‘જળક્રાંતિ ગ્રંથ’નું વિમોચન વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના મુખયમંત્રી શ્રીભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 31મી ઓગષ્ટનાં રોજ યોજાશે
નીતા લીંબાચિયા, અમદાવાદ:
29 ઓગસ્ટ 2025:
સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી વિવિધ સમસ્યાઓ પૈકી જળસંકટની મુખ્ય સમસ્યા છે. જેમની તનતોડ મહેનતે ગુજરાતમાં જળસંકટ સામે લડવાની પ્રેરણા મળે છે’ અને જળક્રાંતિ આવી
છે, તેવા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા લિખિત જળક્રાંતિ ગ્રંથનું વિમોચન તા. 31મી ઓગષ્ટ, 2025ના રોજ રવજીભાઈ વસાણી અને વલ્લભભાઈ કાકડિયાની આગેવાનીમાં લેઉવા પટેલની 19 સંસ્થાઓના ઉપક્રમે લેઉવા પટેલ સમાજની સંસ્થા, કેળવણી ધામ નિકોલ ખાતે રાજ્યનાં માનનીય મુખયમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ
પટેલનાં હસ્તે કરવામાં આવશે.

‘જળક્રાંતિ ગ્રંથ’ના વિમોચન પ્રસંગે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા, પી.કે. લહેરી, વસંતભાઈ ગજેરા, આર.પી.પટેલ, જેરામભાઈ વાંસજાળિયા, કાનજીભાઈ ભાલાળા સહિત ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

રાજ્યમાં જળક્રાંતિ લાવનાર મનસુખભાઈ સુવાગીયાએ સ્વલિખિત ‘જળક્રાંતિ ગ્રંથ’ અંગે જણાવ્યું હતું કે, મારા 30 વર્ષના જળરક્ષા તપ પછી મને પ્રાપ્ત થયેલા જળસંકટના જ્ઞાન અને અનુભવોની જાણકારી ભાવિ પેઢીને મળી રહે તે, માટે ‘જળક્રાંતિ ગ્રંથ’ લખવાની મને પ્રેરણા મળી. જે માટે મે સતત 97 દિવસ બરડા ડુંગરમાં આવેલી ઐતિહાસિક નગરી ધુમલીની તપોવન વિદ્યાપીઠમાં રહી ૨૨૫ પાનાનો ‘જળક્રાંતિ ગ્રંથ’ લખ્યો.છે. આ ગ્રંથમાં જળતત્વ, વરસાદના પ્રકાર, નક્ષત્રનાં ગુણધર્મો, વિજળી અને મેઘગર્જનાનો પ્રભાવ, ભૂગર્ભ જળ પરિક્ષણ, જળરક્ષાના મોડેલ ગામોનો ઇતિહાસ, વિશ્વ જળસંકટ નિવારણનો ઉપાય અને માનવ ઘડતર તથા
કર્મથી જીવનપ્રાપ્તિ જેવા આધ્યાત્મિક પ્રકરણોનો સમાવેશ કર્યો છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ‘જળક્રાંતિ ગ્રંથ’ 20 થી વધુ વિદ્વાનોએ વાંચીને વિશ્વ પ્રેરક જળવિજ્ઞાન અને જળક્રાંતિના ઈતિહાસ તરીકે વર્ણવ્યો છે. ‘જળક્રાંતિ ગ્રંથ’ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રસિધ્ધ કરીને સમગ્ર વિશ્વના 200 દેશોમાં મોકલી આપી જળસંકટ નિવારણની પ્રેરણા આપવામાં આવશે. ‘જળક્રાંતિ ગ્રંથ’ સિવાય મારા લિખિત અન્ય આઠ ગ્રંથોના વેચાણમાંથી પ્રાપ્ત થતી આવક જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રસેવામાં વાપરવામાં આવે છે.
મનસુખભાઈની ચેકડેમ-તળાવની યોજનાને રાષ્ટ્રવ્યાપી કરવાના ધ્યેયથી તા. 20-11-99 ના રોજ જામકાની ધરતી ઉપર દેશનો પ્રથમ જળક્રાંતિ દિન ઉજવાયો. ક્રાંતિકારી સંત સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ ચેકડેમ-તળાવની યોજનાને જળક્રાંતિ નામ આપ્યું. શ્રી મનસુખભાઈ સુવાગીયાને તેમણે જળક્રાંતિના પ્રણેતા ઘોષિત કર્યા. જો આપણે ભારતને સમગ્ર વિશ્વમાં વિકસિત રાષ્ટ્ર બનાવવું હશે તો, આપણે આપણા દેશની મુખ્ય ઓળખ કૃષિપ્રધાન દેશની
ખેતપેદાશોનું વિપુલ માત્રામાં ઉત્પાદન કરીને તેની નિકાસ દ્વારા વિકાસ સાધી શકાશે. તેના માટે આપણે સૌએ સૌના સાથ અને પુરુષાર્થથી સમગ્ર ભારતમાં 51 લાખ જેટલા ચેકડેમ-તળાવ બનાવવા તેમજ 51 લાખ જેટલી ખેત તલાવડીનું નિર્માંણ કરવાનો સંકલ્પ કરવો પડશે તેમ તેઓએ વધુમાં ઉમેર્યુ હતું.
ગુજરાત રાજ્યમાં 80ના દશકમાં ઉદભવેલા જળસંકટને મૂળમાંથી ઉખેડી નાખવા માત્ર 11 ધોરણ પાસ કિસાનપુત્ર મનસુખભાઈ સુવાગીયાએ બીડું ઝડપી ગામદીઠ 5 થી 51 ચેકડેમ-તળાવની પાંચ સિધ્ધાંતની યોજના બનાવી. જેમાં, ગ્રામ સંગઠન, લોકફંડ, ચેકડેમ-તળાવ માટે યોગ્ય સ્થળની પસંદગી, પોતે જ વિકસાવેલી(શોધેલી) ચેકડેમની 100 વર્ષ ટકી રહે તેવી નવી ખૂબ જ સસ્તી ડિઝાઇન અને શ્રમદાનના સહારે ગામે ગામ આ યોજનાને સાકાર કરવા સંકલ્પ કર્યો, અને 50 હજાર લોકોને જળરક્ષાનો સંકલ્પ લેવડાવી જળક્રાંતિ ટ્રસ્ટની સ્થાપના કરી. જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ૩૦૦થી વધુમાં ગામોમાં 3200થી વધુ ચેકડેમ, તળાવ બંધાવ્યા છે. જેનાથી ગામની 3 થી 30 કરોડ રૂપિયાનું કૃષિ
ઉત્પાદન વધ્યું છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #ahmedabad #Water Revolution #Jalkranti #ShriMansukhbhaiSuvagia #bookJalkranti #writtenbookJalkranti #booklaunchceremony #cm #booklaunch #GujaratChiefMinisterShriBhupendrabhaiPatel
