નીતા લીંબાચીયા, અમદાવાદ:
08 સપ્ટેમ્બર 2025:
દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ થીમ પર પંડાલો બનાવી વિઘ્નહર્તાદાદાને બિરાજમાન વિવિધ સોસાયટી, ઘરોમાં અને જાહેર રસ્તાઓમાં પંડાલ બધીને વિવિધ સ્વરૂપમાં બિરાજમાન કરી 10 દિવસ લોકોએ તેમની પૂજા અર્ચના કરી વિઘ્નહર્તા દેવને રીજવવામા આવ્યા હતાં.

એવીજ રીતે અમદાવાદના “બોપલ” માં પણ વિવિધ સોસાયટી અને જાહેર સ્થળોએ બાપાની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં ભારત મીરરની ટીમ પણ વિવિધ જગ્યાએ બોપલ તળાવ પાસે આવેલા સ્વસ્તિકૃત એપાર્ટમેન્ટ અને હેલી ગ્રુપ મિત્ર મંડળ દ્વારા માટીમાંથી બનાવેલ વિઘ્નહર્તાદેવની સ્થાપના કરી હતી.

ગણપતિબાપાની 10 પૂજા અર્ચના કરી ધામધૂમથી કરી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ સ્થળ ઉપર જ આણંદ ઉમંગ સાથે ગરબા રમીને વિસર્જન કરવામાં આવ્યું હતું.

શ્રી રોહિતભાઈએ જણાવ્યું કે આ વર્ષે ‘આ ભારતીય સંસ્કૃતિની થીમ પર ભગવાનને બિરાજિત કરાવ્યા હતા. અને મૂર્તિ સંપૂર્ણ પણે માટીમાંથી બનાવવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગણપતિજી ની મૂર્તિ લાવ્યા હતા.
અને ગણપતિજીની મૂર્તિ નું વિસર્જન સોસાયટીના ગાર્ડનમાં આવેલ એક કુંડની વ્યવસ્થા કરેલ તેમાં કર્યું હતું. જેથી તળાવ અને નદીઓનું પાણી સ્વચ્છ રહે તે હેતુથી સોસાયટીના ગાર્ડનમાં જ વિસર્જન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #GaneshVisarjan #Vighnahartadeva #HeliGroup #SwatikKritApartment #BopalTalav #Gajanand #GaneshPuja #RiddhiSidhi #shubhlabh #ahmedabad
