.
GCCI યુથ કમિટીના વર્ષ 2025-26 ના ચેરપર્સન તરીકે શ્રી રોહન કુમારની ઔપચારિક પદગ્રહણવિધિ સંપન્ન થઇ હતી. તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તેઓ વર્ષ 2024-25ના યુથ કમિટી ચેરપર્સન શૂમોના અગ્રવાલના નેતૃત્વ હેઠળ પ્રસ્થાપિત થયેલ મજબૂત કાર્યપદ્ધતિને વધુ ઘનિષ્ઠ બનાવશે તેમજ સાથે સાથે ઉદ્યોગસાહસિકતા વિકાસ, ઉદ્યોગ જોડાણો અને યુવા સશક્તિકરણના ક્ષેત્રોમાં અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરશે.
આ સમારોહમાં યુથ કમિટીના કો-ચેરપર્સન તરીકે શ્રી હર્ષિલ ખજાંચી, શ્રી પ્રીત શાહ અને શ્રી ભગવાનભાઈ મકવાણા ની નિમણુંક થઇ હતી. તેઓ યુથ કમિટીનીવિઝન અને પ્રવૃત્તિઓને મજબૂત બનાવવા માટે અધ્યક્ષ સાથે કામ કરશે. આ પ્રસંગે પોતાનું મુખ્ય વક્તવ્ય આપતા ન્યુબર્ગ સુપ્રાટેકના ફાઉન્ડર ડાયરેક્ટર ડૉ. સંદીપ શાહે જણાવ્યું હતું કે વર્તમાન સ્પર્ધાત્મક વાતાવરણમાં દ્રઢતા, નૈતિક નેતૃત્વ અને નવીનતા ખુબ મહત્વ ના બની રહે છે.
તેઓએ પોતાની અંગત એન્ટરપ્રેન્યોર તરીકે ની યાત્રા ની પણ વિગતે વાત કરી હતી. તેઓએ સ્વસ્થ કાર્ય-જીવન સંતુલન જાળવવા, કાર્ય, વ્યવસાય અને વ્યક્તિગત જીવનમાં પ્રામાણિકતા જાળવી રાખવા અને સાચી સફળતાના આવશ્યક પરિમાણ તરીકે ખુશીને ઓળખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓના પ્રભાવશાળી ઉદબોધન થકી નવા સ્થાપિત નેતૃત્વને
નિર્ણાયક પગલાં લેવા, ઉભરતા પડકારોનો સામનો કરવા અને સંબંધિત ક્ષેત્રમાં સતત શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પ્રેરણા મળી હતી.
યુથ સમિતિના સહ-અધ્યક્ષ શ્રી હર્ષિલ ખજાંચી દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #gcci #GujaratChamberofCommerce&Industry #youthleadership #robustplatformfo leadership #entrepreneurship #innovation #ahmedabad
