- જ્યોર્તિલિંગમ બોર્ડ બનાવવાની ઝુંબેશ સાથે અભયાનના રાષ્ટ્રીય સંયોજક અનિલ ગુપ્તા દ્વારા ઉગ્ર માંગણી
- સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને જયોર્તિલિંગ બોર્ડ અભિયાનના રાષ્ટ્રીય સંયોજક અનિલ ગુપ્તાએ આંધ્રપ્રદેશના છેલ્લા જ્યોતિ લિંગની મુલાકાત લીધી
અનિલ ગુપ્તાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, દેશના જે તીર્થસ્થાનોમાં દેવાધિદેવ મહાદેવના જયોર્તિલિંગ આવેલા છે ત્યાંના સ્થાનિક સાંસદો સહિતના સંબંધિત સત્તાધીશોને આવેદનપત્ર પણ પાઠવ્યુ.
અમદાવાદ: 08 સપ્ટેમ્બર 2025:
દેશમાં દેવાધિદેવ મહાદેવના આવેલા ઐતિહાસિક અને પૌરાણિક અનન્ય મહાત્મ્ય ધરાવતાં 12 જયોર્તિલંગોને લઇ એક ખાસ પ્રકારનું જયોર્તિંલિંગ બોર્ડ બનાવવાની ઉગ્ર માંગણી જયોર્તિંલિંગ બોર્ડ બનાવો અભિયાનના રાષ્ટ્રીય સંયોજક અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ અનિલ ગુપ્તાએ ફરી એકવાર ઉચ્ચારી છે. ભારતમાં વિશેષ પ્રકારે અલગ જ્યોતિ લિંગ બોર્ડ બનાવવાની માંગણી સાથે રાષ્ટ્રીય સંયોજક અનિલ ગુપ્તા એડવોકેટે આંધ્રપ્રદેશના શ્રી શેલમમાં સ્થિત મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગની મુલાકાત લીધી અને તમામ 12 જ્યોર્તિલિંગના દર્શન કરવાની પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી હતી.

આ વખતે, દર્શન કર્યા પછી આ અભિયાનના રાષ્ટ્રીય સંયોગન અનિલ ગુપ્તાએ જણાવ્યું કે, તેમણે એક વર્ષ પહેલા ભારત સરકાર સાથે દેશભરના 12 જ્યોર્તિ લિંગ સ્થાનો વિશે ચર્ચા શરૂ કરી હતી. ગુપ્તાએ તેમના અભિયાન વિશે જણાવ્યું કે જ્યોતિ લિંગની મુલાકાત લેવાની સાથે, તેઓ સ્થાનિક સાંસદો અને પૂજારીઓને પણ મળ્યા અને તેમને તેમના ઉદ્દેશ્ય વિશે જણાવ્યું હતું.
દેશના તમામ જ્યોર્તિ લિંગમની મુલાકાત લીધા પછી અને દર્શન કર્યા પછી, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા અને ત્યાંની પરિસ્થિતિની વિગતો આપી. વકીલે કહ્યું કે તમામ જ્યોતિ લિંગમ ભારતના અલગ અલગ રાજ્યોમાં છે પરંતુ તેમને રોડ, રેલ અને હવાઈ માર્ગે જોડી એકસૂત્રતાના તાંતણે જોડવા જોઇએ.

સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને રાષ્ટ્રીય સંયોજક અનિલ ગુપ્તાએ વધુમાં ઉમેર્યું કે, ભારતમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે. જેમાં સોમનાથ (ગુજરાત), મલ્લિકાર્જુન (આંધ્રપ્રદેશ), મહાકાલેશ્વર (મધ્યપ્રદેશ), ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ), વૈદ્યનાથ (ઝારખંડ), ભીમાશંકર (મહારાષ્ટ્ર), રામેશ્વરમ (તામિલનાડુ), નાગેશ્વર (ગુજરાત), કાશી વિશ્વનાથ (ઉત્તરપ્રદેશ), ત્રિપુટી (ઉત્તરપ્રદેશ), મહારાષ્ટ્ર (ઉત્તર) અને ઘૃષ્ણેશ્વર (મહારાષ્ટ્ર). આ અત્યંત પવિત્ર સ્થાનો માનવામાં આવે છે, જ્યાં ભગવાન શિવ પોતાની દૈવી શક્તિ સાથે હાજરાહજૂર છે અને પુરાણો અને શાસ્ત્રોમાં બહુ અનન્ય મહાત્મ્ય વર્ણવાયેલું છે.
ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના તહેસીલ બાહના જરાર ગામના રહેવાસી અનિલ ગુપ્તા વ્યવસાયે વકીલ છે અને સુપ્રીમકોર્ર્ટમાં પ્રેકટીસ કરે છે. દેશમાં ખાસ જ્યોર્તિ લિંગ બોર્ડ બનાવવાની માંગણી કરી રહેલા અભિયાનના રાષ્ટ્રીય સંયોજક તરીકે છેલ્લા ઘણા સમયથી તેઓ બહુ આકરી અને મહત્તવની ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમના મતે, આજે પણ કેટલાક જયોર્તિંલિંગ સ્થાનો જરૃરી સંશાધનોથી સજ્જ નથી અને કેટલાક જયોર્તિંલિંગ સુધી જવા માટે યોગ્ય માર્ગ કે સુવિધા પણ નથી. જો જયોર્તિંલિંગ બોર્ડની રચના કરવામાં આવે તો, વિશ્વ્ભરમાં તેનો વિશેષ પ્રચાર-પ્રસાર, આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ અને ધાર્મિકતા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ બની શકે, દેશ-વિદેશના હજારો-લાખો લોકો જયોર્તિંલિંગોની વિશેષ મહત્તા અને તેની દિવ્યતા અનુભવી શકે.
જેથી દેશમાં વિશેષ પ્રકારે તમામ 12 જયોર્તિ લિંગને સાંકળતું એક અલાયદું જયોર્તિલિંગ બોર્ડ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે રાષ્ટ્રીય સંયોજક અનિલ ગુપ્તાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, દેશના જે સ્થાનો પર જયોર્તિલિંગો આવેલા છે, ત્યાંના સ્થાનિક સાંસદો સહિતના સંબંધિત સત્તાવાળાઓને આવેદનપત્ર પણ સુપ્રત કર્યું છે. આગામી દિવસોમાં તેઓ આ સમગ્ર મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, અમિત શાહ સહિતના સત્તાવાળાઓ મળી ફરી રજૂઆત કરવાનું આયોજન કરી રહ્યા છે.
બોક્સ તાજેતરમાં યોજાયેલા મહાકુંભમાં શંકરાચાર્યોને પણ આ મુદ્દે રજૂઆત કરાઇ
જયોર્તિલિંગ બોર્ડ બનાવો અભિયાનના રાષ્ટ્રીય સંયોજક અનિલ ગુપ્તાએ થોડા મહિના પહેલા યોજાયેલા મહાકુંભમાં ચારેય મઠના શંકરાચાર્યો સુધી પોતાની ઉપરોકત જયોર્તિંલિંગ બોર્ડ બનાવવાની રજૂઆત પહોંચાડી હતી, જેમાં બે શંકરાચાર્યોને તો તેમણે રૃબરૃ મળી રજૂઆત કરી હતી.
બોક્સ કેટલાક સાસદોએ અનિલ ગુપ્તાના પ્રસ્તાવની સરાહના કરી
જયોર્તિલિંગ બોર્ડ બનાવો અભિયાનના રાષ્ટ્રીય સંયોજક અનિલ ગુપ્તાને તેમના આ અભિયાન અને ઝુંબેશ દરમ્યાન સારા-કડવા અનુભવો પણ થયા છે. કેટલાક સત્તાવાળાઓ તેમને સારી રીતે સાંભળે છે, તો કેટલાક સમર્થનમાં બહુ રસ નથી લેતા. તો વળી, તેમણે દેશના 12 જયોર્તિંલિંગો આવેલા છે તે વિસ્તારના લોકસભા સાંસદોને મળી રજૂઆત કરી, તેમાં કેટલાક સાંસદોએ તેમના પ્રસ્તાવની સરાહના કરી તેમને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને કેન્દ્ર સરકાર સુધી તેમની લાગણી પહોંચાડવાની વાત કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #DevadhidevMahadev #12_Jayortilang #Jayortiling Board #Supreme Court #Advocate #JayortilingBoardCampaign #NationalCoordinatorAnilGupta #Andhra Pradesh #JyotiLinga #PrimeMinisterNarendraModi #HomeMinisterAmitShah, #PilgrimagePlaces #Historical #Mythical #Somnath #Gujarat #Mallikarjuna #Andhra Pradesh #Mahakaleshwar #MadhyaPradesh #Omkareshwar #Madhya Pradesh #Vaidyanath #Jharkhand #Bhimashankar #Maharashtra #Rameswaram TamilNadu #Nageshwar #Gujarat #KashiVishwanath #UttarPradesh #Triputi #UttarPradesh #Grishneshwar #Maharashtra #gandhinagar #ahmedabad
