નીતા લીંબાચીયા, અમદાવાદ:
06 સપ્ટેમ્બર 2025:
ટીચર્સ ડેના ખાસ દિવસે આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જૅનૉક ફિલ્મ્સે તેમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ચણિયા ટોળી’નું ટીઝર લૉન્ચ કર્યું છે. જય બોડસ અને પાર્થ ત્રિવેદી દિગ્દર્શિત તથા આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા નિર્મિત આ ફિલ્મનો કન્સેપ્ટ ગુજરાતી સિનેમામાં નવી દિશા દર્શાવે છે.

આ ફિલ્મની કહાની એક એવા શિક્ષકની આસપાસ ફરે છે, જે સાત મહિલાઓને પોતાની શિષ્યા બનાવીને તેમને અનોખો પાઠ ભણાવે છે – પરંતુ આ પાઠ છે બેંક લૂંટવાનો! શિક્ષક અને શિષ્યાઓ વચ્ચેની આ અવિશ્વસનીય સફરમાં રહસ્ય, રોમાંચ અને મનોરંજનનું મજબૂત મિશ્રણ દર્શકોને અનુભવાશે.

ટીચર્સ ડેના દિવસે ટીઝર લોન્ચ થવું આ ફિલ્મને વધુ રસપ્રદ બનાવે છે, કેમ કે તે “શિક્ષક”ના પરંપરાગત રૂપને એક નવા દ્રષ્ટિકોણથી રજૂ કરે છે.

નિર્માતા વૈશલ શાહે આ ફિલ્મ અંગે વાત કરતા જણાવ્યુ કે, ‘અત્યારના સમયમાં ફિલ્મની કથાવસ્તુ અંગે દર્શકો ખૂબ જ જાગૃત થયા છે. ગુજરાતી સિનેમાની કથાવસ્તુના પ્રકારો ઝડપથી બદલાઈ રહ્યા છે. ‘ચણિયા ટોળી’ દ્વારા અમે દર્શકોને એક નવો અનુભવ આપવાનો પ્રયત્ન કર્યો છે. ટીઝર તો માત્ર શરૂઆત છે. આ ફિલ્મ દર્શકોને દરેક પ્રકારના ઇમોશન્સનો અનુભવ કરાવશે. ફિલ્મના કિરદારો દર્શકોને મજા પડે તેવા છે.’

ફિલ્મ પ્રૉડ્યુસર અને રીયલ એસ્ટેટ એન્ટરપ્રિન્યોર આનંદ પંડિતની કંપની આનંદ પંડિત મોશન પિક્ચર એ ભારતની એક લીડિંગ ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન કંપની છે. આ બેનર હેઠળ હિન્દી મરાઠી અને ગુજરાતી સિનેમામાં વિવેચકો ની દ્રષ્ટિએ ઉત્તમ તથા કમર્શિયલી પણ સફળતા મેળવેલી ફિલ્મો બની છે. આનંદ પંડિત ના વિઝન હેઠળ સ્ટ્રોંગ સ્ટોરી ટેલિંગ અને સ્ટ્રેટેજીક પ્રોડક્શન દ્વારા ખૂબ જ ઉત્તમ ફિલ્મો બને છે. આ ફિલ્મ અંગે વાત કરતાં આનંદ પંડિત જણાવ્યુ કે, ‘ફિલ્મનો વિષય ખૂબ જ રસપ્રદ છે. અમને વિશ્વાસ છે કે આ ફિલ્મ યુવાનો તથા પરિવાર – બન્ને વર્ગના દર્શકોને ગમશે. મૂળે અમારી ફિલ્મ પારિવારીક છે.’

આ ઉપરાંત, ફિલ્મના ડિરેક્ટર્સ જય બોડસ અને પાર્થ ત્રિવેદીએ ફિલ્મ અંગે વાત કરતાં જણાવ્યુ હતુ કે, ‘આ ફિલ્મનો વિષય સ્ત્રીઓને ઘણો જ પોતાનો લાગશે. આ ટીઝરની દરેક સેક્ન્ડમાં અમારી ટીમની મહેનત, લગન અને લાગણીઓ છતી થાય છે. સ્ટૉરી બૉર્ડના પહેલા સ્કેચથી લઇને ફાઇનલ સાઉન્ડ મિક્સ સુધી અમારી ટીમે પોતાનું મન રેડીને કામ કર્યું છે. અમે આ ફિલ્મ માટે ખૂબ જ આશાવાદી અને ભાવુક છીએ. અમારી ફિલ્મને દર્શકો પ્રેમથી વધાવશે તેવી અમને આશા છે. ’

વૈશલ શાહ ગુજરાતી સિનેમાના હિટ મશીન છે. ઈન્ડસ્ટ્રીના ‘હિટ મેન’ ગણાતા વૈશલના પ્રોડક્શન એક પછી એક બોક્સ-ઑફિસના રેકોર્ડ્સ તોડતા આવ્યા છે. દર્શકોની પસંદગી સમજવાની તેમની કુશળતા, નવીન માર્કેટિંગ અને ભવ્ય ઑન-ગ્રાઉન્ડ ઇવેન્ટ્સને કારણે તેઓને ગુજરાતી સિનેમાના હિટ મેનનો ખિતાબ મળ્યો છે.
વૈશલની ફિલ્મો વિશ્વભરમાં રિલીઝ થાય છે, જ્યાં વિદેશમાં રહેતા ગુજરાતીઓ નવી ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે. તેમની ફિલ્મો મનોરંજન અને પરિવારના મૂલ્યોનું અનોખું મિશ્રણ હોય છે, જે પરંપરાગત દર્શકોને પણ ગમે છે અને યુવાનોને પણ જોડે છે.
વૈશલ માટે ફિલ્મ બનાવવી માત્ર એક સારી મૂવી બનાવવાની વાત નથી — પરંતુ તેને યોગ્ય સમયે, યોગ્ય રીતે અને યોગ્ય દર્શકો સુધી પહોંચાડવાની છે. ડિજિટલ પ્લેટફોર્મ્સની તેમની માસ્ટરી અને માર્કેટિંગની સમજણને કારણે તેમની ફિલ્મો ફક્ત રિલીઝ નથી થતી, પરંતુ લોકો પર પ્રભાવ છોડે છે.
આ ફિલ્મના મુખ્ય કિરદારમાં છે યશ સોની. ફિલ્મમાં યશનો એક નવીન અવતાર જોવા મળશે. સાથે છે સાત એવી સ્ત્રીઓ, જેમના કિરદાર જોઇને દર્શકો મંત્રમુક્ત થઈ જશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #ahmedabad #AnandPandit #Motion #Pictures&JannockFilms #Teaser #ChaniyaToli #Teacher #JannockFilms #GujaratifilmChaniyaToli #gujaratifilm #Gujaraticinema #chaniyatoli #VaishalShah #yassony #yassoni #‘HitMan
