“અમદાવાદ ના પ્રથમ નાગરિક એવા માનનિય મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈન” દ્વારા “ધ પ્લેયર્સ એન્ડ પ્લેટર્સ”ના ઓનર શ્રી મૌલીક ભટ્ટને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા.
નીતા લીંબાચીયા, અમદાવાદ:
06 સપ્ટેમ્બર 2025:
ભારતના GDP માં વધારો લાવવામાં નાના અને લઘુ ઉધોગોનો મોટો ફાળો રહેલ છે. જેની માટે ભારત સરકારે ઘણા પ્રગતિશીલ , નવા- નવા રોડમેપ અને રસ્તાઓ તેમજ સ્કીમ ના લાભ ની પણ જાહેરાત કરેલ છે. નવા ઉદ્યોગ સાહસિકો નું સાહસ વધારવા માટે સરકાર દ્વારા નવા પ્લેટફોર્મ નું આયોજન કરવામાં આવેલું છે. જેના દ્વારા નવા-નવા સાહસિકોનો પરિચય અને ઓળખ દેશ અને દુનિયા સુધી પહોંચે.

ગ્રોથ એવોર્ડ એ ભારતમાં આવેલી પ્રતિષ્ઠિત સંસ્થા છે, જે નવા નવા ઉદ્યોગ સાહસિકો ની કામગીરી ને ભારત સરકારની પ્રેરણાથી લોકો સુધી આ સાહસ વીરોની ગાથા રજુ કરે છે. આ એવો એવોર્ડ છે કે જેમાં ઉદ્યોગ સાહસિકો ની કામગીરી ની કાર્ય ની ચકાસણી ની પ્રકિયા માંથી પસાર થવુ પડે છે. જેની અંદર કાર્યકાળ નો સમય, જેતે બ્રાન્ડ ની હાલની પૂરતી કરવામાં આવતી સર્વિસ તેમજ તેની સાથે જોડાયેલા કસ્ટમરની ચકાસણી અને તેમના સર્વિસ ના બદલામાં આપેલા રેટિંગ ની પણ તપાસ કરવામાં આવે છે, અને ત્યાર પછી તેમના નોમિનેશન ની પ્રક્રિયા. આમ આ બધી પ્રક્રિયા માં જે પાસ થાય, તેઓ નું સન્માન સરકારી કે અર્ધસરકારી તેમજ સરકાર ના કોઈ માનનિય પદાધિકારીઓ દ્વારા કરવામાં આવે છે.

હાલમાં જ ગુજરાત રાજ્યના મેગા સિટી અમદાવાદ માં આવા જ એક ભવ્ય કાર્યકમનું આયોજન થઈ ચુકેલું જેમાં અલગ -અલગ ફિલ્ડના ઉદ્યોગ સાહસિકો નું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ ગુજરાત બહાર નવા કોન્સેપ્ટ ના સફળતા લોન્ચ બાદ, તે જ કંપની દ્વારા અમદાવાદ માં એક નવાજ પ્રકાર નું કેફે કોન્સેપ્ટ ની શરૂઆત થઈ ચૂકી છે જેનું નામ છે “ધ પ્લેયર્સ એન્ડ પ્લેટર્સ” (“THE PLAYERS AND PLATTERS”), જે અમદાવાદ ના બાપુનગર એરિયા માં આવેલું છે. તેના ઓનર શ્રી મૌલીક ભટ્ટ તેઓ મલ્ટીપલ બિઝનેસમેન છે, અને સાથે સાથે સારા પત્રકાર પણ છે. તેઓનું સન્માન “અમદાવાદ ના પ્રથમ નાગરિક એવા માનનિય મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈન” દ્વારા કરવામાં આવ્યું .

સામાન્ય પણે, કેફે માં સ્મોકિંગ ઝોન હોય જે યુથ ને બગાડવામાં પૂરતો ભાગ ભજવે છે, પૂલ ટેબલ હોય પણ આ કેફે માતો ૭૫ થી ૮૦ ફુટ ના બોલિંગ એલે ના અત્યાધુનિક ૪ લેન આવેલ છે. જેની એક દિવસ ની ક્ષમતા ૫૫૦ થી ૬૦૦ ની રમતવીરો ની છે, સાથે સાથે અમેરિકન અને યુરોપિયન સ્ટાઈલ અને સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત પૂલ અને સ્નૂકર ટેબલ ની પણ વ્યવસ્થા છે. જેનો આનંદ અને લાભ આજના ૧૫વર્ષ અને તેનાથી ઉપરના કોઈ પણ યુથ લઈ શકશે. સાથે સાથે અત્યાધુનિક કેફે–રેસ્ટોરન્ટ, પાર્ટીઝ માટે બેન્કવેટ હોલ ની પણ વ્યવસ્થા છે. આમ એક જ છત ની નીચે યુથ અને ફેમિલી સાથે આવી ને મોજ–મસ્તી ની સાથે હેલ્થી ભોજન નો પણ આનંદ માણી શકે છે.
આવા નવા ઇનોવેશન ની ગુજરાત બહાર સફળતા પૂર્વક ના લોન્ચ બાદ અમદાવાદ ની અંદર પણ લોન્ચ દ્વારા આવા યુનિક હાઇટેક સાહસ ને ગ્રોથ એવોર્ડ સંસ્થા દ્વારા “અમદાવાદ ના પ્રથમ નાગરિક એવા માનનિય મેયરશ્રી પ્રતિભાબેન જૈન” દ્વારા “ધ પ્લેયર્સ એન્ડ પ્લેટર્સ” (“THE PLAYERS AND PLATTERS”), જે અમદાવાદ ના બાપુનગર એરિયા માં આવેલું છે. તેના ઓનર શ્રી મૌલીક ભટ્ટ તેઓ મલ્ટીપલ બિઝનેસમેન છે, અને સાથે સાથે સારા પત્રકાર પણ છે. તેઓનું સન્માન એવોર્ડ અને પ્રમાણપત્ર આપી કરવામાં આવ્યું હતું. આ વસ્તુ સાબિત કરે છે કે, સરકાર અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ આવનારા સમય માં આવા નવા ઇનોવેશન ધરાવતા પ્રોજેક્ટ ની પણ નોંધ લઈ ને મહત્વ આપી રહી છે. જેને કારણે ઉદ્યોગ સાહસિકો સારી રીતે તેમનો વિકાસ કરી શકે જે દેશ ના GDP ના વિકાસ માં ભાગીદારી નોંધાવી શકે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #ahmedabadMayorMrs.Pratibhabenjain #ThePlayersAndPlaters #Gym #Restaurant #CoffeeParlor #Journalist #Mr.MaulikBhatt #Award #award #Certificate #Nomination #Entrepreneurs #ahmedabadGrowthAward #GrowthAward #gandhinagar #ahmedabad
